Abtak Media Google News

વર્તમાન વિધાનસભાની મુદ્દત આવતીકાલ પૂર્ણ થઇ રહી હોય તે પહેલા કોઇ પક્ષ સરકાર રચવા દાવો ન કરે તો રાજ્યપાલ કોશીયારી રાષ્ટ્રપતિ શાસનની કેન્દ્ર સરકારને ભલામણ કરશે તે નિશ્ચિત મનાય રહ્યું છે

દાયકાઓથી મહારાષ્ટ્ર રાજય દેશના રાજકીય, સામાજીક, અને ધાર્મિક ચળવળનું કેન્દ્ર બિંદુ રહ્યું છે. મહારાષ્ટ્ર રાજયમાં થતી આ ચળવળો દેશભરને નવી દિશા અને દશા નકકી કરતુ રહે છે. આવા મહારાષ્ટ્રમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં સાથે લડેલા ભાજપા અને શિવસેના વચ્ચે પરિણામો બાદ સર્વોપરિતાનો જંગ મંડાયો છે. જેના કારણે આ યુતિ પાસે સ્પષ્ટ બહુમતિ હોવા છતાં પરિણામના પખવાડીયા બાદ નવી સરકારની રચના થઈ શકી નથી. મહારાષ્ટ્ર વર્તમાન વિધાનસભાની મુદત આવતીકાલે પૂર્ણ થનારી છે. ત્યારે ભાજપ શિવસેના વચ્ચેની આ રાજકીય મડાગાંઠ ‘મહા’ ગાંઠ સમાન બની ગઈ છે. જેથી, મહારાષ્ટ્રમાં કોની સરકાર રચાશે તેના પર પ્રશ્ર્નાર્થ ઉભો થવા પામ્યો હોય રાજકીય તખ્તો રાષ્ટ્રપતિ શાસન તરફ ખસેડાતો જોવા મળી રહ્યો છે.

મહારાષ્ટ્ર વિધાનસભાના તાજેતરમાં આવેલા પરિણામોમાં ૨૮૮ બેઠકોમાંથી ભાજપનો ૧૦૫ જયારે શિવસેનાને ૫૬ બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મળી છે. પરંતુ, શિવસેના તેમને પ્રથમ અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદ આપવા ઉપરાંત સતામા ૫૦-૫૦ ટકાની ભાગીદારીની માંગણી કરી રહી છે. શિવસેના ભાજપની આ માંગણી સ્વીકારવાના મુડમાં ન હોય બંને સાથી પક્ષો વચ્ચે છેલ્લા એક પખવાડીયાથી સર્વોપરિતાનો જંગ ચાલીરહ્યો છે. વર્તમાન વિધાનસભાની મુદત આવતીકાલે પૂર્ણ થઈ રહ્યો છે. જેથી આવતીકાલ પહેલા કોઈપણ રાજકીય પક્ષ સરકાર રચવા દાવો ન કરે તો રાજયપાલ ભગતસિંહ કોશીયારી પાસે રાષ્ટ્રપતિ શાસન લાદવા કેન્દ્ર સરકારને ભલામણ કરવા ઉપરાંત ચાર જેટલા વિકલ્પો હોવાનું રાજકીય નિરીક્ષકોનું માનવું છે.

એફકેઝેડ

મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે ચાલી રહેલા તનાવને પગલે નવી સરકારની રચના અંગે અનિશ્ચિતતા ઉભી થઈ છે. વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ શનિવારે જ સમાપ્ત થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે જો ભાજપ અને તેના સાથી પક્ષ શિવસેનાએ ત્યાં સુધીમાં તેમના મતભેદોનું સમાધાન નહીં કરે તો શું થશે? આ સ્થિતિમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશીયારી પાસે ચાર વિકલ્પો છે. તેમ બંધશરણ નિષ્ણાંતોનું માનવું છે.

રાજ્યપાલ હાલના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને નવું મુખ્યમંત્રી બને ત્યાં સુધી રખેવાળ સીએમ તરીકે સેવા આપવા કહેશે કારણ કે મુખ્યમંત્રીની મુદત વિધાનસભા સાથે પૂરી થાય તે જરૂરી નથી.રાજ્યપાલ કોશિયારી સૌથી મોટી પાર્ટીના નેતા તરીકે ફડણવીસને મુખ્યમંત્રી પદે નિમણૂક  કરીને ગૃહમાં બહુમતી સાબિત કરવા કહી શકે છે. પછી ભલે તે ફ્લોર ટેસ્ટમાં નિષ્ફળ જાય.  રાજ્યપાલો વિધાનસભાને તેમના નેતાને ફ્લોર પર પસંદ કરવા માટે કહી શકે છે. જો કોઈ વિવાદ હોય તો બેલેટ પેપર્સનો ઉપયોગ કરી શકાય છે. ભૂતકાળમાં વર્ષ ૧૯૯૮માં, સુપ્રીમ કોર્ટને નવા સીએમ જગદમ્બિકા પાલ અને તેમના હકાલપટ્ટી પુરોગામી કલ્યાણ સિંહ વચ્ચે નિર્ણય લેવા યુપી વિધાનસભામાં મત આપવા કહેવામાં આવ્યું હતું.

જો કોઈ પક્ષ પૂરતી બહુમતી વગર સરકાર બનાવવાનો દાવો કરે અને પ્રથમ ત્રણ વિકલ્પો નિષ્ફળ જાય, તો રાજ્યપાલ રાષ્ટ્રપતિના શાસનની અંતરાલને સમાપ્ત કરવા ભલામણ કરી શકે છે. શિવસેનાએ ગુરુવારે બેઠક બાદ તેના ધારાસભ્યોને હોટલમાં મોકલ્યા, જ્યાં તેઓ આવતીકાલે મોડી રાત સુધી રોકાઈ શકે છે. શિવસેનાએ ઉદ્ધવ ઠાકરેને સરકારની રચના અંગે અંતિમ નિર્ણય લેવાની સત્તા આપી છે. ઠાકરેની આગેવાની હેઠળના તમામ પક્ષના ધારાસભ્યોની બેઠક એક કલાક સુધી ચાલી હતી જેમાં રાજકીય પરિસ્થિતિની ચર્ચા કરવામાં આવી હતી અને ધારાસભ્યોએ પુનરોચ્ચાર કર્યો હતો કે લોકસભાની ચૂંટણીઓ પૂર્વે પદ અને જવાબદારીઓના સમાન ભાગીદારીના ફોર્મ્યુલા પર સહમતી થઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.