Abtak Media Google News

રિપોર્ટ પોઝિટિવ આવશે અથવા જેમને તાવ જેવા લક્ષણો જોવા મળશે તેમને ક્વોરેન્ટાઈન કરાશે : ડો.મનસુખ માંડવીયાની જાહેરાત

વૈશ્વિક સ્તરે વધી રહેલા કોરોના સંક્રમણને જોતા કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે.  આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે ચીન, જાપાન, હોંગકોંગ, બેંગકોક અને દક્ષિણ કોરિયાથી ભારત આવતા લોકો માટે આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત રહેશે.  તેમણે કહ્યું કે, આ અંગે ટૂંક સમયમાં વિગતવાર આદેશ જારી કરવામાં આવશે.

માંડવિયાએ કહ્યું કે, અમે આ મુદ્દે ઉડ્ડયન મંત્રાલય સાથે વાત કરી રહ્યા છીએ.  જે મુસાફરોનો આરટીપીસીઆ  રિપોર્ટ પોઝિટિવ આવશે અથવા જેમને તાવ જેવા લક્ષણો જોવા મળશે તેમને ક્વોરેન્ટાઈન કરવામાં આવશે.ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ અને થાઈલેન્ડથી આવતા આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે ઉડ્ડયન મંત્રાલયનો આદેશ જારી કરવામાં આવ્યો છે.  આ અંતર્ગત સ્વાસ્થ્યની વર્તમાન સ્થિતિ જાહેર કરવા માટે એર સુવિધા ફોર્મ ભરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે શનિવારે કહ્યું કે ચીન, કોરિયા અને જાપાનમાં કોવિડના કેસ વધી રહ્યા છે,

પરંતુ કોંગ્રેસને માત્ર એક જ પરિવારની ચિંતા છે.  કોવિડ પ્રોટોકોલને અનુસરવાનો આ સમય છે.  હું રાહુલ ગાંધીને પૂછવા માંગુ છું કે શું તેઓ અથવા કોંગ્રેસના અન્ય નેતાઓ જે હિમાચલના સીએમના સંપર્કમાં આવ્યા હતા અને જેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો

તેઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે?

સરકારે કોરોના વિશે ફેલાવવામાં આવેલા સમાચારોને નકારી કાઢ્યા છે.  સમાચારમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે વધુ સક્રિય કેસ ધરાવતા દેશોમાંથી આવતા મુસાફરો માટે આરટીપીસીઆ રિપોર્ટ ફરજિયાત રહેશે.  આ પછી જ તેમને ભારત આવવાની મંજૂરી આપવામાં આવશે.

આ સમાચારને નકારતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે કેન્દ્ર સરકારે કોરોનાને રોકવા માટે એરપોર્ટ પર રેન્ડમ ટેસ્ટિંગ સહિત અનેક ફરજિયાત પગલાં લીધા છે.  તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે સોશિયલ મીડિયા પર જે માહિતી ફેલાવવામાં આવી રહી છે તે સાચી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.