Abtak Media Google News

રાજકોટ જીલ્લા અખીલ ભારતીય કોળી સમાજ ઉ૫પ્રમુખ તથા ગોંડલ તાલુકા

બક્ષીપંચ મોરચા પ્રમુખ સુખદેવભાઇ પંચાસરાની અઘ્યક્ષ સ્થાને યોજયું

કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, માજી ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, તાલુકા ભાજપ પ્રમુખ અલ્પેશભાઇ ઢોલરિયા, તાલુકા પંચાયતા પ્રમુખ શૈલેષભાઇ ડોબરીયા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ પ્રફુલભાઇ ટોળીયા, અનુરૂઘ્ધસિંહ જાડેજા (રીબડા) તથા રમણીકભાઇ ભૂત એ ભાજપ તરફી મતદાન કરવા અપીલ કરી!!

ગોંડલ તાલુકાના ગુંદાળા ગામે લોકસભાની ચુંટણી અનુલક્ષીએ ગોંડલ તાલુકા સમસ્ત કોળી સમાજનું ભાજપના ઉમેદવાર રમેશભાઇ ધડુક ના સમર્થનમાં યોજાયું હતું. રાજકોટ જીલ્લા અખીલ ભારતીય કોળી સમાજના ઉપપ્રમુખ તથા ગોંડલ તાલુકા બક્ષીપંચ મોરચાના પ્રમુખ સુખદેવભાઇ પંચાસરાના અઘ્યક્ષ સ્થાને યોજાયું હતું. જેમાં સમસ્ત કોળી સમાજના ૫૫૦૦ (પચાવન સો ) થીવધુ સંખ્યામાં ઉ૫સ્થિત રહીને ભાજપના ઉમેદવારને સમર્થન આપ્યું હતું. પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર રમેશભાઇ ધડુકના સમર્થનમાં ગોંડલ તાલુકા બક્ષીપંચ મોરચાના પ્રમુખ સુખદેવભાઇ પંચાસરાના અઘ્યક્ષ સ્થાને તેમજ જીવાભાઇ ગોવાણી અરવિંદભાઇ ધામેચા, બહાદુરભાઇ જાદવ, મુન્નાભાઇ વડેચા (રીબડા) ના માર્ગદર્શન હેઠળ ગોંડલના ગુંદાળા  ગામે યોજાયું હતું.

Advertisement

જેમાં કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, માજી ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, અનિરુઘ્ધસિંહ જાડેજા (રીબડા) રમણીકભાઇ ભૂત, માની સરપંચ મુકેશભાઇ સાકરીયા ગુંદાળા નીખીલ ઓઇ મીલ ગોંડલ તાલુકા પંચાયત ઉપપ્રમુખ પ્રફુલભાઇ (બાવુંભાઇ) ટોળીયા જેતપુર ઓબીસી મહામંત્રી મુન્નાભાઇ સોલંકી, ઠાકોર સેનાના પ્રમુખ હીતેષભાઇ સનેસરીયા ગોંડલ તાલુકા બક્ષીપંચ સમાજના ઉપપ્રમુખ અરવિંદભાઇ ધામેચા કોળી સમાજ અગ્રણી બહાદુરભાઇ જાદવ, બક્ષીપંચ  મોરચા મહામંત્રી વિક્રમભાઇ ગરીયા બક્ષીપંચ મંત્રી વલ્લભભાઇ મકવાણા, બક્ષીપંચ મોરચા ઉપપ્રમુખ શકિતભાઇ સિંધવ, રામદેવસિંહ વાઘેલા શૈલેશભાઇ ડોબરીયા તાલુકા પંચાયત પ્રમુખ ગોંડલ કારોબારી સભ્યો ભૂપતભાઇ રીબડીયા, રઘુભાઇ પાટડીયા, કંટોલીયા રાજભા ઝાલા ગુંદાળ, દિલીપભાઇ પાટીદડ, વલ્લભભાઇ મકવાણા, સુલતાનપુર વિજયભાઇ બાબુભાઇ ચાવડા, સીંધાવદર કુંરવજીભાઇ રાઠોડ, સાજડીયાળી વાઘેલા, પ્રેમજીભાઇ કે (દે.પુ.) સમાજ પ્રમુખ મનસુખભાઇ નારાણભાઇ શ્રીનાથગઢ મનુભાઇ ભુવા કિશોરભાઇ ચાવડા કમઢીયા વિઠ્ઠલભાઇ પીપળીયા કમર કોટડા સુરેશભાઇ ગોમટા, બાલાભાઇ પાડીવાળીયા ગુંદાસરા સુનીલભાઇ ઘોઘાવદર અશ્વિનભાઇ વાવડીયા મોવીયા ભાવેશભાઇ ડાભી ચરખડી મુકેશભાઇ મકવાણા ચોરડી મનસુખભાઇ ચૌહાણ જામવાડી દેવરાજભાઇ દેવડા જીતુભાઇ ચોરાલા કિશનભાઇ વડેચા સડક પીપળીયા છગનભાઇ રાઠોડ શ્રીનાથગઢ ભરતભાઇ વડેચા પીપળીયા નાનુભાઇ પાડીવાળીયા ભોજપરા ટીનાભાઇ કુવારીયા ભોજપરા રમેશભાઇ વડેચા પીપળીયા ગોબરભાઇ મેસપર હેમતભાઇ ડાભી રાવણા દિપકભાઇ જાદવ, વાસાવડ મનસુખભાઇ મકવાણા જગાભાઇ મકવાણા લુણીવાવ બાલાભાઇ કીળીયા શ્રીનાથગઢ વનરાજભાઇ જમોડ સડક પીપળીયા દિનેશભાઇ હડમતાળા શાંતિલાલ રાઠોડ માજી સરપંચ પાટીદડ ધનાભાઇ વાઘેલા શ્રીનાથગઢ ગાંગજીભાઇ પરમાર કેશવાળા ગીધાભાઇ રાઠોડ ગોમટા કાળુભાઇ સીણોદીયા, કોલીથડ બાલાભાઇ  પરમાર ગરનાળા કમલેશભાઇ પંચાસરા ત્રાકુડા  રસીકભાઇ સોલંકી બીલડી ભરતભાઇ રાઠોડ મુંગાવાવડી અજયભાઇ ચૌહાણ માંડણ કુંડલા દિનેશભાઇ ચાવડા મેતા ખંભાળીયા લાલજીભાઇ સુસરા મોટા સખપર લાલજીભાઇ મકવાણા વિજીવડ રાહુલભાઇ મકવાણા વેકરી અમરશીભાઇ બાબરીયા શ્રીનાથગઢ રવજીભાઇ મોઢવાણીયા પીપળીયા લાલજીભાઇ જમોડ પીપળીયા સહીતના અગ્રણીઓ ઉ૫સ્થિતિમાં મહા સંમેલન યોજાયેલ હતું.

