Abtak Media Google News

5 કરોડનો સામાન ઓળવી જઈ રિલાયન્સ કંપની સાથે ચીટીંગ કરનાર  આરોપી ઝડપાયો

અબતક, ભરત ગોંડલીયા, અમરેલી : અમરેલી પોલીસ અધીક્ષક નિલિપ્ત રાય સાહેબ નાઓએ  અમરેલી જિલ્લામાં ગુનાઓ આચરી,પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર કેદીઓને પકડી પાડી,તેની સામે ધોરણ સર કાર્ય વાહી કરવા ખાસ ડ્રાઇવરનું આયોજન કરવામાં આવેલ અને નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર કેદીઓને પકડી પાડવા અમરેલી  જિલ્લા પોલીસને સુચના અને માર્ગદર્શન આપેલું હતું.

Advertisement

આ ડ્રાઇવર દરમિયાન  આર.કે કરમટા, ઇન્ચાર્જ પોલીસ  ઇન્સ્પેક્ટર એલ. સી.બી.અમરેલી તથા પેરોલ ફર્લો સ્કોડ ટીમ દ્વારા અમરેલી એલ.સી.બી.ના ટેકનીકલ સેલની મદદથી અમરેલી  જિલ્લાના મરીન પીપાવાવ પોલીસ સ્ટેશન તથા મુંબઈના ખાસ પોલીસ સ્ટેશનના વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનાઓના પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીને મુંબઈના ચેમ્બુર ખાતે આવેલ આરોપીના ઘરેથી ઝડપી લેવામાં આવેલ છે.

પકડાયેલા આરોપી રાજુ મનોહર નાઇક, ઉં.વ. 54, રહે. મુંબઈ રૂમ નં. 301, બિલ્ડીંગ નં.46, તિલક નગર ,સી.ટી .એસ. નં. 34, ચેમ્બુર ,મુંબઈ, મહારાષ્ટ્ર. અમરેલી જિલ્લાના મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી મનોજકુમાર રામચંદ્ર ઉપાધ્યાય ,ઉં. 55, ધંધો – જનરલ મેનેજર ,રિલાયન્સ ડિફેન્સ, પીપાવાવ પોર્ટ, રહે. આર. ડી.ઇ. એલ.કોલોની, પીપાવાવ,તા. રાજુલા, જી. અમરેલીનાઓએ ફરિયાદ લખાવેલ કે, આરોપી રાજુ મનોહર નાઇક,  રહે. મુંબઇ વાળાએ રિલાયન્સ નેવલ એન્જિનિયરિંગ પીપાવાવ  લિમિટેડ કંપની પાસેથી ભારતીય નૌકાદળની આઈ. એન.એસ સાવિત્રી શીપ રિફીટ  કરવાનો કોન્ટ્રાક્ટ રાખેલ હોય, આરોપીની કંપની દ્વારા સમયસર કામ પૂરું નહીં કરી શકતા, રિલાયન્સ નેવલ કંપની પીપાવાવનાઓને  આરોપીને આપેલ કોન્ટ્રાક્ટ રદ કરી નાખતાં,  આરોપી પાસે રહેલ આઇ.એન.એસ. સાવિત્રી શીપનો  રીફીટીંગ માટેનો  સામાન કિં.રૂ. 5  કરોડોનો, ફરિયાદની કંપની દ્વારા પાછો માંગતા, આ સામાન આરોપીને ફરીયાદીની કંપનીને પાછો નહી આપી,ફરીયાદીની કંપની સાથે કિં.રૂ.5 કરોડના સામાન અંગે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી ગુન્હો કરેલ હોય, જે અંગે મરીન પીપાવાવ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ફસ્ટે 2/2018, આઈ. પી. સી .કલમ 406 ,420 મુજબનો ગુનો તા.4/1/2018 ના રોજ નોંધાયેલ હતો

આ ગુનો નોંધાયા બાદ આરોપી રાજુ મનોહર નાઇક, છેલ્લા  અઢી વર્ષથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો હતો. નાસતા ફરતા આરોપી અંગે નામ. કોર્ટમાંથી સી.આર.પી.સી. કલમ 70 મુજબનું  વોરંટ પણ મેળવવામાં આવેલ હતું.

ઉલ્લેખનીય છે કે, પકડાયેલ આરોપી દ્વારા નામ.એડી.સેશન્સ  કોટે, રાજુલા ખાતે ઉપરોક્ત ગુનાના કામે આગોતરા જામીન મળવા માટે અરજી કરેલ હતી ,જે અરજી  એડી.સેશન્સ  કોર્ટ, રાજુલાનાઓ દ્વારા નામંજૂર કરવામાં આવેલ હતી. ત્યાર બાદ આરોપીને નામ. ગુજરાત હાઇકોર્ટમાં ઉપરોક્ત  એફ. આઇ.આર .રદ કરાવવા અને ધ્યાને ન લેવા માટે અરજી કરેલ હતી, જે અરજી પણ   ગુજરાત હાઇકોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવેલી હતી. મુંબઇ જિલ્લાના  ખાર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદી રવિ બંસી જયસિંગ, રહે. મુંબઇ બાંદ્રા પશ્ચિમનાઓએ પોતાની સાથે આરોપીએ રૂ. 63, 72,500/- ની છેતરપીંડી અને વિશ્વાસઘાત કરેલ હોય, જે અંગે ફરિયાદ આપતા ,ખાર પોલીસ સ્ટેશન ગુ.ર.નં 298/2021,આઇ.પી.સી. કલમ 420,34 મુજબનો ગુનો તા.29/4/2021 ના રોજ નોંધાયેલ  હતો. જે ગુનાના કામે પણ પકડાયેલા આરોપી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હતો.

ગુનાના કામે આગોતરા જામીન મળવા માટે પકડાયેલ આરોપીને  મુંબઈ હાઈકોર્ટમાં અરજી કરેલ હતી, જે અરજી  મુંબઇ હાઈકોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવેલ હતી. પકડાયેલ આરોપીને આગળની કાર્યવાહી માટે મરિન પીપાવાવ પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે.

કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક  નિલિપ્ત રાયની સૂચના અને માર્ગદર્શન હેઠળ થી આર.કે. કરમટા, ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી .અમરેલી તથા પેરોલ ફર્લો સ્કોડના એ.એસ.આઇ. શ્યામ કુમાર બગડા, હેડ કોન્સ્ટેબલ. અજય ભાઈ સોલંકી, હેડ કોન્સ્ટેબલ જયપાલસિંહ ઝાલા, પોલીસ કોન્સ્ટેબલ ધવલભાઇ મકવાણા, પોલીસ કોસ્ટેબલ જીજ્ઞેશભાઈ પોપટાણી, પોલીસ કોન્સ્ટેબલ. જનકભાઇ કુવાડીયા  તથા અમરેલી એલ.સી.બી ટેકનિકલ સેલના પોલીસ કોસ્ટેબલ .ભાવિનગીરી ગોસ્વામી દ્વારા કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.