Abtak Media Google News

એનિમલ હેલ્પલાઈન દ્વારા સી.આર. પાટીલને ગૌશાળા-પાંજરાપોળોના પ્રશ્ર્નો અંગે રજૂઆત કરાઇ’તી

પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના હાલમાં રાજકોટ ખાતેના પ્રવાસ દરમ્યાન ભારત સરકારના એનીમલ વેલફેર બોર્ડના મિતલ ખેતાણી અને એનીમલ હેલ્પલાઈનના પ્રતિક સંઘાણી દ્વારા ગૌશાળા, પાંજરાપોળોના પ્રશ્નો અંગે લેખીત રજૂઆત કરવામાં આવી હતી. ખાસ કરીને ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા એપ્રિલ અને મે માં ગુજરાતની દરેક ગૌશાળા, પાંજરાપોળોને મળેલી ઉદાર સબસીડી આગામી નવેમ્બર સુધી ચાલુ રાખવા અંગે રજૂઆત કરવામાં આવી હતી.

Advertisement

ઉલ્લેખનીય છે કે વધતી જતી મોંઘવારી, ઘટતા જતા દાનનો પ્રવાહ, વધતા જતા પશુઓની સંખ્યા, ઉપરાંતમાં કોરોના મહામારી લઈને ગુજરાતની લગભગ દરેક ગૌશાળા-પાંજરાપોળો લાખો રૂપીયાના દેણામાં આવી ગઈ છે. આ સબસીડી નવેમ્બર સુધી ચાલુ રાખવામાં આવે તો મોટું જીવદયાનું કાર્ય થઈ શકે તેમ છે. ગુજરાતના પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે આ રજૂઆતો ધ્યાનથી સાંભળીને પોતાના વકતવ્યમાં  પોતાની સહાનુભૂતિ આ પ્રશ્નો અંગે વ્યકત કરી અને ભારપૂર્વક એમ કહેલું કે હું પણ અંગત રીતે આ પ્રશ્નો જીવદયા પ્રેમી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના ધ્યાનમાં મૂકી નિરાકરણ અંગે પ્રયત્નો કરીશ.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના પશુપાલન મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ગૌશાળા-પાંજરાપોળોને મળતી ગ્રાંટ નવેમ્બર સુધી ચાલુ રહે તે માટે મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી ચુકયા છે. અત્યાર સુધીમાં જીવદયા-ગૌસેવાના અનેક સત્કાર્યો કરનાર જીવદયા પ્રેમી મુખ્યમંત્રી આ પ્રશ્નોનું પણ નિરાકરણ લઈ આવશે તેવી શ્રધ્ધા મિતલ ખેતાણી, પ્રતિક સંઘાણી, ઘનશ્યામભાઈ ઠકકર, ગૌરાંગ રમેશભાઈ ઠકકર, ધીરૂભાઈ કાનાબાર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલે વ્યકત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.