રમેશભાઇ ધડુકના સમર્થનમાં યોજાયેલ મહા સંમેલનમાં માજી ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાબરીયા સતત સમાજ અને બક્ષીપંચ સમાજ માટે ચિંતા કરીને દોડતા રહે છે. નાનામાં નાનો માણસને સમજણ આપીને કેન્દ્ર તેમજ રાજય સરકારની હંમેશા જાગૃત રહુે છે.

ત્યારે પોરબંદર લોકસભા ભાજપના ઉમેદવાર રમેશભાઇ ધડુકની વાત કરીએ તો એ માણસ હંમેશા જાગૃત રહે છે. ત્યારે પોરબંદર લોકસભા ભાજપના ઉમેદવાર રમેશભાઇ ધડુકની વાત કરીએ તો એ માણસ હંમેશા માટે કોઇપણ સમાજને નારાજ કર્યા વગર ધાર્મિક કામ કે અન્ય કોઇપણ કામ પડખે ઉભો રહેવા વાળો માણસ છે. જે ગોંડલ તેમજ તાલુકા સહીત અન્ય સીટીની પ્રજા સારી રીતે સમજી શકે અને તેમને ઓળખી શકે છે એટલે અત્યારથી જ સાંસદ તરીકે જોવે છે.

જયારે ગોંડલમાંથી આવો ઉમેદવાર ભાજપ સરકાર દ્વારા પસંદગી કરવામાં આવી છે ત્યારે આપણી ફરજ ચુકવી જવી જોઇએ નહીં. બક્ષીપંચ સમાજનો હરહંમેશ મને ટેકો મળી રહ્યો છે. ત્યારે સરલ સ્વભાવનો અને સમાજને કાંઇક કરી બતાવવાની ક્ષમતા ધરાવતો સુખદેવભાઇ પંચાયસરાને પણ અભિનંદન આપવા પડે ત્યારે આપણા ભાજપના ઉમેદવાર તરફી મતદાન કરવા અપીલ કરી હતી જયારે જયારે આ સમાજને મારી જરુરીયાત પડતી હોય છે.

ત્યારે હું હર હંમેશ ઉભો રહ્યો છું અને ઉભો રહીશ તેવી ખાત્રી આપેલ હતી. કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતું કે છેવાડાના વિસ્તારમાં વસવાટ કરતા માનવીની ચિંતા જો કોઇ કરતું હોય તો એ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી છે જેમને ફરી પાછા દિલ્હીની ગાદીએ બેસાડવાના છે સામેના પક્ષમાં કોઇ ગૌરવ લેવા જેવી બાબત નથી ૧૮ પક્ષોનો શંભુ મેળો ભેગો થઇને ગઠબંધન કર્યુ છે. જેમના કોઇ વિચારો નથી  ત્યારે આપણા વડાપ્રધાન વિશ્ર્વમાં નામ મુકવા માટે મહેનત કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.