ના હોય..પાંચ વર્ષમાં જિલ્લામાં 20,310 કુપોષિત બાળકો નોંધાયા!!

રાજ્ય સરકાર દ્વારા કુપોષણ ઘટાડવા માટે અનેક યોજનાઓ ચલાવે છે છતાં કુપોષિત બાળકોની સંખ્યા વધી: વર્ષ 2022ના અંતમાં 3303 કુપોષિત બાળકો, આસીડીએસએ રિપોર્ટ જાહેર કર્યો

દેશભરમાં ગુજરાતને સમૃદ્ધ રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ રાજ્યમાં કમનસીબે કુપોષિત બાળકોની સંખ્યા વધી રહી છે.ત્યારે રાજકોટજિલ્લામાં વર્ષ 2022ના અંતમાં 3303 કુપોષિત બાળકો નોંધાયા છે, જ્યારે રાજકોટ જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં 20,310 કુપોષિત બાળકોનોંધાયા છે.

આ માહિતી આઈસીડીએસ શાખામાંથી મળી છે. રાજ્ય સરકાર, આઈસીડીએસ શાખા તેમજ આંગણવાડીના કર્મચારીઓ સહિત જુદી જુદી શાખાના કર્મચારીઓ દ્વારા કુપોષણ ઘટાડવા મહેનત કરવામાં આવે છે પરંતુ કુપોષિત બાળકોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો નથી. કુપોષણ બાળક ન જન્મે તે માટે બાળકની માતાએ સગર્ભાવસ્થા દરમિયાન જ યોગ્ય આહાર લેવાની કાળજી રાખવી પડતી હોય છે,

પરંતુ ક્યાંકને ક્યાંક તેનો અભાવ જોવા મળતા કુપોષિત બાળકોની સંખ્યા વધી છે.રાજ્ય સરકાર દ્વારા કુપોષણ ઘટાડવા માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે અને કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. રાજ્ય સરકાર, આઈસીડીએસ શાખા અને આંગણવાડીના કર્મચારીઓ દ્વારા કુપોષણ ઘટાડવા મહેનત કરવામાં આવે છે. છતાં કુપોષિતોની સંખ્યામાં ઘટાડો થતો નઓથી.

સૌથી વધુ કુપોષિત બાળકો જેતપુર તાલુકામાં નોંધાયા

રાજકોટ જિલ્લામાં વર્ષ 2022ના અંતમાં 3303 કુપોષિત બાળકોનોંધાયા છે, જ્યારે તેમાંથી 1523 બાળકો અપગ્રેડ પણ થયા છે. આઈસીડીએસ શાખામાંથી મળતી માહિતી મુજબ જિલ્લામાં સૌથી વધુ કુપોષિત બાળકો જેતપુર તાલુકામાં નોંધાયા છે. જ્યારે સૌથી ઓછા કુપોષિત બાળકો વીંછિયા તાલુકામાં નોંધાયા છે.

સૌથી ઓછા વીંછિયામાં નોંધાયા

જેતપુર તાલુકામાં 825, જસદણ તાલુકામાં 444, કોટડાસાંગાણીમાં 408 અને વીંછિયા તાલુકામાં 93 કુપોષિત નોંધાયા છે. કુપોષિત બાળકોની સંખ્યા વધતા જિલ્લા આરોગ્ય વિભાગની પણ ચિંતામાં વધારો થયો છે.