Abtak Media Google News

ગિફ્ટ સિટી(ગુજરાત ઈન્ટરનેશનલ ફાયનાન્સ ટેક)ની આઇએફએસસી – ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટરઓફિસમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. જેમાં એડમિન ઓફિસ આખી આગની ઝપટમાં આવી ગઈ છે. આ આગને કાબૂમાં લેવા માટે બે ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચી ગયા છે. જોકે આગ એક કલાકથી વધુ સમય પસાર થઈ ગયો હોવા છતાં આગ કાબૂમાં ના આવતા ગાંધીનગર ફાયર ટીમે અમદાવાદથી ફાયર ફાઈટર મગાવ્યા છે. આથી અમદાવાદથી બે ગજરાજ(ફાયર બ્રિગેડના વાહનો) અને 8 કર્મચારીઓને મોકલવામાં આવ્યા છે. આ આગને પગલે ગિફ્ટ સિટી અને તેની આસપાસના વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો છે. હાલ આગ પર કાબૂ મેળવવાની કામગીરી ચાલી રહી છે.

Whatsapp Image 2018 02 05 At 4.49.22 Pm
શું છે ગિફ્ટ સિટી…..
ગિફ્ટ સિટીનો પ્રોજેક્ટ વર્ષ 2007માં શરૂ થયો હતો. તેની પાછળનો ઉદ્દેશ ભારત માટે આંતરરાષ્ટ્રીય કક્ષાનો ફાઇનાન્સ અને આઇટી ઝોન બનાવવાનો હતો, જે ભારતને જ નહીં, પણ સંપૂર્ણ વિશ્વને સેવા પ્રદાન કરે.ભારતનું પ્રથમ ઇન્ટરનેશનલ સ્ટોક એક્સચેન્જ આવેલું છે. આ એક્સચેન્જ ગિફ્ટ સિટીમાં આઇએફએસસી – ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટરનો ભાગ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.