Abtak Media Google News

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે તા. 2 ઓગસ્ટ તેમના 65મા જન્મદિવસની શરૂઆત ભાજપના દિગ્ગજ નેતા,  કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ,ગુજરાતમાં નાણા મંત્રી તરીકે સૌથી વધુ વખત બજેટ રજૂ કરનાર પૂર્વ નાણામંત્રી અને રાજકોટના પૂર્વ મેયર એવા વડીલ વજુભાઈ વાળાના  વહેલી સવારે રાજકોટ ખાતે આશીર્વાદ મેળવી કરી હતી.

વજુભાઇ વાળાએ આ પ્રસંગે 65મા જન્મ દિવસ અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સફળતા પૂર્વક પાંચ વર્ષ પૂર્ણ  કરવા બદલ વિજય રૂપાણી તેમજ સમગ્ર રાજ્ય સરકારને અભિનંદન અને શુભેચ્છાઓ આપી હતી. મુખ્યમંત્રી રૂપાણીએ આજે વહેલી સવારે તેમના માર્ગદર્શક અને  પૂર્વ રાજ્યપાલ-નાણા મંત્રી વજુભાઈ વાળાની તેમના ઘરે રાજકોટ ખાતે શુભેચ્છા મુલાકાત કરી ખબર અંતર પૂછ્યા હતા.

આ દરમિયાન વજુભાઈ વાળાએ જણાવ્યુ હતું કે વિજયભાઈ એક નીડર નેતા છે. સ્વયં સેવક સંઘ સાથે જોડાઈ તેમણે પાર્ટી એ જે કામ સોંપ્યું તે કામ નિષ્ઠાપુર્વક કર્યું છે,. નાની વયે તેમણે વિધાર્થીઓના હિતમાં 11 મહિનાનો જેલવાસ ભોગવેલો.

આ મુલાકાત વેળાએ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ઈશ્વરભાઈ પરમાર, સાંસદ મોહનભાઈ કુંડારીયા,ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર, લાખાભાઈ સાગઠીયા, અરવિંદ ભાઈ રૈયાણી, મેયર પ્રદિપભાઈ ડવ, અંજલીબેન રૂપાણી, અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, કમલેશભાઈ મીરાણી, રાજુભાઈ ધ્રુવ, ગુણુભાઇ ડેલાવાલા, કલેક્ટર અરૂણકુમાર મહેશ બાબુ, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.