Abtak Media Google News

ભુણાવા પાસે યુ ટર્ન લેતા ટ્રક સાથે નવી નકોર હેરિયર કાર અથડાતા જીવલેણ અકસ્માત સજાર્યો: મૃતક યુવતીની ઓળખ મેળવવા તપાસ

રાજકોટ-ગોંડલ હાઇવે પર ભુણાવાના પાટીયા પાસે યુ ટર્ન લઇ રહેલા ટ્રક સાથે નવી નકરો હેરિયર કાર ધડાકાભેર અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં રાજકોટ ન્યારી ડેમ નજીક આવેલા ડિરાથઝ કાફેના મેનેજર અને યુવતી ગંભીર રીતે ઘવાતા બંનેના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કોઠારિયાના સરદાર ચોક પાસે આવેલી ડાયમંડ સોસાયટીમાં રહેતા અને ન્યારી ડેમ પાસે આવેલા દીરા’સ કેફેના મેનેજર હર્ષ ભરતભાઇ ભાલારા નામના 22 વર્ષના યુવાન અને તેની સાથે એક 30 વર્ષની યુવતી સાથે નવી નકોર હેરિયર કાર લઇને રાજકોટથી ગોંડલ તરફ જઇ રહ્યા હતા.વહ્લી સવારે સાડા ચાર વાગે કાર ગોંડલ નજીક ભુણાવા પાસે પહોચી ત્યારે ભુણાવા ચોકડી પાસે જી.જે.7એકસ. 7950 નંબરનો ટ્રક યુ ટર્ન લઇ રહ્યો હતો.

ટ્રક સાથે કાર ધડાકાભેર અથડાતા નવી નકોર કારનો બુકડો બોલી ગયો હતો. ગમખ્વાર અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા હર્ષ ભાલાળાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું. જ્યારે તેની સાથે રહેલી 30 વર્ષની અજાણી યુવતીને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. લોહીલુહાણ હાલતમાં યુવતી રાજકોટ હોસ્પિટલ પહોચે તે પહેલાં તેનું પણ મોત નીપજ્યું હતું.

મૃતક યુવતીની ઓળખ મેળવવા ગોંડલ તાલુકા એએસઆઇ બી.એમ.જાડેજા સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.