Abtak Media Google News

ગીર ગઢડા તાલુકાના ફાટસર ગામના યુવાન પર પ્રેમ સંબંધના કારણે યુવતીના ભાઇએ છરીના ઘા ઝીંકી ખૂની હુમલો કરતા પોલીસે હત્યાનો પ્રયાસ અંગેનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ફાટસર ગામના ઘનશ્યામ રામજીભાઇ સાંખટ નામના યુવાનનને તેના જ ગામના રાકેશ રવજી કોટડીયા નામના શખ્સે પડખામાં છરીનો ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કર્યાની ભૂપત રામજીભાઇ સાંખટે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.ઘનશ્યામ સાંખટ હાઇસ્કૂલ પાસે હતો ત્યારે ત્યાં રાકેશ કોટડીયા છરી સાથે ગયો હતો અને મારી બહેન સાથે મોબાઇલમાં વાત કેમ કહે છે કહી પડઘામાં છરીનો એક ઘા ઝીંકી દીધો હતો.

ગંભીર રીતે ઘવાયેલા ઘનશ્યામ સાંખટને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ તેના ભાઇ ભૂપત સાંખટની ફરિયાદ પરથી રાકેશ કોટડીયા સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.