Abtak Media Google News

આઇ.આઇ.ટી. – જી.ઇ.ઇ.ની પરીક્ષામાં માત્ર ૧૪ ટકા છોકરીઓ ઉર્તીણ

આઇ.આઇ.ટી. – જી.ઇ.ઇ. હેઠળ કુલ ૨.૨ લાખ વિઘાર્થઓ દ્વારા આ વર્ષે લેખીત પરીક્ષા આપવામાં આવી હતી. આ ઉર્તીણ થવામાં ગત વર્ષ કરતા ૨૦,૦૦૦ વિઘાર્થીઓ વધારે પાસ થયા હતા છતાં આ ઉર્તીણ થનારમાં છોકરાઓ અને છોકરીઓ વચ્ચે મોટો તફાવત જોવા મળ્યો છે. જેમાં કુલ પાસ વિઘાર્થીઓમાંથી માત્ર ૧૪ ટકા જ ઉતીર્ણ થઇ છે.

હૈદ્દરાબાદના માધુપુરની વતની રમ્યા નારાયનાસામી સમગ્ર દેશમાં ૩૫માં ક્રમે રહી હતી તેમજ કેરાલાની શાફીલ માહી સાઉથ ઝોનમાંથી ટોચના ક્રમે ઉતીર્ણ થઇ હતી. દેશભરના ૫૦,૪૫૫ પરીક્ષાર્થીઓમાંથી કુલ ૧૦,૨૪૦ વિઘાર્થીઓએ આઇ.આઇ.ટી. મદ્રાસ ઝોનમાંથી પરીક્ષા આપી હતી. તેમજ આઇ.આઇ.ટી. બોમ્બે ૯,૮૯૩ વિઘાર્થીઓએ સાત ઝોનમાંથી બીજા ક્રમે ઉતીર્ણ થયા હતા.

આ પરીક્ષામાં ઉતીર્ણ થનાર વિઘાર્થીઓમાં દિલ્હીના ૯૨૦૭, કાનપુરના ૬૮૯૦, ખડગ પુરના ૬૧૩૮, રુરકીના ૫૦૫૦ અને ગૌહાટીના ૩૧૧૮ મદ્રાસમાંથી જી.ઇ.ઇ એડવાન્સ આ વર્ષે પાસ કરી હતી. રોરકી અને દિલ્હી ઝોનના ત્રણ વિઘાર્થીઓએ ટોચના ૧૦ ક્રમે રહ્યા હતા. બોમ્બેના  ર અને મદ્રાસ તથા કાનપુરના બન્નેના ૨-૨ જયારે સાઉથ ઝોનમાંથી મોટી સંખ્યામાં ૧૦૦ વિઘાર્થીઓ ટોચનો ક્રમ મેળવ્યો હતો.

૨૦૧૬મ)ં ૨.૨ લાખ વિઘાર્થીઓની સરખામણીમાં આ વર્ષે ૨૦૦૦૦ વધુ લોકોએ પરીક્ષા પાસ કરી હતી. જયારે ૨૦૧૫માં ૧.૫ લાખ હતી જે ૨૦૧૬માં ૨ લાખ થઇ હતી. જેનું કારણ આઇઆઇટીની સીટોમાં કરવામાં આવેલો વધારો છે.

આ વખતે ઉતીર્ણ થનાર વિઘાર્થીઓમાં જાતિગત તફાવત મોટો જોવા મળ્યો હતો. ૩૩,૩૫૮ વિઘાર્થીનીઓએ પરીક્ષા આપી હતી. જયારે વિઘાર્થીઓમાંથી ૧.૩૮ લાખે આ પરીક્ષા આપી હતી.

૪૩,૩૧૮ છોકરાઓએ ૮૬ ટકા સાથે આ પરીક્ષા સફળતાથી પાસ કરી હતી જયારે માત્ર ૭,૧૩૭ છોકરીઓ ઉતીર્ણ થઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.