Abtak Media Google News

માણસના પદ કરતાં માનવતા મોટી

Screenshot 8 13

Advertisement

મામલતદાર, ગીર ગઢડા રથવી સાહેબએ પોતાની કચેરીની લોબીમાં એક હાથમાં થેલી અને બીજા હાથમાં ડોક્યુમેન્ટ સાથે મોટી ઉંમરના માજીને જોયા હતા .  સેવક મારફત માજીને બોલાવી પાણી આપ્યું અને માજીને ઓફિસ આવવાનું કારણ પૂછ્યું અને ડોક્યુમેન્ટ ચકાસ્યા. તો જાણવા મળ્યું કે, માજી મૂળ જરગલી ગામના હતા અને એમનું નામ દૂધીબેન ભાણજીભાઈ ગોહિલ હતું. ઉમર ૮૦ વર્ષ અને સિનિયર સિટીઝનનું કાર્ડ કાઢવા ઓફિસ આવ્યા હતા.

મામલતદારે  હકીકત જાણી અને ATVT નાયબ મામલતદાર, એન. કે. વાળાને બોલાવી અને સિનિયર સિટીઝન કાર્ડ માટે માજીના આધારો ચકાસી અને આગળ કાર્યવાહી કરવા જાણ કરી હતી .

માજી પાસેથી માહિતી મેળવતા જાણવા મળ્યું કે, વિધવા સહાય ચાલુ છે. માટે સિનિયર સિટીઝન કાર્ડ કાઢવા માટે અરજી તથા આધારો સહિત ઓનલાઇન કાર્ડ કાઢી આપવામાં આવ્યું અને મામલતદાર સાહેબ દ્વારા માજીને સ્વહસ્તે કાર્ડ આપવામાં આવ્યું. પુરવઠા શાખા માંથી પણ કોઈ સહાય આપી શકાય એમ હોય તો જાણી લેવા કહ્યું. આજની ભાગતી દોડતી દુનિયા અને અને પ્રશ્નો થી ઉભરાતી કચેરીઓમાં આવા અધિકારીઓ ખૂબ ઓછા મળે છે, જે અરજદારોની પરિસ્થિતિ ઓળખી શકે.

મનુ કવાડ 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.