Abtak Media Google News

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનામાં દર વર્ષે 25,000 તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશીપરૂપે અપાશે, જ્યારે ધોરણ. 9 થી 10 સુધીના અભ્યાસ દરમિયાન વાર્ષિક 20,000 રૂપિયા મળશે: ઉપરાંત ધોરણ. 11 થી 12 સુધીના અભ્યાસક્રમ દરમિયાન વાર્ષિક 25000 ની સ્કોલરશીપ અપાશે

વિદ્યાર્થીઓના હિતમાં સરકારે વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે, રાજ્ય સરકારે નવી સ્કોલરશિપ યોજના જાહેર કરી છે જે જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના છે આ યોજનાનો લાભ લેવા માટે  વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવી પડશે અને  જે મેરીટના આધારે સ્કોલરશીપ આપવામાં આવશે. આ યોજનામાં સમાવેશ થતા તેજસ્વી વિદ્યાર્થીઓને દર વર્ષે 25,000 સ્કોલરશીપ અપાશે તેમજ ધોરણ 9 થી 10 સુધીના અભ્યાસ દરમિયાન વાર્ષિક ₹20,000 મળશે અને ધોરણ 11 થી 12 સુધીના અભ્યાસક્રમ દરમિયાન વાર્ષિક 25000ની સ્કોલરશીપ આપવામાં આવશે. સ્કોલરશીપની રકમ ડીબીટીના માધ્યમથી સીધી બેંક ખાતામાં જમા થશે તેમજ ધોરણ 1 થી 8માં સરકારી અથવા અનુદાનિત શાળામા સળંગ અભ્યાસ કરવો હોવો જરૂરૂ છે.

રાજ્ય સરકારે જાહેર કરેલી ‘જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના’માં દર વર્ષે 25,000 તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશીપરૂપે અપાશે. જ્યારે ધોરણ. 9 થી 10 સુધીના અભ્યાસ દરમિયાન વાર્ષિક 20,000 રૂપિયા મળશે. તેવી રીતે ધોરણ. 11 થી 12 સુધીના અભ્યાસક્રમ દરમિયાન વાર્ષિક 25000 ની સ્કોલરશીપ અપાશે. આ સિવાય ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓને પણ સ્કોલરશીપ યોજનાનો લાભ મળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 આરટીઇ હેઠળ પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ માટે પણ ગુજરાત સરકાર નવી શિષ્યવૃત્તિ લઈને આવી છે. ગુજરાત સરકારે નક્કી કર્યું છે કે સ્પેશિયલ કેટેગરીના વિદ્યાર્થીઓને દર વર્ષે 20 હજાર રૂપિયા આપવામાં આવશે. ગુજરાતના 2023-24ના તેના વાર્ષિક બજેટમાં સરકારે રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 આરટીઇ હેઠળ પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને 20,000 રૂપિયા આપવા માટે 50 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. રાજ્ય શિક્ષણ વિભાગ આઠમા ધોરણના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરશે અને ટોપ સ્કોર કરનારાઓને રૂ. 20,000નું વાઉચર આપશે જેથી તેઓ ખાનગી શાળામાં આગળનું શિક્ષણ મેળવી શકે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.