Abtak Media Google News

કોરેકસ, ડી કોલ્ડ, અને વીકસ ૫૦૦ જેવી ૩૪૪ દવાઓ પર પ્રતિબંધ મામલે સુપ્રીમમાં સુનવણી: કહ્યું લોકહિતમાં ડ્રગ્સ ઉપર પાબંધી લગાવવા કેન્દ્ર પાસે સત્તા છે

ફીકસ ડોઝની ૩૪૪ દવાઓ પર કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૧૬માં પ્રતિબંધ લાદયો હતો. જેના વિરોધમાં થયેલ અરજી પર સુપ્રીમ કોર્ટે સુનવણી હાથ ધરી છે. જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, ફીકસ ડોઝ કોમ્બીનેશનની દવાઓ પર પ્રતિબંધ મુકવા સરકારે કોઇ સ્ટેચ્યુટરી બોર્ડ રચવાની જ‚ર નથી.

જણાવી દઇએ કે વર્ષ ૨૦૧૬માં કેન્દ્રએ કોરેકસ, સેરીડોન, ડી કોલ્ડ ટોટલ  અને વીકસ ૫૦૦ જેથી ૩૪૪ દવાઓ પર પ્રતિબંધ મુકયો હતો જેના વિરોધમાં અલગ અલગ ૧૦ હાઇકોર્ટમાં ફાર્મા કંપનીઓ દ્વારા ૫૦૦ થી વધુ અરજીઓ નોંધાઇ હતી. જેમાંથી દીલ્હી હાઇકોર્ટ સરકારના નિર્ણયની અવગણના કરી દવાઓ પરથી પ્રતિબંધ હટાવી લેવા કહ્યું હતું.  જેથી સરકારે આ મામલો સુપ્રિમમાં પડકારયો હતો અને કહ્યું હતું કે લોકોના સ્વાસ્થ્યના હિત માટે આ ફીકસ ડોઝ કોમ્બીનેશનની દવાઓ પર પ્રતિબંધ જરુરી છે. સરકારના આ નિર્ણય સામે ફાર્મા કંપનીઓ અને દિલ્હી હાઇકોર્ટે સુપ્રીમમાં દલીલો કરી હતી કે ૩૪૪ પ્રકારની દવાઓ પર પ્રતિબંધ લગાવ્યા પહેલા સરકારે સ્વાસ્થ્ય તરાજો સાથે વાટાઘાટો કરવી જોઇએ અને આ માટે સ્ટેચ્યુટરી બોર્ડની રચના કરી સલાહ સુચનો બાદ જ નિર્ણય લેવો જોઇએ. અને આ દવાઓ લોકોના હિતમાં છે કે કેમ તે નિષ્ણાતો સાથેની વાટાધાટો પછી જ ખબર પડે તેમ કહ્યું હતું. પરંતુ આ સામે સુપ્રીમ કોર્ટે આ દલીલોને નકારીને કહ્યું છે કે ફીકસ ડોઝ દવાઓ પર પ્રતિબંધ લાદવા સરકારે કોઇ બોર્ડની રચના કરવાની જ‚ર નથી. ન્યાયાધીશ આર.એફ. નરીમન અને સંજય કિશન કોલની બેંચે કહ્યું હતું કે, ડ્રગ્સ એન્ડ કોસ્મેટિકસ એકટની કલમ ૨૬-એ હેઠળ સરકાર વાટાઘાટો વગર પણ આ દવાઓ પર પ્રતિબંધ લાદી શકે છે. કારણ કે ર૬-એ કલમ હેઠળ સરકાર જાહેરહિતમાં આ દવાઓ પર પ્રતિબંધ લાદી શકે છે. અને આ માટે કેન્દ્ર સરકાર પાસે સત્તા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.