Abtak Media Google News

રાજ્યના ૩ હજારથી વધુ કર્મચારીઓએ રણશિંગુફૂંક્યુ  ઉકેલ નહીં આવે તો ૨૪મીએ ઉપવાસ,૩૧મીએ માસ સીએલ

સુરેન્દ્રનગર જિલ્લામાં ખાનગી એજન્સી દ્વારા રિ સર્વેની ક્ષતિ ભરેલી કામગીરી બાદ ગુજરાત રાજય લેન્ડ રેકોર્ડ વર્ગ-૩ના કર્મચારીઓને દબાણ કરી માનસિક ત્રાસ અપાતો હોવાની રાવ સાથે રાજયભરના ૩ હજારથી વધુ કર્મચારીઓ સાથે જિલ્લાના ૫૦થી વધુ કર્મચારીઓએ આંદોલનનું રણશિંગુ ફૂંકયુ છે. તા. ૧૭થી કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી સતત બીજા દિવસે કામગીરી કરી રહ્યા છે.

Advertisement

સમગ્ર રાજયમાં રિ સર્વેની કામગીરી સ્થળપર જઇ માપણી કર્યા વગર જ ખાનગી એજન્સીઓએ કરી નાંખી હોવાની રાવ ઉઠી રહી છે. આથી સર્વે નંબરોની નવેસરથીમા પણી કરી તેના નકશા તેમજ ક્ષેત્રફળમાં સુધારો કરવાની કામગીરી ગુજરાત લેન્ડ રેકર્ડનાવર્ગ-૩ના કર્મચારીઓ પર થોપી દેવાઇ છે. ટૂંકા સમયગાળામાં અશકય લક્ષ્યાંક આપીને કામગીરી કરવા માનસિક દબાણ કરાતુ હોવાની રાવ સાથે રાજયના ૩ હજારથી વધુ કર્મચારીઓ સાથે જિલ્લાના ૫૦થી વધુ કર્મચારીઓ આંદોલનના માર્ગે છે.  તા. ૧૭ ડિસેમ્બરથીકચેરીમાં કાળી પટ્ટી ધારણ કરીને કર્મચારીઓ કામગીરી કરે છે. જોઆ પ્રશ્નનો નીવેડો નહી આવે તો આગામી સમયમાં તા. ૨૪થી પ્રતિક ઉપવાસઅને તા. ૩૧ના રોજ માસ સીએલ સહિતના કાર્યક્રમોની ચીમકી પણ ઉચ્ચારવા માં આવી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.