Abtak Media Google News

Table of Contents

ઉદ્યોગમંત્રીની ઉપસ્થિતિમાં ઉદ્યોગકારોના પ્રશ્નો હલ કરવા ઓપન હાઉસ કાર્યક્રમ યોજાયો

દરેક જિલ્લાને એક નેશનલ, એક સ્ટેટ હાઇવેનું કનેક્શન આપવા, નવી જંત્રી, ઇમ્પેક્ટ ફીની અરજીની સમય-મર્યાદા વધારવી, વધારાની ભરવી પડતી સ્ટેમ્પ ડ્યુટી, બેવડા, કરભારણ, ક્ધવેન્શન સેન્ટરની સ્થાપના વગેરે પ્રશ્નોની પ્રસ્તુત ચર્ચા કરાઇ

સમગ્ર સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોની ઉપસ્થિતિમાં રાજકોટના સર્કીટ હાઉસ ખાતે યોજાયેલા આ ઓપન હાઉસ કાર્યક્રમ દરમિયાન મંત્રી બલવંતસિંહ રાજપૂતે રાજ્ય સરકારની પ્રોત્સાહક ઔદ્યોગિક નીતિની વિભાવના સ્પષ્ટ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ઉદ્યોગકારોના પ્રશ્નોનું વિધેયાત્મક વાતાવરણમાં નિરાકરણ લાવવા રાજ્ય સરકાર સદા કટિબદ્ધ છે. જેતપુર વિસ્તારમાં વિવિંગ માટે અલગ જી.આઈ.ડી.સી.સ્થાપવા અંગે મંત્રીએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. દરેક જિલ્લાને એક નેશનલ અને એક સ્ટેટ હાઇવેનું કનેક્શન આપવા આ બેઠકમાં રજૂઆત કરવામાં આવી હતી.

રાજ્ય સરકાર દ્વારા અપાઈ રહેલી વિવિધ સબસીડીઓ અંગે આ બેઠકમાં સવિસ્તાર ચર્ચા કરવામાં આવી હતી.અલગ-અલગ નીતિ વિષયક પ્રશ્નો જેમ કે, નવી જંત્રી, ઇમ્પેકટ ફીની અરજીની સમય-મર્યાદા વધારવી, C-GDCR માં એફ.એસ.આઈ. બાબતે પુન:વિચારણા કરવી, વધારાની ભરવી પડતી સ્ટેમ્પ ડયુટી, બેવડા કરભારણ, ક્ધવેન્શન સેન્ટરની સ્થાપના, વગેરે જેવા પ્રશ્નોની ચર્ચા કરાઈ હતી. જે તમામ બાબતોની રાજ્ય સરકારમાં રજૂઆત કરવા મંત્રી બલવંતસિંહ રાજપૂત સંમત થયા હતા. રોજગારીનું સર્જન કરતા નાના મોટા ઔદ્યોગિક એકમોની મંત્રી રાજપૂતે સરાહના કરી હતી.

જી.આઇ.ડી.સી.ના મેનેજિંગ ડિરેક્ટર ડો. રાહુલ ગુપ્તાએ એફ.એસ.આઈ. અંગે રાજ્ય સરકારે અમલી બનાવેલા છેલ્લામાં છેલ્લા નિયમોથી ઉદ્યોગકારોને વાકેફ કર્યા હતા. તથા રાજ્ય સરકારની “આત્મનિર્ભર ગુજરાત” વિવિધ જોગવાઈઓ અંગે સ્પષ્ટતા કરી હતી.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા રાજકોટ-સૌરાષ્ટ્રના વેપાર-ઉદ્યોગકારોના ઉદ્ભવતા પ્રશ્નોનું યોગ્ય અને ઝડપી નિરાકરણ લાવવા માટે સરકાર સમક્ષ રાજકોટ ખાતે એક ઓપન હાઉસ યોજવા રજુઆત કરવામાં આવેલ હતી. તે રજુઆતને માન આપી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના નેજા હેઠળ રાજ્યના ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપુતજીની અધ્યક્ષતામાં સરકીટ હાઉસ ખાતે ઓપન હાઉસનું આયોજન કરવામાં આવેલ. આ ઓપન હાઉસમાં ઈન્ડસ્ટ્રીઝ અને માઈન્સ ડિપાર્ટમેન્ટના એડીશ્નલ ચીફ સેક્રેટરી એસ. જે. હૈદર, જી.આઈ.ડી.સી.ના વાઈસ ચેરમેન તથા એમ.ડી. ડો. રાહુલ ગુપ્તા, ધારાસભ્ય રમેશભાઈ ટિલાળા તથા ડો.દર્શિતાબેન શાહ પણ ખાસ ઉપસ્થિત રહેલ તેમજ બહોળી સંખ્યામાં સૌરાષ્ટ્રની તમામ ચેમ્બર ઓફ કોમર્સ અને રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશન, શાપર-વેરાવળ ઈન્ડ. એસોસીએશન, લોધીકા જીઆઈડીસી ઈન્ડ. એસોસીએશન, આજી જીઆઈડીસી ઈન્ડ. એસોસીએશન, લોઠડા-પીપલણા પડવલા ઈન્ડ. એસોસીએશનો સહિત વિવિધક્ષેત્રના એસોસીએશનો પોતાના પ્રશ્નો સહિત આ ઓપન હાઉસમાં જોડાયેલ હતા.

