Abtak Media Google News

પ્રસંગે હોલમાં આવેલા મહેમાને ડોક્ટરના ઘર પાસે કાર પાર્ક કરતા માથાકૂટ થઇ’તી

રાજકોટમાં બજરંગવાડીમાં રહેતા અને ભગવતીપરામાં ક્લીનીક ધરાવતા તબીબને હોલ સંચાલકે ઘર પાસે કાર પાર્ક કરવાની નજીવી બાબતે સંચાલકે તબીબને છરીના ઘા ઝીંકી દેતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ બજરંગવાડી શેરી નં.1માં ઉસ્માનીયા યાર્ડમાં જુનેજા હોલની બાજુમાં રહેતા અને ભગવતીપરા મેઇન રોડ ડો.સૈયદ નામની ક્લીનીક ધરાવતા તબીબ મહામદઅલી બાવામીયા મટારી (ઉ.વ.42) ઘર પાસે હતા ત્યારે તે વિસ્તારનાં જુનેજા હોલના સંચાલક રીઝવાને છરીના ઘા ઝીંકતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

પોલીસમાંથી મળેલ વિગતો મુજબ તબીબનાં પત્નીએ ઘરેથી તબીબને ફોન કર્યા હતો અને કહ્યું કે બાજુમાં પ્રસંગ હોવાથી હોલમાં આવેલા મહેમાનોએ ઘર પાસે કાર પાર્ક કરતા તેને કાર લઇ લેવાનું કહ્યું હતું તે બાબતે હોલ સંચાલક રીઝવાન ત્યાં ઘસી આવી ગાળો દેવા લાગ્યો હતો. જેથી તબીબ ઘર પર આવી હોલ સંચાલક પાસે જઇ વાતચીત કરી હતી અને ત્યારે મામલો શાંત પડ્યો હતો પરંતુ બાદ ઓફીસમાંથી બહાર આવી રીઝવાને તબીબને છરીના ઘા ઝીંકતા તેમને સારવારમાં ખસેડવામાં આવ્યા છે અને ગાંધીગ્રામ પોલીસે હોલ સંચાલક વિરુધ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.