Abtak Media Google News

કર્તવ્ય નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડતા વજૂભાઈ વાળા: યુવાનો માટે પ્રેરણાદાયી કાર્યશૈલી

કર્ણાટકના રાજયપાલ વજુભાઈ વાળા પર તાજેતરમાં એન્જીયો પ્લાસ્ટી કરવામાં આવી હતી. તેઓને આઈસીયુમાંથી રૂમમાં શિફટ કરતાની સાથે જ પેન્ડીંગ ફાઈલોનો નિકાલ કરવાનું કામ શરૂ કરી દીધું છે.

કર્ણાટકના રાજયપાલ વજુભાઈ વાળાએ આઈ.સી.સી.યુ.માંથી રૂમમાં શીફટ કરતાની સાથે જ પોતાની આગવી કુનેહના દર્શન થાયતેવી કુશળતાથી પૂન: ઓફિસ કાર્ય પૂર્ણ કરવાની શરૂઆત હોસ્પિટલમાંથી જ શરૂ કરી હતી.

7537D2F3 5

કર્તવ્યનિષ્ઠાનું એક આદર્શ ને ઉતમ ઉદાહરણ ૮૨ વર્ષની જૈફ ઉમરે યુવાનોને પ્રેરણા આપે તેવા ઉત્સાહ અને ફરજ નિષ્ઠાનું જીવંત દ્રષ્ટાંત વજુભાઈએ પોતાના જીવનમાં આચરણ દ્વારા પૂરૂ પાડયું છે. શિસ્ત બધ્ધ સ્વયંસેવક તરીકે જે કોઈ જવાબદારી સોપવામાં આવે તે પૂર્ણ નિષ્ઠા અને સમર્પણ ભાવ સાથે હસતા હસતા નિભાવી જાણી છે. રાજયનાં હિતમાં નિર્ણયો કરવામાં કોઈ જ વિલંબ ન થાય તે માટે સદાયે તત્પરા રહેવાની તેની વિશિષ્ટતાના દર્શન જોવા મળ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.