Abtak Media Google News

સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાત છેલ્લા એક સપ્તાહથી કાતીલ ઠંડીની આગોસમાં સપડાયુંછે. વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસર અને ઉતર ભારતના રાજયોમાં સતત બરફવર્ષાના કારણે સતતઠંડીનું જોર વધી રહ્યું છે. જુનાગઢમાં ગીરનાર પર્વત પર આજે લઘુતમ તાપમાનનો પારો ૪.૬ ડિગ્રી આસપાસ પહોંચી જવા પામ્યો હતો તો કચ્છનું નલીયા આજે ૫.૮ ડિગ્રી સેલ્શીયસ સાથે રિતસર ઠીંગરાય ગયું હતું.રાજકોટમાં પણ સુસવાટા મારતા ઠંડા પવનોના કારણે લોકો થરથર ધ્રુજયા હતા.વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરતળે આજે ઉતર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાપામ્યું છે.

કચ્છના નલીયામાં આજે પણ હાડ થીજાવતી ઠંડીનો અનુભવ લોકોએ કર્યો હતો. ગઈકાલ કરતા આજે નલીયાના લઘુતમ તાપમાનમાં અડધો ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો.આજે નલીયાનું લઘુતમ તાપમાન ૫.૮ ડિગ્રી સેલ્શીયસનોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૬ ટકા અને ગઈકાલનુંમહતમ તાપમાન ૨૮.૬ ડિગ્રી સેલ્શીયસ રહેવા પામ્યું હતું.ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં નલીયામાં બીજીવાર લઘુતમ તાપમાનનો પારો ૫.૮ ડિગ્રી સેલ્શીયસ નોંધાયો છે. સતત નીચા જતા તાપમાનના કારણે નલીયાવાસીઓ ઠુંઠવાય ગયા છે.

Winter 2

રાજકોટમાં આજે ઠંડીનું જોર ઘટયું હતું. ગઈકાલ કરતા આજે તાપમાનનો પારો સવા ડિગ્રી સુધી ઉંચકાયો હતો. આજે રાજકોટનું લઘુતમ તાપમાન ૧૨.૨ ડિગ્રી સેલ્શીયસ રહેવા પામ્યો હતો. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૬ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૧૩ કિમી પ્રતિ કલાક રહેવા પામી હતી. ઠંડાગાર પવનોનું જોર ચાલુ રહેતા શહેરીજનો સતત ગરમ કપડામાં વિંટોળાયેલા જોવા મળતા હતા. પારો ઉંચકાયો હોવા છતાં લોકોને કાતીલ ઠંડીમાં રાહત મળી ન હતી.

જુનાગઢ પણ આજે ગાત્રો થીજાવતી ઠંડીમાં ઠીંગરાયું હતું. જુનાગઢનું લઘુતમ તાપમાન ૯.૬ ડિગ્રી અને મહતમ તાપમાન ૧૧ ડિગ્રી નોંધાયું હતું. લઘુતમ તથા મહતમ તાપમાનમાં માત્ર દોઢ ડિગ્રીનું અંતર રહેતા સોરઠવાસીઓ દિવસભર કાતીલ ઠંડીમાં ઠુંઠવાયા હતા. ગિરનાર પર્વત પર તાપમાનનો પારો ૪.૬ ડિગ્રી આસપાસ પહોંચી ગયો હતો. ગિરનાર ઠંડોગાર બની જતા ભાવિકોના ઘસારો ઓછો જોવા મળ્યો હતો.

Winter 3

વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરતળે આગામી બે દિવસ સુધી ઉતર ગુજરાતમાં વાદળછાંયુ વાતાવરણ રહે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. આજે સવારથી અમદાવાદમાંવાતાવરણ વાદળછાંયુ રહેવા પામ્યું છે. જમ્મુ-કાશ્મીર સહિત ઉતર ભારતનાં રાજયોમાં સતત બરફ વર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીનું જોર વધે તેવી સંભાવના રહેલી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.