Abtak Media Google News

ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ દ્વારા વેરાવળના સર્કીટ હાઉસ ખાતે પ્રદેશ કોંગ્રેસ અગ્રણી ધીરસિંહભાઈ બારડની અધ્યક્ષતામાં અને જિલ્લા મહિલા કોંગ્રેસની પ્રભારીઓની ઉપસ્થિતિમાં રાજીવ ગાંધીની પુણ્યતિથીની ઉજવણી કરવામાં આવી હતી. સાથે રાજીવ ગાંધીના આદર્શો અને નીતિઓને ઉજાગર કરવાની નેમ સાથે વિશાળ સંખ્યામાં જિલ્લા ભરના આગેવાનો જોડાયા હતા અને આગામી દિવસોમાં રાજીવજીએ સેવેલ સ્વપન્ન મુજબનું ભારતનું નિર્માણ કરવા સંગઠીત બની દેશહિતમાં જરૂરી પ્રયાસો કરવાનો સંકલ્પ કરવામાં આવેલ અને સંમેલન પૂર્ણતા બાદ ટાવર ચોકમાં રાજીવજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી કેન્ડલ માર્ચ સાથે પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવેલ.

આ કાર્યક્રમમાં કોડીનાર ધારાસભ્ય મોહનભાઇ વાળા, કોંગ્રેસ અગ્રણીઓ કરશનભાઇ બારડ, ડી.બી.સોલંકી, નારણભાઇ મેર, વલ્લભભાઈ માકડીયા, હીરાભાઈ રામ, ભગુભાઈ વાળા, પ્રતાપભાઈ ડોડીયા, અમુભાઈ સોલંકી, ડાયાભાઇ વઘાસીયા, પીન્ટુભાઇ બારડ, હમીરભાઇ વાઢીયા, પંકજભાઈ યાદવ, મનસુખભાઇ ગોહેલ, મનસુખભાઇ મકવાણા, ફારૂકભાઈ પેરેડાઇઝ, અનવરભાઈ ચૌહાણ, શબ્બીરભાઈ ચૌહાણ, તસ્લીમ કાજી સહિતના જોડાયા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.