Abtak Media Google News

અબતક, અમદાવાદ

ગુજરાતને આંતરરાષ્ટ્રીય સ્તરે એક મહત્વનું નાણાંકીય હબ બનાવવા માટે રૂપાણી સરકારે કવાયત હાથ ધરી છે. આ માટે ગાંધીનગર ખાતે સ્થિત ગિફ્ટ સીટી સ્થાપિત થઈ છે. જેનું કદ વધારવા હવે જીઆઇડીસી અને ગુજરાત મેરિટાઇમ બોર્ડ પણ આ ગીફ્ટની ટ્રેનમાં સવાર થયા છે. ગયા વર્ષે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી કંપની લિમિટેડ- ગિફ્ટ સીટી માંથી દેવાગ્રસ્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ એન્ડ ફાઇનાન્સ સર્વિસીસ બહાર નીકળ્યા બાદ, ગુજરાત સરકારે તાજેતરમાં  રાજ્ય સરકારની માલિકીની બે કંપનીઓને ગિફ્ટ સાથે જોડી છે.

ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ- જીઆઈડીસી કે જે એક નોડલ એજન્સી જે રાજ્યમાં ઔદ્યોગિક વસાહતોના વિકાસમાં મહત્વનો ફાળો ભજવે છે. તે હાલમાં ગિફ્ટ સિટીમાં લગભગ 20% હિસ્સો ધરાવે છે જ્યારે ગુજરાત મેરીટાઇમ બોર્ડ કે જે રાજ્યના તમામ બિન-મુખ્ય બંદરો અને બંદર આધારિત વિકાસ માટે એક નિયામક બોર્ડ છે. જેણે ગિફ્ટ સિટીમાં 20% ઇક્વિટી હિસ્સો ખરીદ્યો છે. આ માટે સરકારે લગભગ 425 કરોડ રૂપિયાની ઇક્વિટીનો ઉપયોગ કર્યો છે. ઈંકઋજ એ ગુજરાત સરકારને ૠઈંઋઝઈકમાં તેના 50% હિસ્સાનું વેચાણ પૂર્ણ કર્યા બાદ આ બાકીનું હિસ્સો ધરાવતી ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની લિ. ઈંકઋજ ને ગયા વર્ષે વેચાણની વિચારણા તરીકે શેર માટે 32.71 કરોડ રૂપિયા ઇક્વિટી મૂલ્ય તરીકે મળ્યા હતા.

ગિફ્ટ સિટીમાં કુલ ચૂકવેલ મૂડી લગભગ એક વર્ષ પહેલા લગભગ 65.40 કરોડ રૂપિયા હતી અને અત્યારે લગભગ 490 કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ અંગે સંબધિત એક અધિકારીએ જણાવ્યું  કે, જીયુડીસીએ રૂ. 225 કરોડની ઇક્વિટી દાખલ કરી છે, જેનાથી તે ગિફ્ટ સિટીમાં લગભગ 60% હિસ્સો ધરાવે છે. જ્યારે જીઆઈડીસી અને જીએમબીએ એમ બંનેએ 20% હિસ્સા માટે 100 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

ગિફ્ટ સિટીના એમડી અને ગ્રુપ સીઇઓ તપન રેએ જણાવ્યું  કે સરકાર દ્વારા ૠઈંઋઝ સિટીમાં સંપૂર્ણ હિસ્સો લેવા સાથે, ૠઈંઋઝ સિટીના તમામ હિસ્સેદારોમાં વિશ્વાસ મજબૂત થયો છે. ૠઈંઋઝ સિટીને કેન્દ્ર સરકારના પણ સતત સહાયથી વિભિન્ન પ્રોજેક્ટને વધુ વેગ મળ્યો છે. નાણાકીય સંસ્થાઓ અને આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવાઓ સાથે સંકળાયેલા લોકોની ભાગીદારીની દ્રષ્ટિએ નોંધપાત્ર વૃદ્ધિનો માર્ગ. વધુ મોકળો બન્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.