Abtak Media Google News

Table of Contents

મીઠી નિંદરને ‘ઉજાગરો’ના બનાવો !

ઊંઘ  સરખી ન આવે કે તેમાં ખલેલ પહોંચે ત્યારે આપણે દિવસ બગડતો હોય છે: પૃથ્વી પર વસતા દરેક જીવો રાત્રે મીઠી નિંદર માણે છે, એક માત્ર માનવી તેમાં આડુ-અવળું કરે છે

અનિદ્રાને ઉંઘમાં પડયા રહેવાની સમસ્યા આજે વધતી જાય છે: આપણાં જીવનનો 33 ટકા  સમય આપણે ઉંઘમાં ખર્ચી નાખીએ  છીએ: સ્લીપ એપિનીયા એ શ્ર્વાસની સામાન્ય વિકૃતિ છે, જેમાં નસકોરા જેવા અન્ય પરિબળો સામેલ છે

‘રેસ્ટ ઈઝ બેસ્ટ મેડીસીન’ની વાત પ્રચલિત છે ત્યારે આજનો યુવા વર્ગ તે બાબતે બેદરકાર જોવા મળે છે: ઉંઘ વિશે ઉંઘ ઉડી જાય એ પહેલા સૌએ   જાગવાની જરૂર છે: રોજની સાત કલાકની સારી ઉંઘ સૌ માટે જરૂરી

ધીરેશે આજારે… અખિયન મેં નિંદિયા ધીરે સે આજા, આ  ફિલ્મી ગીત વર્ષો પહેલાનું છે. આવતીકાલે નિંદીયારાની કે ઉંઘનો દિવસ છે,  સમગ્ર વિશ્ર્વ કાલે ‘વર્લ્ડ સ્લીપ ડે’ ઉજવશે. પૃથ્વી પર વસતા તમામ સજીવો જીવ જંતુ પશુ પંખી અને  માણસો સહિત તમામ  રાત્રીનાં ઉઠઘલ છે. અલગ અલગ દેશોનાં સમય ફેરફારને કારણે ત્યાંના  લોકો એ રીતે     ટેવાઈ જતાં  તેની દિનચર્યામાં કામનો   સમય સવારથી સાંજ ને રાત્રે ઉંઘલે છે.માનવી  પોતાના  સમગ્ર જીવનનો 33 ટકા   હિસ્સો આ ઉંઘકે નિંદર પાછળ ખર્ચે છે. છેલ્લા  દશકાથી રેસ્ટ ઈઝ  બેસ્ટ મેડીસીનની વાતો પ્રચલીત   થઈ છે. ત્યારે વિશ્ર્વ ઉંઘ દિવસ આ બાબતની વિશેષ જનજાગૃતી લાવવા વિશ્ર્વભરમાં વિવિધ કાર્યક્રમો થકી ઉજવાય છે.  ઉંઘ વિશે ઘણી માન્યતાઓ   પ્રચલીત છે. પણ ઉંઘ વિશે ઉઘ ઉડી જાય એ પહેલા સૌએ  જાગવાની જરૂર છે.

Advertisement

ગુણવતાવાળી ઉંઘ, સાઉન્સ માઈન્ડ, હેપીવર્લ્ડની વાત કરી છે. કોઈપણ તંદુરસ્ત માણસ માટે  કવોલીટીવાળી સારી નિંદર અતી આવશ્યક છે, મગજ શાંત સાથે  સુખમય વિશ્ર્વનીવાતને તંદુરસ્તી સાથે જોડીને આ વર્ષે વૈશ્ર્વિક ઝુંબેશ જગાવી છે. આ વર્ષની ઉજવણીમાં તેની દવા, શિક્ષણ, સામાજીક પાસાઓ અને ડ્રાઈવીંગ સહિતના ઉંઘ સંબંધીત મુદાઓ પર જાગૃતી લાવવાનોપ્રયાસ છે.વર્લ્ડ  સ્લીપ સોસાયટીનો ઉદેશ ઉંઘની વિકૃતિઓના  વધુ સારા નિવારણ અને  વ્યવસ્થાપન દ્વારા સમાજ પર ઉંઘની સમસ્યાઓનો બોજ ઘટાડવાનો છે. આ દિવસ  2008થી વિશ્ર્વભરમાં  ઉજવાય છે, જેમાં 100 થી વધુ દેશો જોડાય છે. આપણી તબીયત અને મુડ પર અસર પાડતી ઉંઘ ઓછી કે વધારે મળે તો પણ નુકશાન કરતા હોવાથી તે સંદર્ભે વાત  સૌએ જાણવાની જરૂર છે.

