Abtak Media Google News

ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ વિદ્યાર્થીઓને ભણતર સાથે ગણતર અને માનવતાના સંસ્કાર આપી રાષ્ટ્ર નિર્માણનું ચલાવે છે ‘યજ્ઞ’

માનવ સેવા પરમો ધર્મ….ગોંડલના ગંગોત્રી પરિવારની સતત ચાલતી માનવ સેવા યજ્ઞમાં સમગ્ર પંથકની સેવાભાવી સંસ્થાઓ એકરૂપ થઇ દરેક કાર્યને દિપાવે છે. ‘અબતક’ની મુલાકાતે આવેલ ગંગોત્રી ગ્રુપ ઓફ સ્કૂલના સ્થાપક, ચેરમેન સંદીપભાઇ છોટાણા, વિનયભાઇ જસાણી અને હરિભાઇએ ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલના ચોથા સ્થાપના દિને 23મીએ રક્તદાન કેમ્પની માહિતી આપતા જણાવ્યું હતું કે રક્તદાનને મહાદાન ગણવામાં આવે છે. રક્તનું એક બુંદ મનુષ્યનું જીવન બચાવી શકે છે. રક્તએ અમૂલ્ય વસ્તુ છે ત્યારે શિક્ષણની સાથે પોતાની સામાજીક જવાબદારી અદા કરવા ગંગોત્રી પરિવાર-ગોંડલ દ્વારા ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલના ચોથા ફાઉન્ડેશન ડેના પ્રસંગે ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યુટના દર્દીઓના લાભાર્થે સમગ્ર ગુજરાતનાં કેન્સરના દર્દીઓને વિનામૂલ્યે લોહી મળી રહે તેવા શુભ આશયથી તારીખ 23/06ને ગુરૂવારનાં રોજ સવારે 8.00 થી બપોરે 3.00 વાગ્યા સુધી ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ, ગોંડલ-જેતપુર નેશનલ હાઇવે 27, જામવાડી, ગોંડલ ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

આ મહારક્તદાન કેમ્પને સફળ બનાવવા શ્રીમદ્ રાજચંદ્ર સેવા ગૃપ જેવી ગોંડલ અને જેતપુર શહેરની આસપાસની નામાંકિત 30 જેટલી સામાજીક અને સેવાકીય તથા શૈક્ષણિક સંસ્થાઓ પણ જોડાયેલી છે તો ગંગોત્રી પરિવાર વતી આપ સર્વે ધર્મપ્રેમી અને રાષ્ટ્રપ્રેમી જાહેર જનતાને તા.23 જૂનના રોજ સવારે 8 થી 3 વાગ્યા સુધીમાં ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ જામવાડી ખાતે રક્તદાન કરવા આવવા તેવી અપીલ કરવામાં આવી છે. રક્તદાતાઓએ સંપર્ક નંબર 94282 00660, 95123 00351 પર રજીસ્ટ્રેશન કરાવવા જણાવાયું છે. રક્તદાન કરવા આવનાર રક્તદાતા માટે ચા, પાણી, નાસ્તો અને જમવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા ગંગોત્રી સ્કૂલ અને ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલના શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને મેનેજમેન્ટ ટીમ પૂરી જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.