Abtak Media Google News

જીનિયસ સંવાદ શ્રેણીના ૨૧માં સપ્તાહમાં ઈન્ડિયન એજ્યુકેશન ગ્લોબલ પર્સપેકટિવ વિષય ઉપર રોમાનીયા, ફ્રાંસ અને કેનેડાના આંતરરાષ્ટ્રીય તજજ્ઞો સાથે ઓનલાઇન ચર્ચાનું આયોજન

જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુશન્સ દ્વારા લોકડાઉનના સમયી અવિરત ૨૦ રવિવાર અલગ-અલગ સાંપ્રત વિષયો પર ચર્ચા, માર્ગદર્શન અને વકતવ્યોના આયોજન કરાયા, જેને દેશ અને વિશ્ર્વના અનેક ભાગોમાંી દર્શકોએ જોડાયો અને ખુબ સારો પ્રતિસાદ મળ્યો

ત્રણ વિવિધ દેશોના શિક્ષણવિદો દ્વારા ભારતીય શિક્ષણ પધ્ધતિ અંગે વૈશ્ર્વિક દ્રષ્ટીકોણના વિષય ઉપર વાર્તાલાપ કરવામાં આવશે

જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટ્યુશન્સ દ્વારા વિર્દ્યાીઓને ઓનલાઈન શિક્ષણ, વાલીઓના પ્રશ્નો, સામાજિક સમસ્યાઓ તથા વિવિધ વિષયો અને મુદ્દાઓની ચર્ચા અને માર્ગદર્શન માટે છેલ્લા ૨૧ સપ્તાહી અનેક નિષ્ણાતો અને શિક્ષણવિદોને જીનિયસ સંવાદ શ્રેણીમાં વકતવ્ય માટે આમંત્રિત કરવામાં આવે છે. આ સપ્તાહનો વિષય ગ્લોબલ છે, અને તેમાં આમંત્રિત મહેમાનો પણ આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો છે. આગામી તા. ૩૦ ઓગષ્ટ ૨૦૨૦ ના  સવારે ૧૧:૦૦ કલાકે રોમાનિયાી ફ્લોરા કામદાર, ફ્રાન્સી પરવેઝ કોટડિયા અને કેનેડાથી પરાગ નાગડાને ભારતિય શિક્ષણ પધ્ધતિ અંગે વૈશ્વિક દ્રષ્ટીકોણ વિષય ઉપર ઓનલાઈન વાર્તાલાપ કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. આ વકતવ્યનો લાભ સર્વ જનતાને નિ:શુલ્ક મળી રહે તે માટે સંસ્થાની યુ-ટયુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેઇજના માધ્યમી લાઈવ પ્રસારીત કરવામાં આવશે.

Advertisement

જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુશન્સ દ્વારા લોકડાઉનના સમયી ન ફકત વિર્દ્યાીઓ, વાલીઓ કે શિક્ષક પરંતુ સમાજના દરેક વર્ગ અને દરેક વય જુને લક્ષમાં રાખી સામાજીક જવાબદારી નિભાવતા અવિરત ૨૦ રવિવારી અલગ-અલગ સાંપ્રત વિષયો પર ચર્ચા, માર્ગદર્શન અને વકતવ્યોના આયોજન કરવામાં આવી રહ્યા છે. જેને ફકત રાજકોટ શહેર કે દેશના વિવિધ રાજયો જ નહી પરંતુ વિશ્વના અનેક ભાગોમાંથી દર્શકોએ ઓનલાઇન જોડાય અને ખુબ સારો પ્રતિસાદ આપ્યો છે, જે આ જીનિયસ સંવાદ શ્રેણીની અપ્રતિમ સફળતા સુચવે છે.

આ સંવાદ શ્રેણીમાં ભાગ લેવા જીનિયસ કનેકટ યુ-ટયુબ ચેનલ અથવા તો જીનિયસ ઇંગલીશ મિડિયમ સ્કૂલ કે જય ઇન્ટરનેશનલ સ્કૂલના ફેસબુક પેઇજ પર તેમજ ઇન્સ્ટાગ્રામ પરી  રવિવારને ૩૦ ઓગષ્ટના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જોડાય શકાશે. સંસના ચેરમેન  ડી. વી. મહેતા સર્વે જનતાને આ સંવાદમાં જોડાવા અને તેનો લાભ લેવા માટે આમંત્રીત કરે છે.

આ ઓનલાઈન સેશનના સફળ આયોજન માટે સંસના ચેરમેન ડી. વી. મહેતા અને સીઇઓ ડિમ્પલબેન મહેતાના માર્ગદર્શનમાં એડમિનિસ્ટ્રેટીવ અને આઇટી હેડ પ્રમોદ જેઠવા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

આ સંવાદ શ્રેણીમાં આમંત્રિત મહેમાનોનો સંક્ષિપ્ત પરિચય મેળવીએ

ફ્લોરા કામદાર શિક્ષણ અને પ્રશિક્ષણ ક્ષેત્રે ૧૫ વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. તેઓએ ભારત અને વિદેશમાં અનેક શૈક્ષણિક સંસઓ માટે મૂલ્યાંકન સાધનોનો આવિષ્કાર કર્યો છે. ફ્લોરાએ કેમ્બ્રીજ માટે અભ્યાસક્રમોના પુસ્તકોની સમિક્ષા કરી છે, આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરે શાળાઓમાં અભ્યાસ કરાવ્યો છે. બીજા અતિથિ પરવેઝ કોટડિયા ફ્રાન્સ ખાતે સ્થિત ખાનગી આંતરરાષ્ટ્રીય શિક્ષણ સંસ્થા સાથે કાર્યરત છે. તેઓ શિક્ષણ ક્ષેત્રે છેલ્લા ૧૫ વર્ષી જોડાયેલા છે. તેઓએ ભારતમાં વિવિધ ક્ષેત્ર અને સંસ્કૃતિ સો જોડાયેલા શિક્ષકોને તાલીમ આપી છે. ત્રીજા અતિી કેનેડા સ્તિ પરાગ નાગડા, કે જેઓએ બી.એસ.સી., એમ.એસ.સી, બી.એડ ઉપરાંત કેમ્બ્રીજ યુનિવર્સીટીમાં એજ્યુકેશનમાં ડિપ્લોમા કરેલ છે. તેઓ બ્રીટીશ કોલંબીઆ સર્ટીફાઈડ શિક્ષક તરીકે કેનેડાની સરૈય સ્કૂલ ડિસ્ટ્રીકના હાયર સેક્ધડરી વિભાગમાં ગણિત અને વિજ્ઞાનના શિક્ષક તરીકે કાર્યરત છે. આ ઉપરાંત તેમણે કેનેડા ખાતેની અન્ય ગણમાન્ય સંસઓમાં પણ ગણિત અને વિજ્ઞાન શિક્ષક તરીકે સેવાઓ આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.