આપણે ત્યાં સામાન્ય રીતે પાંચ કલાકની ઉંઘ મળી જાય એટલે બસ, આલ્કોહોલ લેવાથી ઉંઘ સારી આવે, પથારીમાં પડયા પડયા ટીવી જોવાથી રિલેકસ થવાય, ઉંઘ ન આવે તો પણ પથારીમાં પડયા રહેવું, એલાર્મને વાગતો અટકાવી દેવું, નસકોરાથી કંઈ નુકશાન ન થાય જેવી અનેક ગેરમાન્યતાઓ છે જે   અવૈજ્ઞાનિક ને આધારો વગરની  છે.ઉંઘ વિશે સાચી અને વૈજ્ઞાનિક આધારો વાળી માહિતી સૌએ  સમજવી જરૂરી છે.રોજની સાત કલાકની સારી ઉંઘ જરૂર છે. ઓછી કે વધારે   કોરોનરી હાર્ટ ડિસીઝ ને આમંત્રણ આપતું હોવાથી સાવચેતી રાખવી 60 વર્ષથી નાના જો ઓછી ઉંઘ લેતો એમને કાર્ડીઓ વાસ્કયુલર રોગનું જોખમ સરેરાશ કરતાં ત્રણ ગણું વધુ જોવા મળે છે.

આજે તો રાત્રીના બે વાગ્યા સુધી સુતાસુતા પણ જાગતા જ ફેસબુક અને વોટસએપમાં ચેટીગ કરતા યુવા નર-નારીઓ સવારે કુંભકર્ણની  જેમ  બપોરે જમવા ટાણે ઉઠે છે. જેને કારણે આખો દિ તેમને  સુસ્તી રહે છે.   અપૂરતી   ઉંઘને કારણે શરીરને  આરામ મળતો નથી. જેને કારણે ઘણી બિમારીઓનો ભોગ માનવી બને છે.માનવ શરીરની વિવિધ શારિરીક ક્ષમતાઓની  ગુણવતા   જાળવી રાખવા  ખોરાક અને   પાણી જેટલી જ  અગત્યતા   ઉંઘની   છે. અપૂરતી  ઉંઘ તમને  માનસીક રીતે   ભાંગી નાખે છે. જેને કારણે માનસીક  રોગો થવાની શકયતાઓ વધી જાય છે.

દુશ્મન દેશના જાસુસનું મનોબળ તોડી નાખવા તેને દિવસો સુધી   ઉંઘથી  વંચિત રખાય છે.  ઉંઘ આપણી યાદ શીકત અને બોલવાની  ક્ષમતા ઉપર  પણ અસર કરે છે.ઉંઘ કુલ ચાર સ્ટેપમાં વહેચાયેલી છે.તંદ્રા, વસ્થા,   બપોરના જમ્યા બાદ વામકૃષિનો પણ ઉલ્લેખ છે.  હળવી નિંદ્રા, ગાઢ નિંદ્રા છે. ગાઢ નિંદ્રામાં  સુતેલ માણસને અચાનક જગાડવો નહી સામાન્ય રીતે  રાત્રીનાં ત્રીજા   પ્રહરમાં  અથવા વ્હેલી સવારે કે મળસ્કે સૌને  ગાઢ નિંદ્રા આવતી હોય છે.   ડ્રીમ સ્લીપનો   પણ તબકકો છે જેમાં સૌને  ઉંઘમાં  વિવિધ  સપનાઓ આવતા હોય છે.

આજની બદલાતી લાઈફ સ્ટાઈલને કારણે  બોડી સાયકલ ખંડિત  થઈ ગઈ છે.   ત્યારે યુવા પેઢીએ આ બાબતે જાગૃત  થવાની જરૂર છે. આજના યુવાધનનો   પથારીમાં પડયવાનો  સમય રોજ બદલાય છે.   સુતા પહેલા ચા-કોફી કે આલ્કો હોલ પણ તમારી ઉંઘમાં વિક્ષેપ  કરે છે. ઘણાને એસીમાં સરસ નિંદર આવે તો કેટલકાને   વાતાવરણ સેટ નથી થતુ રાત્રે મોડુ સુવુ ને  સવારે મોડુ ઉઠવું એ આજની આધુનિક પેઢી તેને  ફોરવર્ડ સ્ટાઈલ ગણે છે. સોશિયલ મીડિયાએ યુવા વર્ગની ઉંઘ હરામ કરી કે ઉડાડી દીધી છે.

