Abtak Media Google News

ડીએચએફએલ અને પીએમસી બેંકે સરકારને નાદારી કાયદા હેઠળ એનબીએફસીને બચાવવા કર્યું સુચન

સરકાર પોતાની અર્થવ્યવસ્થાને બેઠી કરવા માટે જે પગલાઓ લઈ રહી છે તેની સામે દેશનાં નાણા ઉપાડી વિદેશ જનાર વિલફુલ ડિફોલ્ટરો સામે લાલ આંખ કરી હતી અને નોન બેન્કિંગ ફાયનાન્સ કંપની પાસેથી ખુબ મોટી રકમ લઈ વ્યવસાય કરવાના બહાને ફરાર થઈ જનાર લોકો પર રોક મુકવા માટે સરકારે કડક નાદારી કાયદો અમલી બનાવ્યો છે પરંતુ કડક અમલવારીનાં પગલે નોન બેન્કિંગ ફાયનાન્સ કંપનીઓને ઘણી માઠી અસર પહોંચી રહી છે ત્યારે સરકાર એનબીએફસીને બચાવવા માટે સ્પેશિયલ બારી ખોલશે તેવું સુચન કરવામાં આવી રહ્યું છે જેનો નિર્ણય ટુંક સમયમાં લેવાય તો નવાઈ નહીં.

સરકારી સુત્રોનાં જણાવ્યા અનુસાર સરકાર નાદારીનાં કાયદા હેઠળ એનબીએફસી કંપનીને બચાવવા માટે એક અલગ જ વ્યવસ્થા ઉભી કરવા માટે વિચાર કરી રહી છે. હાલ નોન બેન્કિંગ ફાયનાન્સ કંપનીમાં તરલતાનો અભાવ જોવા મળી રહ્યો છે જેને લઈ એનબીએફસી ક્ષેત્રની હાલત અત્યંત કફોડી બની છે ત્યારે સરકાર દ્વારા અમલી બનાવાયેલા નાદારી કાયદામાંથી એનબીએફસીને દુર રાખવા માટે એક અલગ વ્યવસ્થા ગોઠવવાની જોગવાઈ કરવામાં આવશે. એનબીએફસી કંપનીની જયારે વાત કરવામાં આવે તો ડીએચએફએલ તથા પીએમસી કંપનીને અત્યારનાં ઘણી ખરી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. તેમનાં દ્વારા સરકારને સુચન કરવામાં પણ આવ્યું હતું કે, એનબીએફસી કંપની માટે એક સ્પેશિયલ વ્યવસ્થા ઉભી કરવામાં આવે જેના ઉપર સરકાર ગંભીરતાપૂર્વક વિચાર કરી રહી છે. હાલ જે નાણાકિય સંસ્થાઓ કે જે મોટા વ્યાપારીઓને નાણા આપે છે તેમની સ્થિતિ અત્યંત દયનીય હોવાનાં કારણે તેઓને નાદારીનાં કાયદા હેઠળ ન લાવી શકાય તેવું પણ સુચન કરવામાં આવ્યું છે.

એફકેઝેડ

નોન બેન્કિંગ ફાયનાન્સ કંપની જે દેશની અર્થવ્યવસ્થાની કરોડરજજુ સમાન માનવામાં આવે છે. લોકોનાં જે સ્વપ્નાઓ છે તેને એનબીએફસી કંપનીઓ જ પુરી કરી શકે છે અન્ય કોઈ રાષ્ટ્રીય અધિકૃત બેંક પછી અન્ય કોઈ નાણા આપતી કંપની પરંતુ જે રીતે દેશની અર્થવ્યવસ્થાને માઠી અસર પહોંચી છે તેનાથી નોન બેન્કિંગ ફાયનાન્સ કંપનીઓ પૂર્ણત: પડી ભાંગી છે. સરકાર વિચાર કરી રહી છે કે, આ સંસ્થા કે આ કંપનીઓને ફરીથી કેવી રીતે બેઠી કરી શકાય જો યોગ્ય સમયે એનબીએફસી ક્ષેત્ર બેઠુ નહીં થાય તો વ્યાપાક અસર દેશની અર્થવ્યવસ્થાને વેઠવી પડશે. મોદી સરકાર અને કેન્દ્ર સરકારનું જે ૫ ટ્રિલીયન ડોલર ઈકોનોમીનું સ્વપ્ન છે અને ૮ ટકા જીડીપી ગ્રોથ જે નિર્ધાર કરવામાં આવ્યો છે તેને પરીપુર્ણ કરવા માટે સરકારે વિશેષ મહેનત કરવી પડશે અને તે દિશામાં યોગ્ય પગલાઓ પણ લેવા પડશે.

હાલની પરિસ્થિતિમાં કોઈપણ સંસ્થા કે જેને સ્થિર થવું હોય અને દેશનાં આર્થિક વિકાસમાં સહભાગી થવું હોય તે સર્વેએ એનબીએફસી ક્ષેત્રને બેઠુ કરવા માટે મહેનત કરવી પડશે. હાલની સ્થિતિમાં જો વાત કરવામાં આવે તો વિલફુલ ડિફોલ્ટરોનાં કારણે નોન બેન્કિંગ ફાયનાન્સ કંપનીની સ્થિતિ અત્યંત કફોડી બની ગઈ છે જેનાં કારણોસર સરકાર દ્વારા જટીલ નાદારી કાયદાને લાગુ કરવામાં આવ્યો છે પરંતુ એનબીએફસી ક્ષેત્રની વ્યથા સમજી સરકાર પણ યોગ્ય પગલા લેવા માટે તત્પરતા દાખવી છે અને ભરોસો પણ આપવામાં આવ્યો છે કે, નાદારી કાયદામાંથી નોન બેન્કિંગ ફાયનાન્સ કંપનીઓને બચાવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.