રાજ્યના ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપુતજીએ ઓપન હાઉસનું આયોજન કરવા બદલ હર્ષની લાગણી વ્યકત કરેલ તેમજ ગુજરાતનો વિકાસ ખુબ જ ઝડપથી વધી રહ્યો છે. દેશના અર્થતંત્રને આગળ ધપાવવામાં ગુજરાત રાજ્યએ મહત્વની ભુમિકા ભજવી છે. તેમજ ભારત દેશને જી-ર0ની અધ્યક્ષતા મળી છે તે આપણા માટે ગૌરવની વાત છે અને વિશ્વમાં ભારત દેશ એક મજબુત અને સક્ષમ દેશ બની આત્મનિર્ભર ભારત બની રહયુ છે. સરકાર દ્વારા જીઆઈડીસી અંતર્ગત ઉદ્યોગકારોને કોઈપણ મુશ્કેલી ન પડે તે માટે તમામ કાર્યવાહી ડીઝીટલ કરી પારદર્શકતા દાખવી છે અને મહતમ પ્રશ્નોનું સોલ્યુશન પણ લાવેલ છે. ત્યારે ઉધોગકારો તરફથી જે કાંઈ પ્રશ્નો રજુ થશે. તેનું યોગ્ય નિરાકરણ લાવવા પ્રયાસ કરાશે.

ગુજરાતમાં ઉદ્યોગકારોને GIDC ની જમીન 50% રાહત દરે આપો

ગુજરાતમાં ઘણી બધી MSME ઈન્ડસ્ટ્રીઝ સ્થપાયેલ હોય તેમજ MSMEની મર્યાદા આશરે 50 કરોડ સુધી વધારેલ હોય તેને ધ્યાનમાં રાખીને GIDC માં 3000 ચો.મી.ને બદલે જો 6000 ચો.મી. જમીન ઉદ્યોગકારોને 50%ના દરે આપવી. જેથી ઉદ્યોગોનો સારો એવો વિકાસ થશે અને એમ.એસ.એમ.ઈ સેક્ટરને બુસ્ટ મળશે. તેમજ રાજકોટ ઔદ્યોગીક હબ હોવાને કારણે વેપાર-ઉદ્યોગને માટે મોટી GIDC બનાવવી ખુબ જરૂરી છે. તેથી દેવગામ-ખીરસરા GIDCનો વ્યાપ વધારવો જરૂરી છે. હાલ દેવગામ-ખીરસરાની સામે છાપરા ગામમાં 100 હેકટર જેટલી ખરાબાની સરકારી જમીન આવેલ છે. તેમજ 100 હેકટર ગૌચરની જમીન છે તેવું અમારા

ધ્યાનંમા આવેલ છે. તેથી અગાઉ અમારી માંગણી 341 હેકટર માંથી માત્ર 91 હેકટરમાં જે GIDC બનતા ર50 હેકટર જેટલી જમીન ખાલી પડેલ છે. તો ઉપરોકત બન્ને ખરાબાની જમીન ફાળવી દેવગામ-ખીરસરા GIDCનો વ્યાપ આશરે 500 હેકટર સુધી કરવા અનુરોધ છે.

GIDC માં ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરવા ઈમ્પેકટ ફી ની મુદત વધારો

રાજ્ય સરકાર દ્વારા તમામ નગરપાલિકા, શહેરી વિકાસ સતા અને નગરપાલિકા વિસ્તારોમાં ગેરકાયદેસર રહેણાંક બાંધકામોને ઈમ્પેકટ ફી વસુલી કાયદેસર કરવા માટેની જોગવાઈ અમલીકૃત કરેલ છે. જે થકી મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને ખુબ જ ફાયદો થશે. જી.આઈ.ડી.સી.ઓમાં જે ગેરકાયદેસર બાંધકામો થયેલા છે તે કાયદેસર કરવા માટે ઈમ્પેકટ ફી ની જોગવાઈ ચાલુ છે. જેની મુદત તા.11-5-ર3ના રોજ પૂરી થાય છે. તે વધુ છ માસ માટે વધારવા રજૂઆત છે.

