Abtak Media Google News

રાજકોટ ખાતે શિક્ષણ રાજયમંત્રી વિભાવરીબેન દવેની અધ્યક્ષતામાં જિલ્લામાં શિક્ષણ વ્યવસ્થા અંગેની સમિક્ષા બેઠક મળી

રાજયના શિક્ષણ રાજય મંત્રી વિભાવરીબેન દવેની અધ્યક્ષતામાં રાજકોટના સર્કીટ હાઉસ ખાતે જિલ્લાની શિક્ષણ વિભાગ સંબંધિત કામગીરીની સમિક્ષા  બેઠક મળી હતી.

આ બેઠકમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મેહુલ વ્યાસે જિલ્લામાં પ્રાથમિક શિક્ષણમાં માળખાગત સુવિધાઓ, ડ્રેાપ આઉટ રેશિયો, શિક્ષકોની સંખ્યા, ટ્રાન્સ્પોર્ટેશનની  સુવિધા, પજ્ઞ્રાવર્ગો, મધ્યાહન ભોજનની માળખાગત સુવિધા અને લાભાર્થીઓ, શિક્ષણની ગુણાવત્તા, સ્માર્ટરૂમ, જનભાગીદારી, સ્વૈચ્છીક સંસ્થાઓનો સહયોગ અને ખાસ કરીને ક્ધયા કેળવણી અને ઇનોવેટીવ એકટીવીટી વિશે વિસ્તૃત માહિતી પ્રેઝન્ટેશન માધ્યમથી રજૂ કરી હતી.

જયારે માધ્યમિક શિક્ષણાધિકારી આર.એલ ઉપાધ્યાયે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકની બોર્ડની પરિક્ષાની તૈયારી જેવીકે સી.સી. ટી.વી સજ્જ  કેન્દ્રો, સંવેદનશિલ અને અતિસંવેદનશિલ તથા તકેદારી રાખવા યોગ્ય કેન્દ્રો, કાઉન્સીલીંગ કેન્દ્રો તથા ડ્રેાપ આઉટ રેશિયો જેવી વિવિધ માહિતી રજૂ કરી હતી. આ તકે ડાયેટના પ્રાચાર્ય ચેતનાબેન વ્યાસે સંસ્થાની વિવિધ વિભાગોની કામગીરી અને કાર્યસિધ્ધીની વિસ્તૃત માહિતી રજૂ કરી હતી.  શિક્ષણ રાજય મંત્રી વિભાવરીબેન દવેએ માહિતીથી અવગત થઇ સંતોષ વ્યકત કરતાં વધુમાં જણાવ્યું હતુ કે રાજય સરકાર રાજયના દરેક બાળકોને શિક્ષણ મળે અને સુશિક્ષત સમાજનું નિર્માણ થાય તે માટે પ્રતિબધ્ધ છે. મિશનવિદ્યા, શાળા પ્રવેશોત્સવ અને શિક્ષણની ગુણવત્તા સુધારણા અર્થે શાળા ગુણોત્સવ જેવા વિવિધ કાર્યક્રમો દર વર્ષે યોજવામાં આવે જ છે.

આ સાથે શિક્ષણ મેળવતા બાળકોના વાલીઓની પણ શિક્ષણની ગુણવત્તા સુધારવામાં સહભાગીતા વધે તે માટે પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો. આ તકે તેઓએ જે વિસ્તારમાં પ્રાથમિક શિક્ષણ બાદ માધ્યમિક શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો જણાતો હોય તેવા વિસ્તારોમાં કસ્તુરબા ગાંધી બાલ વિદ્યાલય અને મોડેલ સ્કુલ શરૂ કરવા તથા જરૂરીયાત મુજબ આવા વિસ્તારોમાં વર્ગો વધારવા પર ભાર મૂકતા માળખાગત સુવિધામાં વધારો કરવા અને દરેક બાળક પૂર્ણ શિક્ષણ મેળવે તે બાબતે ઉપયોગી માર્ગદર્શક સુચનો કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.