Abtak Media Google News

નગર સેવક અફઝલ પંજાની આરોગ્ય મંત્રીને રજૂઆત: ડોકટરના અભાવે દર્દીઓને ભારે હાલાકી

ગીર-સોમનાથની એક મુખ્ય સિવિલ હોસ્પિટલ જે વેરાવળ ખાતે આવેલ છે. તેમાં ડોક્ટરોનું અભાવ જોવા મળી રહ્યું છે. લાંબા સમયથી આ સરકારી હોસ્પિટલમાં મહત્વના ડોકટરની અછત જોવા મળી રહી છે. જેના કારણે આજુબાજુના તાલુકાના લોકો પણ ખૂબ મોટી તકલીફ ભોગવી રહયા છે.

નગરસેવક અફઝલ પંજાએ સિવિલ હોસ્પિટલમાં જઇ રૂબરૂ મુલાકાત કરી ત્યારે જાણવા મળ્યું કે, ગીર-સોમનાથ મા ખૂબ મોટા પાયે વાઇરલ ઇન્ફેક્શન જોવા મળી રહ્યું છે. લોકો તાવ, ઉધરસથી ખૂબ મોટા પાયે પીડાઈ રહયા છે અને સિવિલ હોસ્પિટલમાં હાલ 200થી વધુ દર્દીઓ આવે છે. જેના માટે કોઈ એક કાયમી એમ.ડી. ડોકટરની ખાસ જરૂર છે. કોરોનાની બીજી લહેર વખતે પણ સરકારી સિવિલ હોસ્પિટલમાં કોઈ કાયમી એમ.ડી.ડોકટર ન હતા જે ખૂબ ગંભીર બાબત છે અને હાલ પણ ત્યાં કોઈ એમ.ડી.જનરલ ફીઝીશિયન નથી.

આ ઉપરાંત જીલ્લાની મોટી સરકારી હોસ્પિટલ હોવાથી અકસ્માત ના કેસો પણ અહી જ આવતા હોય છે પણ હાલ આ હોસ્પિટલમાં કોઈ પણ હાડકાના ડોકટર પણ ઉપલબ્ધ નથી.આર્થિક રીતે નબળા લોકો સરકારી હોસ્પિટલનું મોટા પ્રમાણમાં લાભ લેતા હોય છે પણ આ ડોકટર અને સીટી સ્કેન મશીન અને રેડીઓલોજીસ્ટ તેમજ બ્લડ બેંકના અભાવને કારણે ગરીબ લોકો ખૂબ હેરાન થઈ રહયા છે.સામાન્ય લોકો મોટા માટે સરકારી દવાખાનાનું લાભ લેતા હોય છે પણ સગવડતાઓના અભાવના કારણે નાછૂટકે લોકો ખાનગી દવાખાનામાં જાય છે જયાં ખૂબ મોટાપાયે આર્થિક રીતે ઘસાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.