Abtak Media Google News

ગુગલની પોપ્યુલર ઇમેઇલ સર્વિસ જીમેઇલ આજ સવારથી ડાઉન રહી છે જેના યુઝર પાસે જીમેઇલ એકાઉન્ટ છે તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહયો છે. જીમેઇલ એકાઉન્ટ પર ઇમેઇલ રીસીવ નથી થતા આ સાથે લોકોને જીટોક ઉપર ચેટીંગ કરવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહયો છે.જીમેઇલ પર એટેચ ચીજો પણ ડાઉનલોડ નથી થતી જેના કારણે યુઝર્સ મુશ્કેલીમાં મુકાયા. સાથોસાથ ગુગલ ડ્રાઇવ પણ ચાલતી નથી.

ગુગલે પોતાની સર્વિસ વેબસાઇટ પર લખ્યું છે કે અમે જીમેઇલના ઉપયોગમાં આવી રહેલી સમસ્યાની તપાસ કરી રહયા છીએ. આ અંગે અમે ટુંક સમયમાં માહીતી આપીશું. પ્રભાવીત યુઝર્સ જીમેઇલને એકસેસ કરી શકે છે. પરંતુ તેમને એરર મેસેજ, મોડેથી મેઇલ ખુલવા અને અન્ય અપ્રત્યાશીત વ્યવહારો જોવા મળી રહયા છે. પ્રભાવીત યુઝર્સ ઇમેઇલ મોકલી પણ નથી શકતા, તેમને એરર મેસેજ મળી રહયો છે. જેમાં લખાયું છે કે મેસેજ નહિ મોકલી શકાય.

ગૂગલે જણાવ્યુ હતું કે ગુગલ મેપ્સના ઉપયોગમાં પણ ગ્રાહકોને પરેશાનીનો સામનો કરવો પડી રહયો છે. જે યુઝર્સે સ્થાનની ઇમેજને બદલે સ્ટ્રીટ વ્યુ જોવાનો પ્રયાસ કર્યો હતો તેમને બ્લેક સ્ક્રીન જોવા મળી હતી. અમેરીકા, યુરોપ, એશીયા, ઓસ્ટ્રેલીયા અને દક્ષિણ અમેરીકાના લોકોએ આ પ્રકારની સમસ્યાઓ અનુભવી છે. યુ ટયુબ ઉપર પણ મુશ્કેલીઓ પડી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.