Abtak Media Google News

વિરાણી સ્કુલના મેદાનમાં  સતત ચોથા વર્ષે વેલકમ નવરાત્રીનું આયોજન

સુથાર સમાજની સંસ્થા જી.એચ.પી. ગ્રુપ દ્વારા સુથાર જ્ઞાતિના ભાઇઓ-બહેનો માટે ગજજર મહોત્સવનું જાજરમાન આયોજન વિરાણી સ્કુલના વિશાળ ગ્રાઉન્ડમાં સોમવાર તા. ૮ ને સાંજે ૭ થી ૧૨ના કરવામાં આવ્યું છે.

૫૦૦૦ ખેલૈયાઓ રમી શકે એવું અને ૮૦૦૦ જ્ઞાતિજનો આ રાસોત્સવ ને નિહાળી શકે તેવી અલાયદી બેઠક વ્યવસ્થા ની સાથે સાથે ૧ લાખ વોટ લાઇન એરે સાઉન્ડ સીસ્ટમ, જાકમજૌળ વ્હાઇટ લાઇટીંગ, અઘ્યતન ફુડ ઝોન, પાકીંગ, એકસ મીલટ્રીમેન સીકયુરીટી અને અનુભવી બાઉન્સરો દ્વારા સુરક્ષીત સમગ્ર કાર્યક્રમ આ કાર્યક્રમમાં જ્ઞાતિની નાની બાળાઓના હસ્તે આરતી કરીને દાંડીયા રાસનો કાર્યક્રમ શરુ કરાશે. આ રાસોત્સવ મા રાજકીય આગેવાનો સરકારી અમલદારો, અગ્રણી ઉઘોગપતિઓ, સામાજીક આગેવાનો, બહાર ગામની સુથાર જ્ઞાતિ સંસ્થાઓના હોદેદારો ઉ૫સ્થિત રહેશે તેવું અબતકની મુલાકાતે આવેલા આગેવાનોએ કહ્યું હતું.

મુંબઇનું મશહુર ઓરકેસ્ટ્રા અને મુંબઇના સુમધુર ગાયકો ગરબાની રમઝટ બોલાવશે. તેમની સાથે  વિશેષ ઉ૫સ્થિતિમાં ગરબા કવીન ગાવિન પટેલ અને અમદાવાદના પ્રખ્યાત એન્કર દિગિશા ગજજર ખેલૈયાઓને પ્રોત્સાહીત કરશે. શહેરનાં નામાંકિત નિર્ણાયકો દ્વારા સીલેકટશન કરવામાં આવશે અને ખેલૈયાઓને લાખેણા ઇનામો પણ અપાશે સમગ્ર કાર્યક્રમનું એકરીંગ રાજકોટના પ્રખ્યાત આર.જે. સુજલ દ્વારા કરવામાં આવશે.

આ આયોજનને સફળ બનાવવા જી.એચ.પી. ગ્રુપના યોગીનભાઇ છનીયારાની આગેવાની હેઠળ અનીલ ખંભાયતા કીરીટ જોલાપરા, વૈભવ તલસાણીયા, મનીષ દસાડીયા, અશોક અધેરા, રીતેષ ધ્રાંગધરીયા, જનક પંચાસરા, ચંદ્રેશ વિસાવડીયા, પિયુષ અધેરા, અનિલ કથ્રેચા, જીગર ધોરેચા, હાર્દિક ખંભાયતા વિરાજ સહીત ૬૦ લોકોની અલગ અલગ સમીતીઓ જહેમત ઉઠાવી રહ્યા છે. રમવાના તથા એન્ટ્રી ફી પાસ મેળવવા માટે સંપર્ક રવિ ગ્લાસ એન્ડ મેટલ, રાજનગર ચોક ક્રીષ્ના કોમ્પલેકસ રાજકોટ તથા સ્કાય કાર્ડ એન્ડ ગીફટ, શ્યામ કોમ્પલેકસ રોયલ ઝેરોક્ષ સામે મવડી મેઇન રોડ અને રવિ રાંદલ ફર્નીચર રણછોડદાસ આશ્રમ સામે સંતોષ પાનની બાજુમાં કુવાડવા રોડ સંપર્ક કરવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.