Abtak Media Google News

અમદાવાદ: કેટલાંક રાજ્યોમાં એમ્ફોટેરિસિન બીની માગમાં એકાએક વધારો થયો છે, જેને મ્યુકોરમાયકોસિસથી પીડિત દર્દીઓ માટે ફિઝિશિયન્સ પ્રીસ્ક્રાઇબ કરે છે. જે કોવિડ બાદ કેટલાંક દર્દીઓમાં જોવા મળતી સમસ્યા છે. એટલે ભારત સરકારે આ દવાનું ઉત્પાદન વધારવા ઉત્પાદકોને પ્રોત્સાહન આપ્યું છે. આ દવાની વધારાની આયાત સાથે અને સ્થાનિક સ્તરે એના ઉત્પાદનમાં વધારો થવાની સાથે પુરવઠો વધશે એવી અપેક્ષા છે.

ઉત્પાદકો/આયાતકારો પાસે સ્ટોકની પોઝિશનની સમીક્ષા કર્યા પછી અને એમ્ફોટેરિસિન બીની માંગની પેટર્નને ધ્યાનમાં રાખીને ફાર્મા વિભાગે 11 મે, 2021ના રોજ અપેક્ષિત પુરવઠાને આધારે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને આ દવાની ફાળવણી કરી છે. પુરવઠો 10થી 31મે, 2021 વચ્ચે ઉપલબ્ધ થશે. રાજ્યોને સરકાર અને ખાનગી હોસ્પિટલો તથા હેલ્થકેર સંસ્થાઓ વચ્ચે પુરવઠાનું સમાન રીતે વિતરણ કરવાની વ્યવસ્થા ઊભી કરવા વિનંતી કરવામાં આવી છે.

રાજ્યોને આ ફાળવણીમાંથી દવા મેળવવા ખાનગી અને સરકારી હોસ્પિટલો માટે ‘પોઇન્ટ ઓફ કોન્ટેક્ટ’ની જાણકારી પ્રસિદ્ધ કરવાની પણ વિનંતી કરવામાં આવી છે. ઉપરાંત રાજ્યોને વિનંતી કરવામાં આવી છે કે, ઉચિત ઉપયોગ સ્ટોક ઊભો કરી શકે છે, જેનો પુરવઠો પૂરો પાડવામાં આવ્યો છે તેમજ સ્ટોક કરવામાં આવ્યો છે, જેની ફાળવણી થઈ છે. પુરવઠા માટે વ્યવસ્થા પર નેશનલ ફાર્માસ્યુટિકલ્સ પ્રાઇસિંગ ઓથોરિટી (એનપીપીએ) દ્વારા નજર રાખવામાં આવશે.

દેશ મહામારીની ગંભીર લહેરનો સામનો કરી રહ્યો છે અને એની દેશના વિવિધ વિસ્તારોમાં અસર થઈ છે. ભારત સરકાર કોવિડની આવશ્યક દવાઓનો પુરવઠો વધારવા કામ કરી રહી છે તથા સમાન અને પારદર્શક રીતે રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પુરવઠો ઉપલબ્ધ કરાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.