Abtak Media Google News

ચેઇન્જ ચિલ્ડ્રન ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા

સહઅભ્યાસિક પ્રવૃત્તિ અને શૈક્ષણિક રમકડા સાથે વિવિધ શિક્ષણ પધ્ધતિનું નિષ્ણાંતો માર્ગદર્શન આપશે

શિક્ષણએ સતત ચાલતી પ્રક્રિયા છે, ત્યારે બાળકોની વય-કક્ષા મુજબ અસરકારક વર્ગ વ્યવસ્થા વચ્ચે તેને સ્વઅધ્યયન કરતાં જ વિશેષ ઘડતર થાયએ જરૂરી છે. નવા શૈક્ષણિક સત્ર જૂન-2023થી નવી શિક્ષણ નીતિ લાગુ પડી રહી છે એવા સંજોગોમાં શિક્ષણ ક્ષેત્રે જોડાયેલ તમામ લોકોએ એના વિશે જાણવું જરૂરી છે.

રાજકોટની ચેઇન્જ ચિલ્ડ્રન ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા શાળા સંકુલો, સંચાલકો અને શિક્ષકો માટે નવી શિક્ષણ નીતિ-2020ની તાલિમ યોજવામાં આવેલ છે. જેમાં રસ ધરાવતી સરકારી શાળા અને ખાનગી શાળાઓ જોડાઇ શકે છે. શિક્ષણ પ્રક્રિયામાં શિક્ષક સજ્જતા ખૂબ જ અગત્યની બાબત હોવાથી શિક્ષકે સતત શિખતા રહેવું પડે છે.

આ તાલિમ વર્કશોપમાં શિક્ષણ ક્ષેત્રનો છેલ્લા ચાર દાયકાનો અનુભવ ધરાવતા અને ચાઇલ્ડ સાયકોલોજીસ્ટ અરૂણ દવે તથા ડાયેટ રાજકોટના પૂર્વ પ્રાચાર્ય વી.ઓ. કાચા નિષ્ણાંત તરીકે સેવા આપશે. શાળા સંચાલકોએ પોતાની શાળામાં આ તાલિમ યોજવા માંગતા હોય તો મો.નં. 98250 78000 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

શિક્ષણ સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિનું મહત્વ અને વિવિધ એકમની સમજ માટે ટીચીંગ લર્નીંગ મટીરિયલ્સ (ઝકખ) સાથે બાળકની વય-કક્ષા મુજબ વિવિધ શિક્ષણ પધ્ધતિઓના ઉપયોગથી બાળકોનું ઘડતર થાય એ જરૂરી હોવાથી આવી તાલિમનું આજના યુગમાં મહત્વ છે. બાળકને આવવું-બેસવું ને ભણવું ગમે તેવા અસરકારક વર્ગ વ્યવસ્થામાં દરેક બાળકને શિક્ષણ મળે એ જરૂરી છે.

શિક્ષણની સાથે વિવિધ ગુણોના સિંચન સાથે જીવન મૂલ્ય શિક્ષણ સાથે છાત્રોનો સંર્વાગી વિકાસ થાય તે ખૂબ જ જરૂરી હોવાથી આવી તાલિમ મેળવવી શિક્ષક માટે જરૂરી ગણાય છે. આ તાલિમ શની-રવિ કે રજાના દિવસોમાં શૈક્ષણિક કાર્ય ન બગડે તેવી રીતે યોજવા આયોજક અરૂણ દવેએ વધુમાં જણાવેલ છે. કઠિન મુદ્ાની સરળ સમજ માટે વિવિધ એજ્યુકેશન ટેકનિક છે, જેનો ઉપયોગ વર્ગખંડમાં કેમ કરવો તેનું નિષ્ણાંતો માર્ગદર્શન આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.