Abtak Media Google News

રૂ.123.19 લાખ રૂપિયાના ખર્ચે નવનિર્મિત 9 આઇ.સી.ટી. લેબનું લોકાર્પણ, 118.45 લાખ રૂપિયાના ખર્ચે નિર્મિત 38 શાળાના જ્ઞાનકુંજ પ્રોજેક્ટનું લોકાર્પણ તેમજ 5 સરકારી પ્રાથમિક શાળાના 18 ઓરડાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું

Advertisement

પાંચ વર્ષ આપણી સરકારના સૌના સાથના સૌના વિકાસના સૌના વિશ્વાસના નિર્ધાર સાથે રાજય સરકાર સુશાસનમાં પાંચ વર્ષ નિમિતે જનહિતના વિવિધ કાર્યક્રમો યોજી રહી છે. જે પૈકી જ્ઞાનશકિત દિન નિમિતે આજે રાજયકક્ષાએથી અંદાજે રૂ.359 કરોડના જુદા જુદા 151 મુખ્ય કાર્યક્રમો સહિત વિકાસના લોકાર્પણ ખાતમુહુર્ત તેમજ કોમ્પ્યુટર લેબ અને જ્ઞાનકુંજ પ્રોજેકટ, શોધ, ખઢજઢ અને નમો ઈ-ટેબલેટ વિતરણ કાર્યક્રમો યોજાઇ રહયા છે જે પૈકી આજે મોરબી જિલ્લામાં રૂ.123.19 લાખ રૂપિયાના ખર્ચે નવનિર્મિત 9 આઇ.સી.ટી. લેબનું લોકાર્પણ, 118.45 લાખ રૂપિયાના ખર્ચે નિર્મિત 38 શાળાના જ્ઞાનકુંજ પ્રોજેક્ટનું લોકાર્પણ તેમજ 5 સરકારી પ્રાથમિક શાળાના 18 ઓરડાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

મોરબી એપીએમસી ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં રાજ્યના ઊર્જામંત્રી સૌરભભાઇ પટેલે જ્ઞાનશકિત કાર્યક્રમમાં ઉદ્દબોધન દરમિયાન જણાવ્યું કે, રાજ્ય સરકારે શિક્ષણ વિભાગની સતત ચિંતા કરી શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તન લાવી યુવાઓને ક્વોલીટી એજ્યુકેશન આપવા પર ભાર મુક્યો છે. સ્પર્ધાત્મક સમયમાં ગુજરાતનો યુવાન ક્યાંય પાછળ ન રહે, યુવા પેઢી નવા વિચાર સાથે કોઇ સ્ટાર્ટઅપ શરૂ કરે તો સરકાર તેને સહયોગી થઇ રહી છે.

સિરામીકનું હબ એવા મોરબી જિલ્લાની વીજ પૂરવઠાની માંગને પહોંચી વળવા માટે આગામી સમયમાં 1000 મેગાવોટની ક્ષમતા સાથેનું પ્લાનીંગ કરવામાં આવી રહ્યું છે. મોરબીની સુપ્રસિદ્ધ એલ.ઇ. કોલેજને હેરીટેજ સ્ટ્રક્ચર જળવાઇ રહે તે રીતે નવો આકાર આપવાની મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાની દરખાસ્તને પ્રભારી મંત્રી સૌરભ પટેલે હકારાત્મક અભિગમ સાથે સરકાર વિચારણા કરશે તેવી હૈયાધારણા આપી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના રાજયસ્તરના જ્ઞાનશક્તિ વર્ચ્યુઅલ કાર્યક્રમ ગાંધીનગર ખાતે સૌ જોડાયા હતા તેમજ જિલ્લાના વિવિધ મુખ્ય વિકાસ કામોનું પણ ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મોરબી ખાતેના કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન દરમિયાન એલ.ઇ. કોલેજના આચાર્ય સૌરભભાઇ પંડ્યાએ શિક્ષણ વિભાગની ખઢજઢ, નમો ઈ-ટેબલેટ તેમજ શોધ યોજના હેઠળ સરકાર દ્વારા આપવામાં લાભો અંગે વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.