જસદણ ખાતે ડો.ભરત બોઘરાના જન્મદિને મહારકતદાન કેમ્પ યોજાયો

શ્રીમદ્દ રાજચંદ્ર સેવા ગ્રુપ રાજકોટ સંસ્થાનો સહયોગ

શ્રીમદ્ રાજચંદ્ર સેવા ગ્રુપ રાજકોટ ના સહયોગથી,  અને કે.ડી. પરવાડિયા સુપર સ્પેયાલિટી હોસ્પિટલ, ઘનશ્યામ નગર, આટકોટ, જસદણ ખાતે   ડો. ભરતભાઈ બોઘરા ના 45માં જન્મદિવસ નિમિત્તે  મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અને  સવઁ રોગ નિદાન કેમ્પ તેમજ વુક્ષારોપણ નો કાયઁક્રમ યોજાયેલ હતો.  શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાન દ્વારા આયોજિત 75મા અમૃત મહોત્સવ નિમિત્તે શ્રીમદ રાજ ચંદ્ર સેવા ગ્રુપને સમગ્ર ગુજરાતમાંથી અને સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાનની  રક્ત એકત્ર કરવાની તક આપવામાં આવી છે.720 બોટલ રક્ત એકત્રિત કર્યું જે રાજકોટ સિવિલ હોસ્પિટલ અને અન્ય બ્લડ બેન્કોને અપઁણ કરેલ છે. થેલેસેમિયા, કિડની અને કેન્સરના અને જરૂરિયાતમંદ દર્દીઓને લોહી આપવામાં આવશે.

વિજયભાઈ ડોબરીયા નો પણ આભાર માનીએ છીએ જેમણે ડો.ભરતભાઈ બોઘરા ના જન્મદિવસ નિમિત્તે  11000 વૃક્ષોનું વાવેતર કરેલ છે.અને ભરતવનનું નિમાઁણ કરેલ છે તેમજ ડો. ભરતભાઈ ની રક્તતુલા પણ કરવામાં આવેલ હતી.  રાજકોટ -3 ના ધારાસભ્ય  લાખાભાઈ સાંગઠીયા, રમેશભાઈ ઠક્કર, ગોંડલના ગણેશસિંહ જાડેજા, મિતલભાઈ   ખેતાણી, ડો. મયંકભાઇ ઠક્કર એમ.ડી.,  વિજયભાઈ ડોબરીયા, ડો. પંપના  હર્ષિતભાઈ કામાણી અને સમસ્ત યુવા ભાજપની ટીમ તેમજ એસપીજીના  જસ્મીનભાઈ પીપળીયા,  હાદિઁકભાઈ કાકડીયા આર.કે. યુનિ. ના ડેનીસભાઈ પટેલ, ચાન્સલેસર રામાણીસર ,જસદણ ના પિયુષભાઈ શુકલ ઊંૠઊં કંમ્પની  ના જી.એમ. નિરજકુમાર શમાઁજી , આજના કેમ્પમાં રક્તદાતાઓને પ્રેરણા આપવા બદલ આભાર માનીએ છીએ.અમે હોસ્પિટલ ના ડોકટર અને સ્ટાફગણ તેમજ ડો .ભરતભાઈ ના મિત્ર મંડળનો  પણ હદય પૂર્વક આભાર માનીએ છીએ જેમણે આ કેમ્પ માં ખુબ જ સાથ અને સહકાર આપ્યો.અને રક્તદાન પણ કરેલ.ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કુલ , જામવાડી ,ગોંડલ  ખાતે ગંગોત્રી સ્કુલ ના 4 ફાઉન્ડેશન ડે  નિમિતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે  જે જી.સી.આર.આઇ.  અમદાવાદ ને કેન્સર ના દદીઁ ને અર્પણ કરવામાં આવશે જ્યાં ગુજરાત , મહારાષ્ટ્ર , મધ્ય પ્રદેશ અને રાજસ્થાન ના કેન્સર દર્દીઓને સારવાર આપવામાં આવે છે , એટલે અમારી બધાને  બહોળા સમુદાય માં રકતદાન કરવા માટે નમ્ર વિનંતી કરીએ છીએ.