Abtak Media Google News

ફરિયાદી સાથે કર્મચારીએ ગેરવર્તણૂક કરતા રાત્રે અઢી વાગ્યે કચેરીએ જઈ કર્મચારીની શાન ઠેકાણે લવાઇ

ગોંડલની રાજહંસ રેસિડેન્શિ, તિરૂમાલા ગોલ્ડ, રામેશ્વર રેસિડેન્શિ, શાયોનામ , શિવ શક્તિ, નાગડકા રોડ,જેવી અનેક સોસાયટી માં ગુરૂવાર રાત્રી ના રાત્રે કલાકો સુધી લાઈટ ના હોવાથી વારંવાર પીજીવીસીએલ ના  કર્મચારી ને રજુઆત કરવા છતા કોઈપણ પગલા લેવામાં આવ્યા ન હતા સાથે પીજીવીસીએલ ના કર્મચારી દ્વારા મહિલા સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હોય યુવા આગેવાને દોડી જઇ કર્મચારી ની શાન ઠેકાણે લાવી હતી.

બનાવ અંગે શાયોનામ રેસિડેન્શિ માં રહેતા જયશ્રીબેન હરેશભાઈ સોલંકી દ્વારા રાત્રી ના 2:30 વાગ્યે  યુવા આગેવાન ગણેશભાઈ જયરાજસિંહ જાડેજા ને રજુઆત કરતા તાત્કાલીક પિજીવિસીએલ ની ઓફીસ પર જઈ કર્મચારી ને ઉધડો લઇ તાત્કાલિક ધોરણે કામ કરવા માટે સુચન કરી લાઈટ પરત ના આવે ત્યા સુધી આશરે 4:30 વાગા સુધી લોકો સાથે રહી લોકો ના પ્રશ્નો સાંભળી નિરાકરણ કરવા ઉચ્ચ અધિકારી ને રજુઆત કરવામાં આવી હતી. સાથે પીજિવિસીએલ ના  કર્મચારી ને મહિલા સાથે ગેરવર્તન કરવા બદલ ઠપકો આપ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.