Abtak Media Google News

ગીર-સોમનાથ સમાચાર

દેશના વિવિધ જિલ્લાઓમાં રહેલાં આદિ જાતિના લોકોને સરકારી યોજનાઓના તમામ લાભો સેચ્યુએશન પોઈન્ટ સુધી આપી શકાય તે માટે દેશભરમાં પ્રધાનમંત્રી જનમન કાર્યક્રમ કાર્યરત છે. ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર શ્રી એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને તા.૧૫ જાન્યુઆરીના રોજ આ અંગે માધવપુર ખાતે યોજાનાર કાર્યક્રમનું સુચારું આયોજન કરવા જરૂરી સંકલન માટે કલેક્ટર કચેરી, ઈણાજ ખાતે સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઇ હતી.Whatsapp Image 2024 01 10 At 10.42.56 03Ebd358

આ બેઠકમાં કલેક્ટરશ્રીએ ‘પ્રધાનમંત્રી જનમન’ કાર્યક્રમ અંતર્ગત આદિમ જૂથના લોકોને સરકારની વ્યક્તિગત તમામ યોજનાઓનો લાભ મળી રહે અને પીએમ જનમન કાર્યક્રમનું યોગ્ય આયોજન કરવા સંબંધિત અધિકારીશ્રીઓને માર્ગદર્શિત કર્યાં હતાં.

પ્રાયોજના અધિકારીશ્રી જાડેજાએ પીએમ જનમન કાર્યક્રમની વિગતો આપી આગામી તા.૧૫ જાન્યુઆરીના રોજ લેઉવા પટેલ સમાજ, માધવપુર ખાતે પીએમ જનમન કાર્યક્રમ યોજાશે અને આ કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ સાદી માર્ગદર્શિત કરશે તેની વિગતો આપી હતી. આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે અને સરકારની વિવિધ યોજનાનો લાભ આદિમજૂથના લોકોને મહાનુભાવોના હસ્તે આપવામાં આવશે.Whatsapp Image 2024 01 10 At 10.42.56 22887960

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવિન્દ્ર ખતાલે,અધિક કલેક્ટર શ્રી બી.વી.લીંબાસિયા, પ્રાંત અધિકારી શ્રી કે.વી.બાટી, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી એન.બી.મોદી, જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી રોય, નાયબ ક્લેકટર-૧ શ્રી ભૂમિકાબેન વાટલિયા, વેરાવળ ગ્રામ્ય મામલતદાર શ્રી આરજૂબેન ગજ્જર, વેરાવળ શહેર મામલતદાર શ્રી શામળા, તાલાલા મામલતદાર શ્રી વ્યાસ સહિતના સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

અતુલ કોટેચા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.