Abtak Media Google News

ધો.10 અને 12ની માર્કશીટ ડિજિલોકરમાં મુકવાનો નિર્ણય સર્વાનુમતે મંજુર: વિધાર્થીઓએ નિયમિત શાળાએ આવવું, નિયમિત ગૃહ કાર્ય કરવું તે અંગેનો બોર્ડના સભ્ય ધીરેન વ્યાસનો પ્રસ્તાવ મંજુર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય સભા આજે  સવારે 11.30 કલાકે મળી હતી. જેમાં શિક્ષણ બોર્ડનું ગત વર્ષનું સુધારેલું અંદાજ બજેટ રૂ.1.47 અબજ જયારે વર્ષ 2023-24નું 1.86 અબજનું બજેટ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું.જેમાંથી કૌશલ્ય નિર્માણ અને રોજગારી પર ભાર મુકવામાં આવેલ છે. લિંગ સમાનતા અને શાળામાં નામાંકન સુનિશ્વિત કરીને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટેની દિશા નક્કી કરવામાં આવેલ છે. આ નીતિમાં આઇ.સી.ટી સક્ષમતા, સ્માર્ટ ક્લાસ રૂમ, ડિજિટલ લર્નિંગ, માળખાકીય સુવિધાઓ અને લેબોરેટરીઓ પર વધુ ધ્યાન આપવામાં આવશે.

Advertisement

આજની સામાન્ય સભામાં વિધાર્થીની આચાર સહિંતા જેવી કે, શિસ્ત, નિયમિત શાળાએ આવવું, નિયમિત ગૃહ કર્યા કરવું વગેરેને લગતો પ્રસ્તાવ ધીરેન વ્યાસનો મંજુર કરવામાં આવ્યો હતો જયારે બીજા પ્રસ્તાવ ધો.10 અને 12ની માર્કશીટ ડીજીલોકરમાં મુકવામાં આવશે જેની હાલ કામગીરી ચાલુ છે.

ઉપરાંત શિક્ષણ બોર્ડના સભ્યોએ જુદા-જુદા પ્રસ્તાવ આ બેઠક માટે રજૂ કર્યા છે. શિક્ષણબોર્ડના સભ્ય પ્રિયવદન કોરાટે પણ સામાન્ય સભા માટે કેટલાક મુદ્દાઓની રજૂઆત કરી હતી જેમાં શાળાઓમાં કમ્પ્યુટર ફી રૂ. 50 છે જે 10 વર્ષ પહેલાની છે. આ ફીમાં સુધારો કરીને રૂ. 400 કરવા પ્રસ્તાવ રજૂ કર્યો છે. જો કે આ તમામ પ્રસ્તાવ શિક્ષણ બોર્ડની બેઠકમાં નકારી કાઢવામાં આવ્યા હતા.

શિક્ષકોના પહેરવેશ અંગેનો ડો.પ્રિયવદન કોરાટનો પ્રસ્તાવ નકારી કાઢતું શિક્ષણ બોર્ડ

ઘણી શાળાઓમાં શિક્ષકને અનુરૂપ કપડાને બદલે પશ્ચિમી સંસ્કૃતિ મુજબના કપડાં પહેરે છે તેવી રજૂઆતો મળી છે. આ સંજોગોમાં શિક્ષકને અનુરૂપ કપડાં પહેરે તે મુજબ શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ માટે જોગવાઈ ન હોય તો કરવા પ્રસ્તાવ મુકાયો હતો જે બોર્ડની કારોબારી સમિતિએ અસ્વીકાર કર્યો હતો અને તેમાં શિક્ષણ બોર્ડ દરમિયાનગીરી કરવા માંગતું ના હોય જેથી ચર્ચાને અંતે તે અંગે કોઈ નિર્ણય કરવામાં આવ્યો ન હતો.

ધોરણ 10ના વિદ્યાર્થીઓને સ્ટાન્ડર્ડ અને બેઝિક બંને ગણિત વિષય ભણાવવામાં આવે છે કે કેમ? જો ના તો જેને જે બાબતની પરીક્ષા આપવાની થતી નથી તેને શા માટે વધારાનું ભણાવવામાં આવે છે તેવો સવાલ કર્યો હતો પણ હાલ બને ગણિત અલગ કરવાની વાત મુકતવી રાખવામાં આવી હતી.

આ ઉપરાંત નવી સ્કૂલની મંજૂરી માટે મેદાનની સુવિધા શાળાની નજીક હોવાની જોગવાઈ છે જે મોટા શહેરોમાં ખુલ્લી જમીન મળવી મુશ્કેલ હોવાથી કે ઉપલબ્ધ નહીં હોવાથી 1 કિ.મીથી ઓછા અંતરે આવેલી સ્કૂલ પોતાનું મેદાન સ્થળ ફેર કરતી શાળાને ઉપયોગ કરવા આપશે તેવો ઠરાવ કરવામાં આવ્યો હતો તે પણ સર્વાનુમતે મંજુર થયો ન હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.