Abtak Media Google News

રાજકોટ જિલ્લામાં જુદા જુદા બે સ્થળોએ મારામારીના બે બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં ગોંડલમાં પૂર્વ પ્રેમિકા સાથે વાતચીત કરતા હોવાની શંકાએ પ્રેમિકાના પરિવારજનોએ યુવકને ધગધગતા ગરમ સાણસીના ડામ દીધા હતા. જ્યારે અન્ય બનાવમાં શાપરમાં જૂની અદાવતનો ખાર રાખી ચાર શખ્સોએ યુવાન પર કુહાડો વડે હુમલો કર્યો હતો.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલમાં જામવાડી પાસે જીઆઇડીસી વિસ્તારમાં રહેતા નિકુંજભાઈ નંદલાલ હીરપરાએ ગોંડલ તાલુકા પોલીસ મથકમાં રાજુ ચોવટીયા તેના પુત્ર રોમીલ રાજુ ચોવટીયા અને જયદેવ કાઠિયા ત્રણેય સામે ફરિયાદ નોંધાવી છે.

શાપરમાં જૂની અદાવતનો ખાર રાખી ચાર શખ્સોનો કુહાડી વડે યુવાન પર હુમલો

પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ નિકુંજભાઈએ રોમિલની બહેન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. પરંતુ બંને પરિવાર વચ્ચે મનમેળ ન થતાં છૂટાછેડા થઈ ગયા હતા. છૂટું થયા બાદ પણ નિકુંજભાઇ રોમિલની બહેન સાથે ફોનમાં વાતચીત કરતો હોવાની શંકાએ રોમિલ, રાજુ અને જયદેવે ફરિયાદીને કારખાનાની ઓરડીમાં પૂરી માર મારી ધગધગતી સાણસીના ડામ દીધા હતા.

જ્યારે અન્ય બનાવમાં શાપરમાં વેરાવળ ગામે શાંતિધામ એપોલો ફોજીંગ કંપનીની ઓરડીમાં રહેતા અને મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા વિજયભાઈ માધાભાઇ વડીયાતર (ઉ.વ.30) બુધ્ધનગરમાં રહેતા કુટુંબીના ઘરે ગયા ત્યારે અગાઉ સોડા પીવા બાબતે થયેલી માથાકુટનો ખાર રાખી સામેવાળા ભનુ વડિયાતર, હરી ઉર્ફે ભાયા વડિયાતર, મયુર વડિયાતર અને હરિનો પુત્ર એમ ચાર શખ્સોએ કુહાડી વડે હુમલો કરતા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો

છે. પોલીસે ઘટનાની નોંધ કરી ચાર શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.