Abtak Media Google News

ઇન્ટરનેટની દુનિયા ગુરુ સ્થાન ધરાવતું ગુગલ ફરી ચર્ચામાં આવ્યું છે ગુગલને ૧૩૬ કરોડ રૂપીયાનો દંડ ફટકારાયો છે. સીસીઆઇ કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાએ ગુગલને ઓનલાઇન સર્વે અને જાહેરાતની દુનિયામાં પોતાની અડગ મજબુત સ્થિતિનો દુરુયોગ કરવાનો દોષ સાબિત થતા ગુગલ પર રૂ ૧૩૫.૮૬ કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે.

Advertisement

આ આદેશ મેટ્રીમોની કંપની અને ક્ધઝયુમર યુનીટી એન્ડ ટ્રસ્ટ સોસાયટી દ્વારા વર્ષ ૨૦૧૨ માં ગુગલની માહિતી આપવામાં આવી હતી જેના આધારે આ આદેશ આપવામાં આવ્યો છે. ત્યારે સીસીઆઇએ જણાવ્યું હતું કે ગુગલને દંડ સ્પર્ધા વિરોધી ગતિવિધીને કારણે ફટકારાયો છે. ગુગલ પર આરોપ લગાવાયો હતો કે તે ઓનલાઇન સર્ચમાં પોતાની મજબુત સ્થિતિને કારણે સર્ચના પક્ષપાત અને હેરફેર કરે છે. સીસીઆઇના આદેશ મુજબ દંડની રકમ ૧૩૫.૮૬ કરોડ, નાણાકીય વર્ષ ૨૦૧૩-૧૪ અને ૧પ માં ભારતમાં કંપની દ્વારા કમાવાયેલીસરેરાશ રેવન્યુના પ ટકા છે.

સીસીઆઇએ જણાવ્યું હતું કે ગુગલના આ મુદ્દે જવાબ પર પણ વિચાર કરાયો અને બાદમાં દંડ લગાડવાનો નિર્ણય લેવાયો જો કે ગત વર્ષે તપાસમાં સહકાર ન આપવા બદલ ૧ કરોડનો દંડ ફટકારાયો હતો. ગુગલે ૬૦ દિવસની અંદર જ દંડની રકમ ચુકવવાના આદેશ અપાયા છે.

ગુગલના એક અધિકારીનું કહેવું છે કે અમે હંમેશા ગ્રાહકોને કંઇક અલગ નવું આપવાના પ્રયત્નો કર્યા છે. અને જે કંઇ ઇસ્યુ હતા તે સોલ્વ કરી લેવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.