Abtak Media Google News
  • બાળકની હાજરીમાં મોબાઈલ પર એવી સાઈટ કે એવું kન્ટેન્ટ જોવાથી દુર રહેવું જોઈએ, જેના વિષે બાળક સભાન નથી

બાળકની હાજરીમાં મોબાઈલ પર એવી સાઈટ કે એવું ક્ધટેન્ટ જોવાથી દુર રહેવું જોઈએ, જેના વિષે બાળક સભાન નથી.પણ આ વાત કરવી ખુબ જરૂરી છે. કારણકે જયારે મોબાઈલ આપણા જીવનનો અનિવાર્ય ભાગ બની ગયો છે, ત્યારે બાળકને અમુક ઉમર પછી જયારે મોબાઈલ વાપરવા આપીએ, કે એમ કહીએ બાળક ને જયારે મોબાઈલ નો ઉપયોગ કરતા આવડી જાય ત્યારે વિવેક પૂર્વક મોબાઈલનો ઉપયોગ કેમ કરવો એ બાળકને ખબર હોવી જોઈએ અને એટલે જ માતા પિતા એ બાળકને ડીજીટલ અવેર બનાવવું ખુબ જરૂરી છે.

કોરોનાના કપરા કાળમાં આપણે જોયું કે મોબાઈલ પર જ બાળકો ઓનલાઈન ભણતા, અને આપણે એ દરમિયાન ખુબ મહેનત લેનાર શિક્ષકોને આપણે વંદન કરીએ છીએ, બાકી તો તેમનું અભ્યાસનું વર્ષ બગડે! અને એ સમયે માતા પિતાએ બાળકોને મોબાઈલ હાથમાં આપવા જ પડેલા ને! ઈન્ટરનેટથી પુરા માહિતગાર નહિ એવા આ બાળકો હજી કાચી ઉમરનાં અને તે સમયે એવા ઘણા કિસ્સાઓ પણ સાંભળ્યા હતા, જેમકે બાળકે ઈન્ટરનેટ પર અયોગ્ય ક્ધટેન્ટ જોયું, કોઈ બાળક સાઈબર ક્રાઈમનો ભોગ બન્યું, વિગેરે, જેમાં બાળમાનસને મોબાઈલને કારણે નુકશાન થયું હોય. અને હજી પણ ઘણું શિક્ષણ ઓનલાઈન ચાલતું હોય છે, તો બાળકો ને એ વિષે માહિતગાર કરવા જરૂરી.

મોબાઈલ પરના વિડીઓ બાળકને બતાવવા કે બાળકના ફોટા પાડી સોશિઅલ મીડિયા પર અપલોડ કરવા, લાઈક કેટલી મળી એ જોતા રહેવું, બાળકની બનાવેલી રીલ્સ. આપણે ક્યારે ક્યાં ગયા, કે બાળકની દૈનિક ગમતી, ન ગમતી વાતો ને સતત સોશીયલ મીડીયામાં અપલોડ કરવી આ વાતોનો અંત નથી, પણ આ વાતો છે ચિંતા જન્માવનારી. સોશીયલ મીડિયા તરફનું બાળકનું આકર્ષણ, અને એ પણ કાચી ઉમરે બાળક પોતે વિડીઓ કે રીલ્સ બનાવે એ ગર્વ લેવાની નહિ, ચિંતા કરવાની વાત છે. બાળકની સોશીયલ મીડિયા પરની એક્ટીવીટી જોઇને જ બાળક નું અપહરણ થયું, કે જે જગ્યાએ આપણે ગયા છીએ એ ઉલ્લેખ વારંવાર સોશીયલ મીડીયામાં થવા પર ઘરમાં ચોરી થવી, એવા કિસ્સાઓ આપણે વારંવાર વાંચીએ છીએ. વર્ચ્યુઅલ એટલે કે આભાસી દુનિયામાં બાળકો, કિશોરો સાથે બનતા ગુનાઓ, ફેક વિડીઓ, સાઈબર ક્રાઈમ, આ બધામાં મોટા લોકો પણ ફસાઈ જાય છે, તો આ તો હજી દુનિયાદારીની પૂરી સમજ નથી એવા બાળકો છે!

સોશીયલ મીડિયા પર વધુ પડતું એક્ટીવ આપણે રહેતા હોઈએ અને આપણને જોઇને બાળક આ વસ્તુ શીખે તો એ પછી તો બાળક કાચી ઉમરે ઈન્ટરનેટ વાપરતા શીખી જાય છે. અત્યારે ઈન્ટરનેટ દ્વારા વર્ચ્યુઅલ દુનિયા, વર્ચ્યુઅલ ગેઈમ આ બધાની વર્ચ્યુઅલ એટલે કે આભાસી દુનિયા ખુલી ગઈ છે. આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ, જેને આપણે એ.આઈ. તરીકે ઓળખીએ છીએ, તેને કારણે તો બધું કેટલું સરળતાથી થવા લાગ્યું છે! એક ક્લિકમાં આપણા કેટલા કામ થવા લાગ્યા છે! પણ ટેકનોલોજી આદત ન બની જાય એ માટે બાળકને તેનો ઉપયોગ શીખવવો પડશે, અને આપણે બાળકને જમાના પ્રમાણે ચાલતું જ રાખવું છે, પણ આપણે તેની સાથે રહીએ એમ.

