Abtak Media Google News

શિબિરમાં ૧૩૦ મહિલાઓની ઉપસ્થિતિ સંરક્ષણ અધિકારીએ માર્ગદર્શન આપ્યું

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અંતર્ગત મહિલા સામખ્ય ગીર સોમનાથ અને જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી, સહ રક્ષણ અધિકારી ગીર સોમનાથના સંયુકત ઉપક્રમે મહિલાઓને આરોગ્ય તથા ઘરેલુ હિંસા ૨૦૦૫ કાયદા અનવયે માર્ગદર્શન શિબિરનું આયોજન તા.૨૬//૨૦૧૯ના કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં મહિલાઓને ઉપયોગી આરોગ્ય સંભાળ અને તકેદારીઓને તથા ઘરેલુ હિંસા કાયદા ૨૦૦૫ના વિષય પર માર્ગદર્શન તજજ્ઞ દ્વારા આપવામાં આવ્યું.

આ શિબિરમાં જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી તેમજ મહિલા સામખ્યના અધિકારી ઉષાબેન, ડો.સિકોતરીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સિવિલ હોસ્પિટલ ખાતે સખી વન સેન્ટરમાં સેન્ટ્રલ એડમીનીસ્ટ્રેટર મકવાણા સેજલબેન દ્વારા પીડિત મહિલાઓને એક જ સ્થળેથી તમામ સેવાઓ પુરી પાડવા બાબતે માહિતી આપેલ. કાર્યક્રમમાં મહિલા સામખ્યના ગામડાઓના બહેનો નારી અદાલત વનીતા બામશીયા તાલુકા કોર્ડીનેટર પીવીએસસી કાઉન્સેલર કંડોળીયા અલ્ફાબેન તેમજ સરકારી વકીલ દ્વારા મહિલાઓને ઉપયોગી માહિતી આપવામાં આવેલ. કાર્યક્રમને સફળ બનાવવા માટે કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવેલ હતી. કાર્યક્રમમાં ૧૩૦ મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.