Abtak Media Google News

Table of Contents

વા વાયોને નળીયું ખસ્યુ

Advertisement

માસુમ પુત્રીઓ બુમાબુમ કરતા અને યુવક કાર લઈને નાશી છૂટતા અપહરણની શંકાએ લોકોના ટોળા એકઠા થયા ‘તા

છોકરીઓ ની બુમાબુમ થી થયો દેકારો થતા અને કાર પુરઝડપે ભાગતા અપહરણ થયા નુ માની હજારો લોકો એકઠા થયા  અને  યુવાનોએ કાર નો કર્યો પીછો છેલ્લે નિકળ્યો પતિ પત્નિ નો કજીયો હોવાનું બહાર આવતા પોલીસે રાહતનો શ્ર્વાસ લીધો હતો.

  ભોજરાજપરા વિસ્તાર મા આવેલ અક્ષરવાટીકા એપાર્ટમેન્ટ પાછળ રાત્રી ના 8:30 કલાકે   ઘર નજીક બાળાઓ ની ચીસાચીસ ના અવાજ આવતા વિસ્તાર ના યુવાનો દોડી ગયા હતા. સમયે ઘર પાસે થી એસન્ટ કાર પુરપાટ વેગે દોડી જતા અપહરણ થયા નુ માની કેટલાક યુવાનોએ વાહનો દ્વારા કાર નો પીછો કર્યો હતો. ધમાલ વચ્ચે વા વાયો ને નળીયુ ખસ્યુ ની માફક બાળાઓ ના અપહરણ ની અફવા વાયુવેગે ફેલાતા હજારો લોકો અક્ષરવાટીકા પાસે ટોળે વળતા દેકારો મચી જવા પામ્યો હતો.દરમિયાન દોડી આવેલી પોલીસે મામલો હાથ મા લીધો હતો.દરમિયાન પીઆઇ.સાંગાડા એવુ કહ્યુ કે મામલો અપહરણ નહી પણ પતિ પત્નિ વચ્ચે ના જગડા નો હતો.પતિ પત્નિ વચ્ચે ઉગ્ર બઘડાટી બોલતા તેમની બે બાળાઓ દેકારો કરતા  લોકો દોડી આવતા પતિ ગભરાઇ કાર મા નાશી જતા ગેરસમજ ફેલાઈ હતી.આખરે કારણ બહાર આવતા ઉતેજના નો અંત આવ્યો હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.