Abtak Media Google News

વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતનું અર્થતંત્ર પાંચ ટ્રીલીયન અમેરિકન ડોલરનું થવા જઈ રહ્યું છે ભારત આર્થિક મહાસત્તા તરફ મકમ પગલે આગળ વધી રહ્યું છે ત્યારે વિશ્વની તોલે ભારતમાં પણ સોનાનો વપરાશ અને મૂલ્ય સતત વધતો જાય છે આજે સોનાનો ભાવ 75,000 થી થોડું જ દૂર રહ્યું છે તેથી યથાવત રહેતા 73200 તોલાના ભાવ વિક્રમ જનક બન્યા છે ભારતમાં સોનાને એશ્વર્યા નું પ્રતીક માનવામાં આવે છે ભારતીય સંસ્કૃતિમાં પણ  સોનાનું હંમેશા અપાર મૂલ્ય છે, જે સંપત્તિનું પ્રતીક છે અને રોકાણના લોકપ્રિય વિકલ્પ તરીકે દાયકાઓથી બિન હરીફ રહ્યું છે ભારત વિશ્વમાં સૌથી વધુ સોનુ ખરીદનાર દેશમાં બીજા નંબરે અડગ  ઊભું છે

ભારતમાં આર્થિક વિકાસની સાથોસાથ સોનાનું મૂલ્ય સતત પણે વધતું જાય છે સોનું એક એવું રોકાણ સાબિત થયું છે કે જેમાં ક્યારે રોકાણકારોને ખોટ જતી નથી 1964 માં 63 રૂપિયા 25 પૈસાથી શરૂ થયેલી સોનાની કિંમત વધવાની પ્રક્રિયા સતત પળે આગળ વધી રહી ભારતીય રૂપિયો અને યુએસ ડોલર વચ્ચેનો વિનિમય દર ભારતમાં સોનાના ભાવને અસર કરે છે. મજબૂત રૂપિયો ભાવ ઘટાડે છે, જ્યારે નબળો રૂપિયો તેને વધારે છે.ફુગાવો અને આર્થિક અનિશ્ચિતતાના સમયગાળા દરમિયાન સોનાને સુરક્ષિત રોકાણ ગણવામાં આવે છે, જેના કારણે માંગમાં વધારો થાય છે અને કિંમતો વધે છે.

નીચા વ્યાજ દરો રોકાણકારો માટે સોનાને વધુ આકર્ષક બનાવે છે, જ્યારે ઊંચા દરો માંગ ઘટાડે છે અને સંભવિત રીતે નીચા ભાવો.સરકારી નીતિઓ અને નિયમો: સોનાની આયાત, કસ્ટમ ડ્યુટી, કરવેરા અને વેપારના નિયમો સંબંધિત નીતિઓ પુરવઠા અને માંગને પ્રભાવિત કરીને ભારતમાં સોનાના ભાવને અસર કરી શકે છે.ભારતમાં તહેવારો અને લગ્નની સીઝનમાં સોનાની વધુ ખરીદી જોવા મળે છે, જેના પરિણામે માંગમાં વધારો થાય છે અને સંભવિત રીતે ઊંચા ભાવો જોવા મળે છે. સાંસ્કૃતિક પરંપરાઓ અને વિશિષ્ટ પ્રસંગો આ મોસમી માંગને આગળ ધપાવે છે.

ભારતમાંસોનું ઘણીવાર ફુગાવા સામે ભરોસાપાત્ર હેજ ગણાય છે. ફુગાવાને કારણે ચલણનું મૂલ્ય ઘટે છે, સોનાની કિંમત વધે છે, ખરીદ શક્તિ જાળવી રાખે છે. (ફુગાવા સામે બચાવનો અર્થ એવો થાય છે કે એવા રોકાણો અથવા અસ્કયામતો કે જે નાણાને જ્યારે કિંમતો વધે ત્યારે મૂલ્ય ગુમાવવાથી બચાવે છે, ફુગાવા દરમિયાન સોનુ પોતાનું મૂલ્ય જાળવી રાખે આર્થિક અનિશ્ચિતતા અથવા બજારની અસ્થિરતાના સમયમાં, રોકાણકારો ઘણીવાર સુરક્ષિત સંપત્તિ તરીકે સોના તરફ વળે છે. તે સ્થિરતા પ્રદાન કરે છે અને નાણાકીય અસ્થિરતા સામે રક્ષણ તરીકે કાર્ય કરે છે. આમ સોનું સમૃદ્ધિનું પ્રતીકની સાથે સાથે સલામત રોકાણ અને વિશ્વભરમાં સરળતાથી વિનિમય થઈ શકે તેવું હોવાથી સોનું કાયમ લોકપ્રિય રહ્યું છે અને રહેશે એટલે બીજા શબ્દોમાં કહીએ તો સોનાને ક્યારેય કાટ નહીં લાગે હજુ મિશ્રા તો માને છે કે સોના નું રોકાણ ભવિષ્યમાં પણ ફાયદાકારક જ સાબિત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.