પીવાના પાણીના બીલની આકારણી ઔદ્યોગીક વપરાશના બદલે પીવાના પાણીના દરથી કરો

રાજ્ય સરકારની સીઆઈપી સહાગ યોજના હેઠળ લોધીકા ઔ. વસાહતમાં પાણી-પુરવઠા યોજના સાકાર થયેલ છે. વસાહતમાં પીવાના પાણીનો અન્ય કોઈ સ્ત્રોત ન હોય ગુ.પા.પુ. બોર્ડ દ્વારા એનસી-ર0 પાઈપલાઈનમાંથી 1 એમએલડી પાણી કનેકશન આપવામાં આવેલ છે. આ કનેકશન માત્ર પીવાના પાણી માટે જ મંજુર થયેલ છે. આમ છતા ગુ.પા.પુ.બોર્ડ વસાહતને મળતા પીવાનાં પાણીના બીલની આકારણી ઔદ્યોગીક વપરાશના દરથી એટલે કે રૂા.56.59/- પ્રતિ કી.લો.નાં ઉંચા દરથી કરે છે. વધુમાં આ દરમાં દર વર્ષે 10 ટકા જેવો વધારો કરવામાં આવે છે. પાણીના ઉંચા દર, પાણી વિતરણ માટે થતો વિવિધ ખર્ચ જેવો કે મરામત, જાળવણી, ઈલેકટ્રીસીટી, વિતરણ એજન્સી વગેરે જેવા ખર્ચને કારણે પાણીનો વિતરણ દર પ્રતિ કી.લો. રૂા.99(+ જીએસટી) જેવો થાય છે. જે દર પીવાના પાણી માટે એમએસએમઈ માટે ખુબ જ વધારે ગણાય.

GIDC માં 5000 ચો.મી. કે તેથી મોટા પ્લોટમાં 8% કોમન પ્લોટની જગ્યા છોડવાની જોગવાઈ બાબત

આગાઉના પ્લોટ/શેડનું કુલ ક્ષેત્રફળ પ000 ચો.મી. થી ઓછું હોય અને એડજોઈનીંગ/એકકાત્રીકરણ થયા પછી શેડ/પ્લોટનું કુલ ક્ષેત્રફળ પ000 ચો.મી. થી મોટું થતું હોઈ તો આ સંજોગોમાં શેડ/પ્લોટનું ક્ષેત્રફળના 8% COP (કોમન પ્લોટ) જગ્યા છોડવી અશકય બને છે. GIDC નિગમ દ્વારા પ્લોટ ફાળવણી સમયે કોમન પ્લોટ માટેની જગ્યા ફાળવવામાં આવે જ છે તો વ્યકિતગત પ્લોટ માટે ફરી આવી જોગવાઈ હોવી ન જોઈએ. આથી શેડ/પ્લોટનું ક્ષેત્રફળના 8% COP (કોમન પ્લોટ) જગ્યા છોડવાના નિયમને તત્કાલ રદ્ કરવો.

ઉદ્યોગકારો અને GIDC ના લાભાર્થે કોમર્શીયલ બાંધકામ/વપરાશની પરવાનગી અંગે

જે તે GIDC ને શહેર તરફ જોડતા મુખ્ય માર્ગે કે GIDC માં આવેલ મુખ્ય માર્ગો 5ર આવેલા પ્લોટ/શેડને કોમર્શીયલ હેતુ માટે ઉપયોગ કરવાની પરવાનગી આપવી જરૂરી છે કારણ કે કોઈપણ GIDC નજીકમાં બેન્ક, રેસ્ટોરન્ટ, ટુલ/હાર્ડવેર/મશીનરી સ્પેર પાર્ટસની દુકાનો વગેરે હોવી ખુબ જ આવશ્યક હોઈ છે. આથી ઉદ્યોગકારો અને GIDC ના લાભાર્થે કોમર્શીયલ બાંધકામ/વપરાશની 5રવાનગી આપવાની જોગવાઈ કરાવી.

રામનગર ઈન્ડસ્ટ્રીયલ એશો.ના એકમોને રેગ્યુલાઇઝ કરો

રામનગર ઈન્ડસ્ટ્રીયલ એરીયા એસોસીએશન દ્વારા રાજકોટ શહેરના સર્વેનં.ર15 પૈકી જમીન એકર 11-05 ગુંઠાના ઔદ્યોગીક હેતુ માટે નિયમીત કરી આપવા ઘણાં વર્ષોથી માંગણી કરાયેલ છે. જેમાં નાના-મોટા વિવિધ આશરે ર50 થી વધારે કારખાનાઓ આવેલ છે. તેઓ દ્વારા કલેકટરના તા.ર4-ર-199ર નાં હુકમથી ભવિષ્યમાં ભરવાની દંડની રકમ અન્વયે ઉચ્ચક રકમ સરકારમાં ભરપાઈ કરેલ છે. ઉપરાંત સને 199રમાં દબાણનાં કેસો ચાલેલ છે. પ્રર્વતમાન બજાર કિંમતની રકમ તેઓ હાલની પરિસ્થિતીએ ભરી શકે તેમ નથી તેથી અગાઉની 199રની સ્થિતીએ સવાલવાળી જમીનની બજાર કિંમત તેઓ ભરવા સહમત છે. આ બાબતે કલેકટર કચેરી દ્વારા અગાઉ દરખાસ્તો મહેસુલ વિભાગોમાં

