Abtak Media Google News

ગ્રાહકોએ પોતાનું ઈ-મેઈલ એડ્રેસ એકવાર રજીસ્ટર કરાવવું પડશે

બીએસએનએલનાં ‘ગ્રો ગીન’ પ્રોજેકટ અંતર્ગત બીએસએનએલના તમામ ગ્રાહકોને ‘ઈ-મેઈલ’થી બીલ મોકલવાની સવલત સાથે બીલ દીઠ રૂ.૧૦નું ડિસ્કાઉન્ટ અપાશે.સમયસર બિલ મેળવવાની સુવિધા સાથે દરેક ગ્રાહક તેના ઈ-મેઈલ બોક્ષમાં બીલ મેળવી શકશે. બીએસએનએલ દ્વારા ગ્રો ગ્રીન પ્રોજેકટ માટે તમામ ગ્રાહકોએ પોતાના ઈ-મેઈલ એડ્રેસ ગ્રાહક સેવા કેન્દ્રો ખાતે ફોર્મ ભરી ફકત એકવાર આપવાથી લાઈફ ટાઈમ બીલ મળી જશે. ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ થઈ શકશે.

ગ્રાહક સેવા કેન્દ્રોમાં સુવિધા ઉપલબ્ધ છે. સમગ્ર ભારતમાં સૌથી વધારે નેટવર્ક ધરાવતી ભારત સરકારની બીએસએનએલની ગ્રો ગ્રીન પ્રોજેકટ અંતર્ગત બીએસએનએલના તમામ ગ્રાહકો જેઓ પોતાનું ઈ-મેઈલ એડ્રેસ ફકત એક વખત રજીસ્ટ્રેશન કરાવશે તથા આ માટેનું ફોર્મ ગ્રાહક સેવા કેન્દ્રમાં જઈ ભરી આપશે તો તેઓને બીલ દીઠ રૂ.૧૦ વળતર આપવામાં આવશે સાથે ગ્રાહકોને બીલ મળવાની રાહમાંથી મુકિત મળશે તથા તેઓના ઈ-મેઈલ બોક્ષમાં જ સમયસર બિલ મળી જશે.

જેથી કાગળની સમયની પોસ્પેડ ચાર્જની પણ બચત થશે. રજીસ્ટ્રેશન ફકત એક જ વખત કરાવવાનું રહેશે તે માટે બીએસએનએલના ગ્રાહક સેવા કેન્દ્રનો સંપર્ક કરી ફોર્મ ભરી આપવાનું રહેશે. આ સુવિધા ઓનલાઈન મેળવવા માટે http://bsnlgogreen. wdc.bsnl.co.in.8080/gogreen/ વેબસાઈટ પર વિનામુલ્યે રજીસ્ટ્રેશન થઈ શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.