ઘણાને આખો દિવસ ઉંઘ જ આવતી હોય છે જે મેડીકલી ભાષામાં સ્લીપીંગ ડિસ ઓર્ડર કહેવાય છે. આજના યુગમાં એકતારણ મુજબ 20 ટકા યંગસ્ટર્સ પુરતી ઉંઘ લેતા નથી. ચિડીયો સ્વભાવ પણ ઓછી ઉંઘને કારણે જોવા મળતો હોય છે. સારી ઉંઘ લેવા હેલ્ધી અને બેલેન્સ વાળો ખોરાક લેવો જરૂરી છે. રાત્રે હળવો ખોરાક લો જેથી સારી ઉંઘ આવશે સુતી વખતે હળવા કપડા પહેરોએ જરૂરી છે. એક સર્વે મુજબ સારી ઉંઘ લેવાથી તમારો મેન્ટલ પાવર અને અલર્ટનેશ વધે છે. બીજા બધા રોગોમાંથી પણ મૂકતી મળે છે, શારીરીક પ્રોબ્લેમ બહુ આવતા નથી.

ઉંઘ નથી આવતી તો ચેતી જશો, બીમારીઓ ઘર કરી જશે એ પહેલા જાગોને સાવચેત રહો. ભગવાને આપેલી અદભૂત અને રહસ્યમય ભેંટ એટલે ઉંઘ કે સુષુપ્તિ બોર્ડની પરીક્ષા  પહેલા તૈયારી માટે છાત્રો રાત ઉજાગરા કરે છે. દરેક માણસે પોતાની પરફેકટ દિનચર્યા બનાવવી જરૂરી છે. બધઉંજ ધ્યાન રાખો છો ત્યારે ન દેખાતી ‘ઉંઘ’ મહત્વની છે તેની દરકારકરો, સારૂ જીવો ને લાંબુ  તંદુરસ્ત જીવો.

પ્રાણી-પક્ષીઓની ઉંઘનું ચિત્ર-વિચિત્ર જીવન

આપણે જેમ ઉંઘ લઈએ છીએ તેમપ્રાણીઓ લેતા હશે કેનહી તે પ્રશ્ર્નનો જવાબ હા છે પણ તેની કેટલીક અજબ ગજબ વાતો જાણવી જરૂરી છે. એક વાત એ પણ છે. પશુ પક્ષીઓની રક્ષણ અને ખોરાક શોધવામાં સતત પ્રવૃત્તિશીલ હોવાથી તેની શરીરની શકિત સતત વપરાય છે.તેની ઉંઘની પધ્ધતીઓ પણ રસપ્રદ છે. પ્રાણીઓમાં સાથી વધુ ઉંઘ લેનાર ચામાચિડીયું છે જે ઉંધા લટકીને 19 કલાક ઉંઘે છે.ગાય, ભેંસ, કુતરા, ઉંટ  જેવા ચોપગા પ્રાણીઓ જમીન પર બેસીને પાંચથી છ કલાક ઉંઘ ખેંચી લે છે જંગલમાં રહેતા પ્રાણીઓને  શિકારોના ભયના કારણે સતત સાવચેત રહેવુ પડે છે. તેથી તેઓ બહું ઉંઘતા નથી. હાથી સૌથી ઓછી ઉંઘ તો ઘોડો ઉભા ઉભા સુઈ જાય છે. જિરાફ તો એક અઠવાડીયું જાગી શકે છે. ડોલ્ફીન માછલી ઉંઘે ત્યારે તેનું અડધુ મગજ કામ કરતું હોય છે. ,કિડી, મકોડા જેવા નાના જીવજંતુ તેના દરમાં કેટલીક વાર એક મીનીટની ઉંઘ લઈ લે છે. પ્રાણીઓનાં સુવાના  કલાકો તેની શરીર રચના પ્રમાણે કુદરતી રીતે નકકી કરેલા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.