Abtak Media Google News

ગીર ગઢડા સમાચાર

ગીર ગઢડાના આહિર બહેનો દ્વારા તુલશીશ્યામ તેમજ  દ્રોણેશ્વર મહાદેવને દ્વારકા અખીલ ભારતીય આહિરાણી મહારાસ સંગઠન દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે . અખીલ ભારતીય આહિરાણી મહારાસ સંગઠન દ્વારા દ્વારકા ખાતે આહિરોના ઈષ્ટદેવ ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં મહારાસ યોજાવા જઈ રહ્યો છે ત્યારે મધ્ય ગીરમાં આવેલ તુલશીશ્યામ ખાતે ભગવાન શ્યામ સુંદરના શરણોમાં આમંત્રણ પાઠવવામાં આવ્યું છે . Screenshot 2 4

Advertisement

આહિર બહેનો આવ્યા ત્યારે ગીર ગઢડા તાલુકાના આહિર બહેનો બહોળી સંખ્યામાં જોડાયા હતા તેમજ બહેનો દ્વારા શ્યામ સુંદર ભગવાનની ધુન ભજન સાથે કંકોત્રી શ્યામ સુંદર ભગવાનને અર્પણ કરી દ્વારકા મહારાસમાં  પધારવા વિનંતી તેમજ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું . તુલશીશ્યામ ખાતે શ્યામ સુંદર ભગવાનના પટાંગણમાં બહેનો દ્વારા રાસ ગરબા, ધુન ,ભજન સાથે કંકોત્રી શ્યામ સુંદર ભગવાનને અર્પણ કરી હતી .

મનુ કવાડ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.