Abtak Media Google News

કોરોના વાયરસની બીજી લહેરે દેશભરમાં હાહાકાર મચાવી દીધો છે. કોવિડ-19ની વૈશ્વિક મહામારીમાંથી ઉગરવા વિશ્વભરના દેશો મથામણમાં જુટાયા છે. આ માટે ભારત સહિત વિશ્વના મોટાભાગના દેશોમાં રસીકરણ ઝુંબેશ જોરશોરથી ચાલી રહી છે.પરંતુ કોરોનાએ ફરી માથું ઉચકતાં ઘણા દેશો બીજી લહેરમાં સપડાયા છે તો ઘણા દેશોમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઇ ગઈ છે. ભારતમાં બીજી લહેર પણ અતિ ઘાતકી સાબિત થઈ છે તેવામાં હવે કોરોનાની ત્રીજી લહેર કહેર મચાવે તે પહેલાં તમામને “કોરોના કવચ” મેળવી લેવા રસી ઉત્પાદકો, ડોક્ટરો તેમજ નિષ્ણાંતોએ સૂચનો કર્યા છે.

Advertisement

હવે કોરોના સામે લડવા નિયમોનું પાલન અને વધુ ને વધુ રસીકરણ જ એક માત્ર વિકલ્પ બચ્યો હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ શક્ય તેટલું ઝડપથી લોકોને રસીકરણ કરવાનો એકમાત્ર રસ્તો છે. કેન્દ્ર ઉપરાંત રાજ્ય સરકારોએ પણ રસી ઉત્પાદકો પાસેથી રસીના ડોઝ ખરીદવા જોઈએ અને ભારતની રસીકરણ ઝુંબેશને વેગવંતી બનાવવી જોઈએ. આ જ પરિબળના ભાગરૂપે દેશમાં 1 મેથી 18 વર્ષથી ઉપરના દરેકને “કોરોના કવચ” મળી જશે.

રસી ઉત્પાદક ત્રણ કંપનીઓ- ભારતની સીરમ ઇન્સ્ટિટ્યૂટ (એસઆઈઆઈ), ભારત બાયોટેક અને ડો. રેડ્ડીઝ લેબોરેટરી હાલમાં રસી વેચવા માટે અધિકૃત છે. સિરમ ઈન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેક કે જેમની પાસે પ્રતિ મહિને  110 મિલિયન ડોઝ રસી ઉત્પાદનની ક્ષમતા છે. જો ભારતના રસીકરણની સંખ્યા હાલના 2 મિલિયનથી દરરોજ 5 મિલિયન સુધી વધે તો 22 દિવસમાં તે સંભવિત થઈ શકે છે. રસી કંપનીઓએ તેમના સૂચક ભાવોની ઘોષણા કરી છે, જે સરકાર માટે રૂ. 400 અને ડોઝ દીઠ ખાનગી બજારમાં રૂ .1000ની રેન્જમાં  છે.

અત્યાર સુધી ભારતે વિશ્વભરના દેશોને પોતાની સ્વદેશી રસીની આયાત કરી છે. રસીની ખેપ મોકલી ભારતે વિશ્વભરના દેશોના દિલ જીત્યા હતા પરંતુ હવે દેશમાં જ એવી સ્થિતિ ઊભી થઈ છે કે ભારતે રસીની નિકાસની જગ્યાએ  આયાત કરવી પડી શકે તેમ છે. સરકારે ખાનગી હોસ્પિટલો અને કંપનીઓને પણ રસી આયાત કરવાની મંજૂરી આપી છે.

અમેરિકન સરકારે મે 2020માં જે જાહેર-ખાનગી  દ્વારા રસી, ઉપચારો અને ડાયગ્નોસ્ટિક્સ ડેવલપ નેનોફેક્ચરીંગ અને વિતરણ દ્વારા ઓપરેશન વાર્પ સ્પીડ (ઓડબ્લ્યુએસ)ની શરૂઆત કરી હતી. લગભગ 10 અબજ ડોલરના રોકાણ સાથે સાત અલગ અલગ રસીઓને ભંડોળ પૂરું પાડી ઉત્પાદન કર્યું હતું. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર જેમ અમેરિકા, ઇઝરાયેલમાં રસીકરણ ઝડપી થઈ રહ્યું છે એ પ્રક્રિયા ભારતમાં પણ હાથ ધરવી જોઈએ. જેથી ત્રીજી લહેરમાં સંક્રમણનો ખતરો ઓછો થાય.

18 વર્ષથી ઉપરનાને ‘કોરોના કવચ’ પુરુ પડાશે ત્યાં ઓગસ્ટ આવી જશે !!

Covid Vaccine Trial

કોરોના વાયરસના ભરડામાંથી બચવા ગાઇડલાઇનનો ચુસ્તપણે અમલ તેમજ રસી મેળવવી જ હિતાવહ છે. વૈશ્વિક મહામારીના કપરાકાળમાંથી ઊગરવા રસીકરણને વધુ તેજ બનાવવાની આવશ્યકતા ઉભી થઇ છે. જેના ભાગરૂપે આગામી 1લી મે થી 18 વર્ષથી ઉપરના તમામ લોકોને પણ “કોરોના કવચ” આપી વાયરસ મુક્ત બનાવાશે. દેશમાં 1 મેથી વધુ લાખો લોકો ડોઝ માટે પાત્ર બનશે. પરંતુ દેશના તમામ પુખ્ત અને તેથી વધુ વયનાઓને “કોરોના કવચ” પૂરું પડાતા ઓગસ્ટ માસ આવી જશે.

તાજેતરમાં ભારત દ્વારા રશિયાની સ્પુટનિક-ટને પણ મજૂરી આપી દેવાઈ છે. પણ આ વિદેશી રસીઓને આવવામાં હજુ સમય લાગી શકે તેમ છે, જો કે ઘરેલું ઉત્પાદકો જેવા કે સિરમ ઈન્સ્ટિટ્યૂટ, ભારત બાયોટેકે અને ડો. રેડ્ડીઝ લેબોરેટરી

અગાઉથી જ માંગને ધ્યાનમાં રાખી વધુ જથ્થાના ઉતાપદન માટે સંઘર્ષ કરી રહ્યાં છે. આ વર્ષે જાન્યુઆરીમાં ભારતે સત્તાવાર રીતે તેની પ્રથમ આયાતી રસીનો ઓર્ડર આપ્યો ત્યાં સુધીમાં, યુ.એસ. જેવા અન્ય લોકોએ નવ જુદા જુદા ઉત્પાદકોના એક અબજ ડોઝથી વધુના સોદાની પુષ્ટિ કરી લીધી. ભારતમાં પણ આ પ્રકારે ઝડપથી રસીકરણ અભિયાન થાય એ તાતી જરૂરિયાત છે. ભારત યુવાધન ધરાવતો વિશ્વનો સૌથી મોટો દેશ છે અને હવે અઢાર વર્ષની ઉંમરના તમામ લોકોને આવરી લેવામાં આવતા રસીની માંગ પણ વધુ વધશે. પુખ્તવયના તમામ લોકોને રસી અપાઈ ત્યાં સુધીમાં ઓગસ્ટ માસ આવી જાય તેવી સ્થિતિ છે જોકે રસીકરણ ઝુંબેશ વધુ તેજ બનશે તો સમય ઘટાડી શકાય તેમ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.