Abtak Media Google News

ગીરસોમનાથ જિલ્લા ભાજપ દ્વારા ગઈકાલે ભાજપ જિલ્લા અધ્યક્ષ  ઝવેરીભાઈ ઠકરાર ની આગેવાનીમાં ભાજપ નાં કાર્યકર્તાઓએ બહોળી સંખ્યામાં રેલી સ્વરૂપે  કલેકટર ને રાફેલ મુદ્દે આવેદનપત્ર આપ્યુ હતું.

Advertisement

રાફેલપર ચોકીદારની ઈમાનદારી પર સુપ્રીમની મહોર લાગતા ભાજપ કોંગ્રેસ સામે આક્રમક બની છે અને રાહુલને દેશની અને સેનાની માફી માંગવાની માંગ કરી રહી છે. દેશભરમાં ભાજપ સિનિયર નેતાઓ દ્વારા પ્રેસ વાર્તાયોજી રાહુલને સવાલો પૂછવામાં આવી રહ્યા છે. સુપ્રિમ કોર્ટે જ રાફેલપર રાહુલના તમામ જૂઠ ખુલ્લા પાડતા ભાજપ રાહુલને માફી મંગાવવા દબાણ કરી રહી છે અને પ્રેસ વાર્તાઓયોજી દેશભરમાંથી રાહુલને સવાલ પૂછી રહી છે.

ભાજપદ્વારા રાહુલને મુખ્યત્વે આ સવાલો કરવામાં આવી રહ્યા છે, જેમાં  રાફેલ મુદ્દે રાહુલે દેશની જનતા સામેજેટલા જૂઠ બોલ્યા તેનું સોર્સ ઓફ ઇન્ફોર્મેશન (માહિતી સ્ત્રોત)શું છે? કોના ઈશારે રાહુલ આ જૂઠ બોલી રહ્યા હતા?  ૨૦૦૭ માં કોંગ્રેસ સરકારે ડીલની પ્રક્રિયાને ફાઇનલ કરવાની શરૂઆત કરી હતી તો ૨૦૦૭ થી ૨૦૧૪ સુધીમાં કેમ ડીલ ફાઇનલ ના થઈ? શું આમાં કમિશનની રકમ ફાઇનલ કરવાને લઈને વાર લગાડવામાં આવી?

ભાજપઅધ્યક્ષ અમિત શાહે પણ પ્રેસવાર્તામાં આ સવાલો ઉઠાવ્યા હતા અને પાંચથી છ વખત રાહુલને તેની માહિતીનો સ્ત્રોત જણાવવા ભારપૂર્વક સવાલ કર્યા હતા. અહેવાલો અનુસાર રાફેલ વિવાદ ઉઠાવ્યા પહેલા રાહુલ ગાંધીએ જર્મનીમાં આંતરરાષ્ટ્રીય ડિફેન્સ લોબી સાથે ગુપ્ત મિટિંગ કરી હતી જેમાંતેઓએ રાહુલને આ મુદ્દાઓ ઉઠાવવા કહ્યું હતું અને આ મુદ્દે જરૂરી સહાય કરી હતી.ભાજપના આ સવાલ પર કોંગ્રેસ કે રાહુલ બંને માંથી કોઈએ જવાબ આપ્યો નથીઅને આ જર્મનીની ગુપ્ત મિટિંગ અને માહિતી સ્ત્રોત વિસે સ્પષ્ટતા કરી નથી જેથી કોંગ્રેસપર શંકાના વાદળો ઘેરાઈ રહ્યા છે અને દેશની સુરક્ષા સાથે ગદારી કરવાના આરોપ લાગી રહ્યાછે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.