મોકલેલ છે પરંતુ હજુ કોઈપણ નિરાકરણ થયેલ નથી. શ્રી રામનગર ઈન્ડસ્ટ્રીયલ એરીયા એસોસીએશનના આ ઔદ્યોગીક એકમોને ધારા ધોરણ મુજબની ફી લઈને નિયમબધ્ધ કરી આપવા અનુરોધ છે.

જીઆઈડીસીમાં બે પ્લોટ હોલ્ડર્સની ભાગીદારી પેઢી હેઠળ બન્ને પ્લોટનું એકત્રીકરણ કરવા માટે

જી.આઈ.ડી.સી. સ્થીત બે પ્લોટ હોલ્ડર્સની ભાગીદારી પેઢી હેઠળ બન્ને પ્લોટનું એકત્રીકરણ કરવા માટે જી.આઈ.ડી.સી.ના નિતી નિયમ મુજબ કોઈ એક ભાગીદારની 51% ભાગીદારી હોવી આવશ્યક છે, નહિ તો ટ્રાન્સફર ફી વધારે લાગે છે.આવી અવ્યવહારૂ જોગવાઈ સત્વારે દુર કરવાની જરૂરીયાત છે કેમ કે ભાગીદારી પેઢીમાં ભાગીદારોનો શેર ગમે તે હોઈ શકે. આ કિસ્સામાં ટ્રાન્સફર ફી રદ્ કરવી જોઈએ.

ડિફેન્સ એરોસ્પેશ ઈન્ડસ્ટ્રી સ્થાપવા રજૂઆત

આંતરરાષ્ટ્રિય કંપનીઓ ભારત ખાતે ડિફેન્સ એરોસ્પેશને લગતી ઉત્પાદકીય પ્રવૃતિઓ જેમ કે, એરપ્લેન, એરોસ્ટ્રકચર્સ, કમ્પોનેન્ટસ, સિસ્ટમ એસેમ્બલી વિગેરેને વેગવંતી બનાવેલ છે. અમોને દ્રઢ વિશ્વાસ છે કે રાજકોટ આવી ડિફેન્સ સલંગ્ન ઉત્પાદકીય એકમોને સંપુર્ણત: અને સર્વત્ર ઉપયોગી થાય તે માટેની તમામ લાયકાતો તથા સુવિધાઓ ધરાવે છે.  સૌરાષ્ટ્રમાં આશરે 1500 MSME ઈન્ડસ્ટ્રીઝ ફોર્જીંગ તેમજ કાસ્ટીંગ (ફાઉન્ડ્રી) આવેલ છે. જેમાંથી ર50 યુનિટો ડિફેન્સ તેમજ એરોસ્પેસ સાથે ડાયરેકટ કે ઈનડાયરેકટ જોડાયેલ છે. આ રાજકોટમાં ડિફેન્સ અને એરોસ્પેસને બુસ્ટ આપવું હોય તો પોલીસીમાં જમીન વેચાણ અંગે ફેરફાર કરી. કોસ્ટલ એરીયાને બદલે સમગ્ર ગુજરાતમાંથી જંત્રીના ર5% ના દરે આ ઉદ્યોગને આપવી જેથી વડાપ્રધાનનું આ ઉદ્યોગ માટેનું સપનું શાકાર થાય.

ક્ધવેન્શન સેન્ટર ફાળવવા માંગ

રાજકોટ ખાતે ક્ધવેન્શન સેન્ટર ફાળવવાની માંગણી ઘણા સમયથી પેન્ડીંગ છે. પુર્વ મુખ્યમંત્રીએ આ માંગણીનો સ્વીકાર કરેલ હોય તેમજ અંદાજે આશરે 3ર એકર જગ્યાનું સ્માર્ટ સીટી એરીયામાં પ્રોવીઝન કરેલ હોય આ અંગે તાત્કાલીક નિર્ણય લઈ સૌરાષ્ટ્રના વેપાર-ઉદ્યોગને વધું વેગવંતુ બનાવો એવી માંગણી સ્વીકારી રાજકોટ ખાતે ક્ધવેન્શન સેન્ટર ફાળવી યોગ્ય કરશોજી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.