Abtak Media Google News

પીવાના પાણી, જળ સંચય, વિજળી, પીડીસી કનેકશન અને પાક વિમા સહિતની સુવિધાઓ ખેડૂતોના વિકાસ માટે આપી છે: વીંછીયા, જસદણ, લોધીકા, કોટડા સાંગણી અને પડધરીના ખાટલાં બેઠક પૂર્ણ: બાકીના તાલુકાઓમાં ૧૫મી સુધી ખાટલા બેઠક ચાલશે

મૃદ્ધ ખેતી અને સમૃદ્ધ કિસાનલક્ષી દ્રષ્ટીકોણી યેલા વૈચારિક આદાન પ્રદાની અને જેના હૈયે રાજ્યના કિસાનોનું હિત વસેલું હોય તે જ ખેડૂતોની ચિંતા કરતુ હોય છે. કિસાનોની સુખાકારી અને ઉન્નતી માટે પ્રયાસશીલ રહેતા હોય તેવા રાજ્યોમાં ગુજરાત આજે ખુબજ આગવું સન ધરાવે છે. હાલના વડાપ્રધાનશ્રી અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના કિસાનો સુદ્રઢ સેવા અને વિકાસ માટે ઇ અનેકવિધ લોકકલ્યાણકારી યોજના કી સમૃદ્ધ ખેતી અને ખેડૂતોની સુખાકારી અને સમૃદ્ધિમાં અનેકગણો વધારો યો છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કિસાનો માટેના વિકાસ માટે કંડારેલી કેડીને આપણા ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ખેડૂતહિતલક્ષી નીતિઓ અપનાવી ખેડૂતો માટે લાભદાયક એવા અનેક ઐતિહાસિક નિર્ણયો લીધા છે તેમ રાજકોટ જીલ્લા ભાજપા પ્રમુખ ડિ.કે.સખીયા, મહામંત્રી ભાનુભાઈ મેતા, પૂર્વ મંત્રીશ્રી અને ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, સાંસદ મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયાએ કોંગ્રેસની બેધારી નીતિને વખોડતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ દેવા માફીના મુદે, સિંચાઈ, સબસીડી, વીજળી, પીડીસી કનેક્શન, ટેકાના ભાવ, પાક વીમાના પ્રશ્ને ખેડૂતોને ગુમરાહ કરી રહ્યા છે.

કોંગ્રેસ તેનો ભૂતકાળ યાદ કરી જવાબ આપે. કેન્દ્રની યુપીએ કોંગ્રેસની સરકારે ૨૦૦૯માં દેવાનાબુદીની જાહેરાત કરી ત્યારે કિસાનો પર કુલ ૭ લાખ કરોડનું દેવું હતું અને કોંગ્રેસે માત્ર ૭૦ હાજર કરોડની જાહેરાત કરીને કિસાનોની મશ્કરી કરી ૩૦ લાખ કિસાનો માંથી માત્ર ૪.૫ લાખ કિસાનોને લાભ મળ્યો હતો. વ્યાજ માફીના રૂપિયા કિસાનોને ૨૦૧૧ સુધી બેંકોને આપ્યા નહિ અને તે આખા ભારતની ૧૧૫૦ કરોડની રકમ ૪ વર્ષ સુધી ન આપી અને ૫૫૦ કરોડ જ ગુજરાતને અાપ્યા જેમાંી ફક્ત રાજકોટ જીલ્લાને ૨૫ કરોડજ માંડ મળ્યા હતા.

વર્ષ ૧૯૯૫ પહેલા ૪૫૦૦ ગામડાઓની પ્રજા પીવાના પાણી માટે વલખા મારતી હતી. પાંચ-પાંચ કિ.મી. દુરી પાણીના બેડા ભરતા, બેડાયુધ્ધો તા. આજે કોંગ્રેસ પાણી ની મળતું તેવા જુઠાણાઓ ફેલાવે છે. ભાજપા સરકારે મહી પરીએજ અને નર્મદા યોજના કી ગુણવત્તાયુક્ત પાણી ગુજરાતના છેવાડાના ગામ સુધી વ્યવસ કરી આપી છે. કોંગ્રેસે વરસાદી પાણી રોકીને જળસ્તર વધારવાના બદલે પાણીનું માઈનીંગ કરવામા આવ્યું. જેી જમીનના જળસ્તર ૧૫૦૦ ફૂટ ઉંડા જતા રહ્યા.

ગુજરાતની જમીન કોંગ્રેસના પાપે ઉજ્જડ ઇ ગઈ. કોંગ્રેસે ૪૦ વર્ષના શાસનમાં ૩૪૯૨ ચેકડેમ બનાવ્યા. ભાજપા સરકારે ટૂંકાગાળામાં ૧ લાખ ૭૦ હજાર ચેકડેમો, આડબંધો બાંધીને જળસ્તર ઉંડા હતા તે ઉપર આવવાના કારણે ખેડૂત અને ખેતી સમૃદ્ધ બન્યા. નરેન્દ્રભાઈ મોદીએ નેવાના પાણી મોભે ચડાવ્યાની કહેવતને ર્સાક કરવા સૌની યોજના બનાવી ૧૧૫ ડેમો નર્મદાના પવિત્ર પાણીી ભરી દેવા યુદ્ધના ધોરણે પાઈપ લાઈનના કામ શરુ ઇ ગયેલ છે.

