Abtak Media Google News

આત્મનિર્ભર ભારતને ધ્યાનમાં રાખીને Appleકંપનીની એક નવી શરૂઆત કરી છે. ટેકનોલોજીના સમયમાં Appleકંપની હંમેશા આગળ રહી છે. આવનારા થોડા સમયમાં લેટેસ્ટ આઈફોન 12 લોન્ચ થશે. ખુશીના સમાચારએ છે કે Apple ભારતમાં આઈફોન 12ને એસેમ્બલ કરવાનું શરૂ કરી દીધું છે. કંપનીનો આ નિર્ણય દેશમાં તેના ડિવાઇસના પ્રોડક્શનમાં વધારો કરવાના ઉદ્દેશય સાથે ભારતનું સ્માર્ટફોન માર્કેટ કવર કરવાનું છે. અત્યારે કંપની દેશમાં માત્ર બેઝ મોડેલ આઈફોન 12નું જ એસેમ્બલ કરી રહી છે. Appleના એક અધિકારીએ નિવેદનમાં જણાવ્યું કે,”અમને અમારા સ્થાનિક ગ્રાહકો માટે ભારતમાં આઈફોન 12નું ઉત્પાદન શરૂ કરવા પર ગર્વ છે.”

એક રિપોર્ટ પ્રમાણે, જાણવા મળીયું છે કે, Apple કંપની પોતાનો અલગ પ્લાન નહીં લગાવે. તે તમિલનાડુમાં સ્થિત પોતાના ઓફિશિયલ મેન્યુફેક્ચરિંગ પાર્ટનર ફોક્સકૉનની મદદથી ભારતમાં આઈફોન 12 એસેમ્બલ કર છે. જો કે, ફોક્સકૉને આ વિશે કોઈ સ્પષ્ટતા આપી નથી.ભારતમાં આઈફોન 12નું એસેમ્બલ ફોક્સકૉનની સાથે શરૂ થવું એ નવાઈની વાત નથી કેમ કે બેંગલુરુ સ્થિતકંપનીનો બીજો મેન્યુફેક્ચરર વિસ્ટ્રોન થોડા મહિના પહેલા એક હિંસક વિરોધ પ્રદર્શનથી પસાર થયો હતો.

Appleનું આ પગલું આત્મનિર્ભર ભારત માટે કેટલું અસરકારક છે?

ભારતમાં આઈફોનના એસેમ્બલ કરવાથી વધુ લોકોને રોજગારી પ્રાપ્ત થશે અને ભારતમાં Appleકંપનીના માર્કેટનો વિસ્તાર વધશે. સાથે આત્મનિર્ભર ભારતના મિશન પર એક ડગલું આગળ વધશે. પરંતુ જો તમને એવું માનતા હોય કે આઇફોન 12ની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થશે, તો એવું નહીં થાય. આવું એટલા માટે કેમ કે, Aaple માત્ર આઈફોનને ભારતમાં એસેમ્બલ કરશે. તેના કોઈપણ પાર્ટ ભારતમાં બનાવવામાં નહીં આવે.

ભારત સરકારનું સ્માર્ટફોન નિર્માતાઓ માટે એક અનોખો પ્રયોગ.

આ પ્રયોગએ દર્શાવે છે કે, વૈશ્વિક સ્માર્ટફોન નિર્માતાઓ માટે ભારત કેવી રીતે મુખ્ય ઉત્પાદન કેન્દ્ર બની શકે છે. Samsung, Xiaomi, Oppo, Vivo અને Oneplus છેલ્લા દોઢ દાયકાથી પણ વધારે સમયથી ભારતમાં પોતાના સ્માર્ટફોન મોડેલ રજૂ કરી રહ્યા છે અને આ કંપનીઓએ પણ તાજેતરના વર્ષોમાં પોતાની ઉત્પાદન ક્ષમતામાં વધારો કર્યો છે. વૈશ્વિક દિગ્ગજોને આકર્ષવા માટે કેન્દ્ર સરકાર જે કંપનીઓ ભારતમાં ઉત્પાદન કરી રહી છે તેને ટેક્સ બેનિફિટ્સ પ્રદાન કરી રહી છે, સાથે જેને થોડાસમયમાં પોતાના ઉત્પાદનમાં વધારો કર્યો છે તેને પણ આ રાહત પ્રદાન કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.