બાળકને મોબાઈલ આપીએ ત્યારે તેની સાથે રહીએ. જરૂરી ન હોય તો ઈન્ટરનેટ કે વાઈ ફાઈ ચાલુ કરતા બાળકને ન શીખવો.

ઘરમાં વાતાવરણ જ એવું રાખીએ કે બાળક દરેક વાત માતા પિતા અને ઘરના લોકો સાથે શેર કરે, જેથી તેને વર્ચ્યુઅલ એટલેકે આભાસી દુનિયામાં પોતાની વાતો કરવાની જરૂર જ ન રહે. બાળકની દરેક વાત શાંતિથી સાંભળી તેનો ઉકેલ લાવવો, ધાક ધમકીથી વાત બગડશે.

નાની ઉમરના બાળકોના સોશીયલ મીડિયા એકાઉન્ટ બનાવવાનો મોહ ન રાખીએ.

બાળકોના ફોટા, દૈનિક એક્ટીવીટી સોશીયલ મીડિયા પર શેર ન કરવી. બાળકની અંગત વાતો, જન્મદિવસ એ બધું પરિવાર મિત્રો સુધી સીમિત રાખવું. મોબાઈલમાં સ્ટેટસમાં મૂકી દરેક જાણીતી અજાણી વ્યક્તિને એ કહેવાની શું જરૂર વળી! પચાસ લોકો માત્ર હેપી બર્થડે લખે એના કરતા પાંચ અંગત લોકો આપણો જન્મદિવસ યાદ રાખી આપણને મળે એમાં વધુ આનંદ છે હો.

કોઈ અજાણી લીંક ક્લિક ન કરવાની હોય એ બાળકને ખાસ સમજાવવું. એ રીતે સોશીયલ મીડિયા પર આવતી અજાણી વ્યક્તિની ફ્રેન્ડશીપ રીક્વેસ્ટ પણ ન સ્વીકારવી એ બાળકને સમજાવવું.

બધી કાળજી રાખતા રાખતા પણ જો બાળક ક્યારેય પણ કોઈ સાઈબર ક્રાઈમ નો ભોગ બને કે કોઈ મુશ્કેલી અનુભવે તો બાળક માતા પિતા ને બધી વાત કરે અને માતા પિતા તેનો યોગ્ય ઉકેલ લાવે.

આ બધી કાળજી નો અર્થ એમ નથી કે બાળક પર સતત ટક ટક કરીએ અને હેલીકોપ્ટર પેરેન્ટ બની જઈએ. પણ બાળક, અને કિશોરાવસ્થામાં બાળકને માત્ર માતાપિતા જ નહિ મિત્ર તરીકે પણ સાથ આપતા રહો.

આપણે બાળકોમાં ડીજીટલ અવેરનેસ જરૂરી એ બાબતે વાત કરી રહ્યા હતા. આપણી વાત આગળ વધારીએ. સોશીયલ મીડિયા પર વધુ પડતું એક્ટીવ આપણે રહેતા હોઈએ અને આપણને જોઇને બાળક આ વસ્તુ શીખે તો એ પછી તો બાળક કાચી ઉમરે ઈન્ટરનેટ વાપરતા શીખી જાય છે.

બાળકની હાજરીમાં આપણે કોઈ એવી સાઈટ કે એવું ક્ધટેન્ટ જોવાથી દુર રહેવું જોઈએ, જેના વિષે બાળક સભાન નથી. બાળક નાનું છે ત્યાં સુધી તેને મોબાઈલ લેપટોપ કે કોઈ સાઈટ એક્સેસ કરવાના પાસવર્ડ ન જણાવવા. ઈન્ટરનેટ સાથે મોબાઈલ કેમ કનેક્ટ થાય કે વાઈ ફાઈ ના સિમ્બોલ પર હાથ લગાડવાથી શું થાય એ બાળકને ખ્યાલ ન આપો એ જ સારું.

બાળકને જે શીખવવું છે એ માતા પિતાએ અમલ કરવો. બાળક અનુકરણથી જેટલું શીખશે એટલું જોવાથી નહિ શીખે. માતા પિતા અને ઘરના વડીલો એ જ બાળક માટે રોલ મોડેલ બનવું. ઘરમાં જ પ્રેમ અને સુરક્ષાની લાગણી મેળવતું બાળક ઘર બહાર એ કંઈ નહિ શોધે. નાનપણમાં ઘર અને થોડા મોટા થયા પછી શાળા બાળકનું સુરક્ષા કવચ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.