કોંગ્રેસના શાસનમાં ખેડૂતોએ પુરતી વીજળીની માંગ માટેના આંદોલનો કર્યાં પરંતુ કોંગ્રેસએ વીજળી આપવાના બદલે ૧૬ ખેડૂતોને ગોળીઓ ધરબીને વીજળીને બદલે મોત આપ્યા. ખેડૂતોની મોટરો બળી જતી. જયારે ભાજપા સરકારે ૨૦ વર્ષી ૦.૬૦ પૈસા યુનિટ અને ફિક્સ ઇંઙ વાળાને તો ૦.૨૦ પૈસા યુનિટ વીજળી આપવામાં આવે છે. વીજળીમાં સરકાર ૧૦,૦૦૦ કરોડની સહાય કરે છે.કોંગીના શાસનમાં ૧૭-૧૭ વર્ષો સુધી ખેડૂતોને વીજ કનેક્શન પેન્ડીંગ રહેતા હતા. જયારે ભાજપા સરકારે છેલ્લા પાંચ વર્ષમાં ૫.૧૫ લાખ વીજળી કનેક્શન આપ્યા. અત્યાર સુધીમાં ૧૫.૫ લાખ કરતા પણ વધારે વીજ કનેક્શન આપ્યા.

કોંગ્રેસના શાસનમાં વર્ષ ૧૯૮૫ થી ૯૫ ૧૦ વર્ષનું ૫૯૦ કરોડનું જ બજેટ હતું જયારે ભાજપાના શાસનમાં વર્ષ ૨૦૦૬ થી ૧૮ સુધીના ૧૦ વર્ષમાં ૩૬,૮૬૦ કરોડનું કૃષિ બજેટ ફાળવીને ખેતી અને ખેડૂતને સમૃદ્ધ કર્યા. ભાજપા સરકારે ખેડૂત અકસ્માત વીમો ૧ લાખ થી વધારી ૨ લાખ રૂપિયાની કરવામાં આવ્યો.

કોંગ્રેસના શાસનમાં દૂધ ઉત્પાદન ૪૪.૫૯ લાખ મેટ્રિક ટન હતું જ્યારે ભાજપાના શાસનમાં ૧૩૫.૬૯ લાખ મેટ્રિક ટન એટલે ૩૫૦%નો વધારો યો છે. કોંગ્રેસના શાસનમાં દુધની ડેરીઓ મૃત: પાય બની હતી. જે ભાજપાએ ખેડૂતો માટે પશુપાલક એક પુરક વ્યવસાય આપીને ખેડૂતોને સમૃદ્ધ કર્યા અને તમામ ડેરીઓ પુન: ધમધમતી કરી રોજગારીની મોટી તકો ઉભી કરી.

કોંગીના શાસનમાં ૧૨% જેટલું ઊંચું પ્રીમીયમ હતું. ખેડૂતોની હક્કની વિમાની રકમ મેળવવા આંદોલનો અને ગોળીઓ ખાવી પડતી, જયારે ભાજપાની સરકારે પાકવીમા માટે ખેડૂતોને ફાયદારૂપ પદ્ધતિ અપનાવી જેમાં ખેડ, મજુરી, પડતર, બિયારણ, સિંચાઈ, લણણી, ટ્રાન્સપોર્ટ, ખેડૂત પોતે મજુરી કરે તે પણ ગણી વૈજ્ઞાનિક પદ્ધતિી ખેડૂતની પડતર કિમતમાં ૫૦% વધારો કરીને ટેકાના ભાવ આપીને ખેડૂતોનું હિત ભાજપાએ જોયું છે.

ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ખેતીની જમીન ખરીદીમાં ૯ કિ.મી.નો કાળો કાયદો દુર કર્યો. ગુણવત્તાયુક્ત વીજળી પૂરી પાડે છે. ગામડાઓમાં નેટવર્ક, કોલ્ડસ્ટોરેજ, સંગ્રહ માટેના ગોડાઉનો તા એગ્રીકલ્ચર ઇન્ક્રાસ્ટ્રક્ચરની સુવિધા આપી. ટેન્કર રાજ ખતમ કર્યા અને ગામડે ગામડે પીવાના પાણી આપ્યા. ૧૦૮ની સુવિધા આપી. સરકારી હોસ્પિટલ સુવિધાયુક્ત બનાવી. સરકારી ભરતીમાં પારદર્શંક ભરતી. રાજ્યને દંગામુક્ત અને કર્ફ્યુંમુક્ત બનાવ્યું. ઘરે-ઘરે શૌચાલયો બનાવ્યા. ઘર બેઠા આરોગ્ય સુવિધા, ગરીબોને આવાસો આપ્યા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.