Abtak Media Google News

કેન્દ્રિય નાણામંત્રી અરુણ જેટલી ગૂગલની યુપીઆઇ બેઝ્ડ ડિઝિટલ પેમેન્ટ એપ લોન્ચ કરશે. ત્યારબાદ ડિઝિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમ ક્ષેત્રમાં હરિફાઇમાં  વધી જશે. નાણામંત્રાલયે શનિવારે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, નાણા મંત્રી જેટલી ગૂગલની ડિઝિટલ પેમેન્ટ એપ લોન્ચ કરશે.

Advertisement

આ એપને યુપીઆઇથી જોડવા માટે ગૂગલે નેશનલ પેમેન્ટ કૉર્પોરેશન ઓફ ઇન્ડિયાની સાથે કરાર કર્યો છે. આ એપ એન્ડ્રોઇડ પે ના જેવી હશે, જે ગૂગલ પ્લે સ્ટૉરમાં ઉપલબ્ધ થશે. તેજ એપ એન્ડ્રોઇડ પેની જેમ કામ કરશે. આ સર્વિસ માટે ગૂગલ દેશની મોટી ખાનગી બેન્કોની સાથે કૉન્ટ્રાક્ટ પણ કરી શકે છે. આ એપ RBIના નિયંત્રણ હેઠળ છે તેમજ આના ઉપયોગથી મોબાઈલના દ્વારા બે બેન્કોના ખાતાની વચ્ચે તાત્કાલિક ફંડ ટ્રાન્સફર કરી શકાશે. ડિઝીટલ પેમેન્ટ તરફ પગપેસારો કરે તેવી વાતો ચાલી રહી છે. જોકે વી ચેટ અને હાઈક મેસેન્જર તો પહેલેથી જ યુપીઆઈ આધારિત પેમેન્ટ સેવાને સપોર્ટ કરે છે.

લાંબા સમય બાદ મેસેજિંગ એપ વૉટ્સએપને નેશનલ પેમેન્ટ કૉર્પોરેશન ઓફ ઇન્ડિયાએ યૂનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ પેમેન્ટ માટે લીલી ઝંડી આપી દીધી હતી, એનપીસીઆઇમાંથી પરમીશન મળ્યા બાદ વૉટ્સએપ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક અને એક્સિસ બેન્ક સાથે વાત કરી રહી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.