Abtak Media Google News

દરેક કંપનીઓ પોતાના ફાયદા માટે તેમજ લોકોને આકર્ષવા માટે અવનવી ઓફરો તેમજ સ્કીમો બહાર પાડતી હોય છે. તેવી જ રીતે કતાર એરવેઝે મંગળવારે ‘ ગ્લોબર ટ્રાવેલ બુટિક ’ પ્રચાર અભિયાન બહાર પાડ્યુ છે. જેમાં દુનિયાભરના યાત્રીઓને ઇકોનોમી અને બિઝનેસ ક્લાસ એમ બંને ક્લાસમાં યાત્રા દરમિયાન સસ્તા ભાડાની ઓફર કરી છે. આ સાથે જ મોટા ઇનામો જીતવાની પણ તક આપી રહ્યું છે. જેના કતાર એરવેઝના કોઇપણ સ્થાન પર એક વર્ષ સુધી મફ્તમાં મુસાફરી કરી શકો છો.

આ કં૫નીએ એક નિવેદન જાહેર કર્યુ છે. જેમાં ૧૨ થી ૧૯ સપ્ટેમ્બર દરમ્યાન બિનેસ ક્લાસ અને ઇકોનોમી ક્લાસ બંનેના ભાડામાં ૫૦% સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. સાથે જ ૧૨ થી ૧૯ સપ્ટેમ્બર દરમ્યાન બુકિંગ કરનારને એક ડ્રોમાં ભાગ લેવાનો ચાન્સ મળશે. આ ડ્રો જીતનારને એક વર્ષમાં કોઇપણ કતાર એરવેઝમાં મફ્ત મુસાફરી કરીને ઇનામ જીતવાની તક મળશે. અન્ય ઇનામમાં પ્લેટિનમ પ્રિવિલેજ ક્લબના મેમ્બર બનવાનું બિઝનેશ ક્લાસ માટે કોમ્પ્લિમેન્ટ્રી અપરોડ અને દોહામાં માર્સા મસાજ ધ પર્લ કેમ્પિસ્કી હોટલમાં ૩ રાત રહેવાની ઓફર આપી રહ્યુ છે.

કતાર એરવેઝના ચીફ કર્મનલ ઓફિસર જણાવે છે કે અમારા યાત્રીઓને હવે અલગ-અલગ પેકેજીસ નક્કી કરવાના અને બિઝનેસ તથા ઇકોનોની ક્લાસ બંનેના યાત્રીઓને ભાડામાં ડિસ્કાઉન્ટ મળશે. અને આ સાથે ઇનામો જીતવાનો પણ મોકો મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.